Abtak Media Google News

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દુરંદેશીપૂર્ણ આયોજન અને તેને ઝડપભેર મૂર્તિમંત કરી તેના ફળ ગુજરાત અને સમગ્ર સૌરાષ્ટ્રને અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહેલા ગુજરાતના માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનાં સતત માર્ગદર્શન, ચીવટ અને પ્રયાસોનાં શાનદાર પરિણામ સ્વરૂપે “સૌની યોજના” હેઠળ રાજકોટને પીવાનું પાણી પુરૂ પાડતા આજી-૧ ડેમ અને ન્યારી-૧ ડેમમાં નર્મદાના  નર્મદા અવતરણ થયા બાદ આજે રવિવારે સવારે ૭.૦૦ વાગ્યા આસપાસ ભાદર ડેમમાં પણ નર્મદાનું પાણી પહોંચતા માત્ર રાજકોટ જ નહી પરંતુ જેતપુર, ગોંડલ, શાપર વેરાવળ ઉપરાંત ભાદર અને રાજકોટ વચ્ચેના અન્ય ૧૪ ગામોની પીવાના પાણીની સમસ્યા કાયમી ધોરણે ઉકેલાઈ ગઈ છે. સમગ્ર સૌરાષ્ટ્રનું કેન્દ્ર બિંદુ અને આર્થિક કેપિટલ રાજકોટ ખુબ જ ઝડપભેર વિકસી રહયું છે ત્યારે રાજકોટમાં પાણી જેવી અત્યંત મહત્વપૂર્ણ અને જીવાદોરીસમી જરૂરિયાત હવે ખુબ જ આસાનીથી સંતોષી શકાશે. આજે ભાદર ડેમમાં નર્મદાનાં નીરનું અવતરણ થતા અનહદ ખુશી વ્યક્ત કરતા માન. મેયરશ્રી બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાની, શાસક પક્ષના નેતા શ્રી દલસુખભાઈ જાગાણી, દંડક શ્રી અજયભાઈ પરમાર અને વોટર વર્કસ કમિટીનાં ચેરમેન શ્રી દેવરાજભાઈ મકવાણાએ રાજ્યના માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પ્રત્યે આભાર અને અભિનંદનની લાગણી પ્રગટ કરી હતી.

   ગુજરાતના માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી માત્ર પ્રત્યેક રાજકોટવાસીની જ નહી પરંતુ સમગ્ર રાજ્યના લોકોની પાણીની મુશ્કેલીથી સારી પેઠે વાકેફ હોઇ રાજકોટને પાણીની સમસ્યામાંથી મુકિત અપાવવા સતત પ્રયત્નશીલ રહયા છે તેના કેટકેટલાય દ્રષ્ટાંતો આપણા સૌની નજર સમક્ષ છે. સૌની યોજના હેઠળ રાજકોટના હૃદય સમ્રાટ એવા આજી ડેમને નર્મદા નીરથી ભરી દેવા સંકલ્પબધ્ધ થયા અને માત્ર ૭ મહિનાના ટુંકાગાળામાં ૩૧ કિ.મી.ની પાઇપલાઇન યુધ્ધના ધોરણે નંખાવી રાજકોટવાસીઓનું સ્વપ્ન સાકાર કર્યું હતું. આ યોજના ૩૮૦ કરોડના ખર્ચે સાકાર થઇ છે. આ સિદ્ધિ બદલ માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને ખાસ અભિનંદન પાઠવ્યા હતાં.

અહી એ પણ યાદ અપાવીએ કે, તાજેતરમાં જ લોકસભાની પૂર્વે સૌની યોજના રાજકોટના ન્યારી-૧ ડેમમાં પણ સૌની યોજના હેઠળ નર્મદાના પાણી પહોંચાડી દેવાયા હતાં અને માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નર્મદા નીરના ઓનલાઈન વધામણા કરી માન. મુખ્યમંત્રીશ્રીને અભિનંદન પાઠવ્યા હતાં.

ત્યારબાદ હવે સૌની યોજના હેઠળ ભાદર ડેમમાં પણ નર્મદાનું પાણી પહોંચાડી માન. મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ સહિત અનેક નગરો અને ગામડાઓની પાણીની આવશ્યકતા પરિપૂર્ણ કર્તા નાગરિકોમાં ખુબ જ આનંદની લાગણી વહેવા લાગી છે.

અત્રે એ ઉલ્લેખનીય બનશે કે, આજી નદીની શાખા પાસેના રાજકોટ તાલુકાના ગામ કસ્તુરબાધામ (ત્રંબા) ખાતે ત્રણ પંપ દ્વારા પાણીનું પમ્પિંગ કરી પાઈપલાઈન મારફત રીબડા ગામ સુધી પાણી પહોંચાડાયું હતું અને રીબડા ધારથી નદી મારફત પાણી ભાદર ડેમ સુધી પહોંચ્યું છે. રસ્તામાં આવતા ગોંડલ શહેરના વેરી તળાવ તેમજ સેતુબંધ અને આશાપુરા ચેકડેમો ઓવરફ્લો થયા છે અને ત્યાંથી નદીનાં રસ્તે પાણી છેક ભાદર ડેમમાં આવી પહોંચ્યું હતું. કસ્તુરબાધામ (ત્રંબા) ખાતે જે ત્રણ પંપ દ્વારા પાણીનું પમ્પિંગ કરવામાં આવી રહયું છે તેમાં એક પમ્પની ક્ષમતા ૨૪ કલાકમાં ૮.૨૫ એમ.સી.એફ.ટી. પાણી ઉપાડવાની છે અર્થાત ત્રણેય પંપ ચોવીસે કલાક ચાલુ રહેતા રોજ ૨૫ એમ.સી.એફ.ટી જળ જથ્થો ભાદર ડેમમાં ઠલવાઈ રહયો છે.

આજે સવારે નર્મદા નીરનું આગમન થયા પૂર્વે ભાદર ડેમનું તળિયું દેખાવા લાગ્યું હતું અને ડેમમાં માત્ર ૮૦ એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો જ બચ્યો હતો; જોકે હવે આહથી નર્મદાનું પાણી આવી પહોંચતા પૂન: ડેમની સપાટી ઉન્ચાકા લાગી છે અને જોતજોતામાં આવશ્યકતા અનુસાર ડેમમાં જળ જથ્થો ઠાલવવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.