Abtak Media Google News

ચિંતન ગઢીયાએ સજજડ પુરાવા સાથે ફરિયાદ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરાતી નથી

ઉનામાં પાણી પુરવઠા, સબડિવીઝન ઓફિસર આવેલી છે. પાણી પુરવઠા ઓફિસમાં ખોટા બીલ વાઉચર મુકી સરકારી ઉચાપત અધિકારીઓએ કરેલ છે. જેની જાણ પત્રકાર ચિંતન ગઢીયાને થતા અરજી કરી હતી. જેની તપાસ કરવા માટે ત્રણ વર્ષથી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડને લાગતા વળગતા અધિકારીઓને પુરાત પુરાવા સાથે રજી.એડી. દ્વારા અનેક વખત રજુઆત કરવામાં આવેલ હોવા છતાં પણ આજ દિવસ સુધી અરજી બાબત ન્યાયી અને તટસ્થ તપાસ થાય તેવું બોડૃના કોઈ અધિકારી તરફથી કોઈ નકકર તપાસ કરવાની કાર્યવાહી કરવામાં આવતી નથી. આ ભ્રષ્ટાચાર મુખ્ય વહિવટી અધિકારી, પાણી પુરવઠા, ગાંધીનગરને પુરાવા સાથે અનેકવાર રજુઆત કરવામાં આવેલ. આમ છતાં કોઈ સચોટ કાર્યવાહી કરવામાં આવેલ નથી.

આ અરજીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ અને પુરતા પુરાવાની તપાસ આ અધિકૃત કરેલ અધિકારીએ કરેલ છે. જેની તપાસમાં અરજીમાં કરેલા આક્ષેપો તદન સાચા પુરાવા થયેલ છે. ખોટા બીલ વાઉચર દ્વારા સરકારી નાણાની ઉચાપત થયેલ છે. સત્ય હકિકત સાથે અધિકૃત કરેલ અધિકારી તરફથી અહેવાલ કરવામાં આવેલ છે. સત્ય હકિકત સાથે અહેવાલ થવાથી બોર્ડના અધિકારીના પેટમાં તેલ રેડાયું હોય તેવી પરિસ્થિતિ થવા પામેલ છે. આમ ભ્રષ્ટાચાર તથા ગેરરીતિ થયેલ અરજીની યુદ્ધ ધોરણે તપાસ કરાવી જોઈએ એ થતી નથી. સંડોવાયેલા અધિકારી, કર્મચારીઓ યોગ્ય પગલાભરી કડકમાં કડક સજા થાય તેવી કાર્યવાહી કરવી જોઈએ. જેથી આવુ કાર્ય કરવા હિંમત ન કરે આવુ કરવાના બદલે બોર્ડના અધિકારીઓ, કર્મચારીઓ પ્રોત્સાહન આપતા હોય તેના બચાવમાં આવી જતા હોય છે આવી તપાસ તાત્કાલિક કરવાના બદલે ગોકળગતિએ તપાસ કરતા હોય છે.

આ બાબતની તપાસ ચાલુ છે હોવાનું ગાણુ ગાઈ રહ્યા છે. આ અરજી પત્રકાર ચિંતન ગઢીયાએ પુરતા પુરાવા આપેલ છે. તેમજ પુરાવાના આધારે તપાસ કરી અધિકૃત અધિકારીએ રીપોર્ટ આપેલ છે. તેમાં સરકારી નાણાની ઉચાપત થયેલ હોવાનું પુરવાર થતું હોય તો પણ કોઈ પણ પગલા ઈરાદાપૂર્વક ભરાતા નથી જો પગલા ભરવામાં આવે તો આમા અનેક અધિકારીઓ, કર્મચારીઓ સંડોવાયેલા છે. તેમાં રોટલા અભડાઈ જાય તેમ છે. આની તપાસ બોર્ડના અધિકારીની મીલી ભગત હોય તેવું લાગી રહ્યું છે.

અનેક વખત અરજી નાયબ સચિવ નર્મદા જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગાંધીનગરને કાર્યવાહી અર્થે મોકલી આપવામાં આવેલ. ગાંધીનગરને આશરે ૪ થી ૫ પત્ર દ્વારા ઉના સબ ડિવીઝનમાં ખોટા બીલ વાઉચર મુકી સરકારી નાણાની ઉચાપત થયેલ છે. આ વિભાગ મુખ્યમંત્રી કાર્યાલય તથા અરજદારને દિવસ-૫માં હકિકત અહેવાલ અમુક મોકલી આપવા જણાવેલ હોય છતાં પણ આ બોર્ડના જાડી ચામડીના અધિકારીઓ પણ કોઈ અસર થવા પામતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.