ઉંડ-૨ ડેમના પાણી ફરી વળતા ખેતીને પારાવાર નુકશાની : ધારાસભ્ય અસરગ્રસ્ત ગામોની મૂલાકાતે

નુકશાનીનું વળતર આપવા સરકારમાં રજૂઆત કરવાની ખેડૂતોને ખાતરી આપતા રાઘવજીભાઇ પટેલ

“ધ્રોલ-જોડીયા તાલુકામાં અતિવૃષ્ટી અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉડ-૨ સિંચાઇ યોજના હેઠળના આવતા ગામો આણંદા, કુનડ, લખતર, ભાદરા, બાદનપર અને જોડીયા ગામમાં ઉડ-૨ સિંચાઇ યોજનાનું પાણી ફરી વળતા ગામોમાં ખેડૂતોને થયેલ ખેતીનું નુકશાન તેમજ પશુઓની નુકશાની તેમજ થયેલ જાન-માલની તારાજીની જાતે માહીતી મેળવવા માટે ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ આણંદા, કુનડ, લખતર, ભાદરા, બાદનપર અને જોડીયા ગામોએ ‚બ‚ જઇને ગામ લોકોની મુલાકાત લીધી નુકશાની વાળી જગ્યાનું નિરીક્ષણ કરેલ અને નુકશાની અંગેની રજૂઆત સરકારમાં કરી સાહય કરવાનું આશ્ર્વાસન આપેલ છે. મામલતદાર ઓફીસ જોડીયા ખાતે પ્રાંત અધિકારી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સાથે મીટીંગ કરી આ ગામોમાં થયેલ નુકશાનીનું તાત્કાલીક સર્વે કરાવી, ખેડૂતો, ગામ લોકો તેમજ માલધારીઓને થયેલ નુકશાનની સહાય તાત્કાલીક મળે તે માટેની રજુઆત કરેલ. આ મુલાકાત વખતે રસીકભાઇ ભંડેરી ચેરમેન માર્કેટીગ યાર્ડ-ધ્રોલ, ધરામશીભાઇ ચનીયારા ચેરમેન માર્કેટીગ યાર્ડ-જોડીયા, ભરતભાઇ દલસાણીયા પ્રમુખ જોડીયા તાલુકા ભાજપ તેમજ ચિરાગભાઇ વાંક, ભરતભાઇ ઠાકર, સુરેશભાઇ કુંડારીયા, હાર્દિકભાઇ લીંબાણી, યોગેશભાઇ ગોઠી તેમજ અન્ય આગેવાનોએ પ્રવાસમાં જોડાયેલ હતા.

Loading...