Abtak Media Google News

એક વ્યકિત માંથી બીજી વ્યકિતમાં ફેલાતા પરંતુ આંતરિક પરિબળોમાં વધારો કે ખામી, જન્મની ખામી વિકૃતી છે કે અન્ય કોઈ વિકૃતિ કે અન્ય કોઈ રોગમાં થતાં ઔષધોચારના પરિણામ સ્વરૂપ  થતો રોગ બિનચેપી રોગ કહેવાય છે જેનાં પ્રકારમાં ત્રુટી જન્યરોગો,આનુવાંશિક રોગો, માનસિક રોગો, પાચનની ખામી કે અંત:સ્ત્રાવોથી થતા રોગો અને હાનિકારક પદાર્થથી થતાં રોગો આવે છે. આપણી જીવન શૈલી એવી થઈ ગઈ છે કે જેને કારણે આપણે ઘણાં રોગોનાં ભોગ બનીએ છીએ.મુખ્યત્વે હ્વદયરોગ, લોહીનું ઉચું દબાણ, ડાયાબીટીસ અને કેન્સર હોય છે.

હ્વદય રોગ:-

હ્વદય સુધી લોહી પહોંચાડવાની મહાધમનીઓની અંદરની દિવાલમાં ચરબીની જમાવટ થતાં રૂચિરાભિસરણમાં અવરોધાત્મક ફેરફારો થવાથી હ્વદયની કાર્યક્ષમતા માટે જરૂરી લોહીનો પુરવઠો ન મળતાં હ્વદયની કામગીરીમાં વિક્ષેપ સજાર્ય તેને હ્વદયરોગ તરીકે ઓળખવામાં આવે છે.તેનાં થવાનાં કારણોમાં રોજીંદી ખાન-પાનની ટેવો, બેઠાડુ જીવન,લોહીમાં કોલેન્ટ્રોલનું ઉચું પ્રમાણ જ આપણે સાદી ભાષામાં લોહી જાડુ થવું કહીએ છીએ, અને કામની અગત્યનો તીવ્ર અહેસાસ સહિતના કારણો હ્લદયરોગનો ભોગ ઝડપથી બને છે.

હ્વદયરોગ અટકાવવા માટે નિયમિત કસરત જેવી કે સ્વિમીંગ, દોડવું અને પ્રાણાયામ, હાઈબ્લડ પ્રેસર ધરાવતી વ્યકિતઓએ તબીબી સારવાર લેવી, ધ્રૂમપાન, મદ્યપાનથી દૂર રહેવું, ડાયાબીટીસ હોય તો તેની સારવાર કરાવવી, ખાન-પાનની આદતોમાં ફેરફાર કરવો જેમકે ખોરાકમાં ઘી, તેલ, ચીઝ તથા મીઠાનું પ્રમાણઓ ઓછુ કરવું.

લોહીનું ઉચું દબાણ (બી.પી.):-

લોહીનું ઉપરનું અને નીચેનું દબાણ હોય છે.ઉપરનું ૧૧૦ થી ૧૩૦ તથા નીચેનું ૭૦ થી ૯૦ એમ.એમ.એચ.જી.હોવું જોઈએ લોહીનું દબાણ માપવા વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ નિર્ધારીત ધોરણો નકકી કરેલ છે જેમાં વ્યકિતને બેઠેલી સ્થિતિમાં દબાણ માપવું નહી લોહીનું ઉપરનું અને નીચેનું દબાણ ત્રણ-ત્રણ મિનિટના અંતરે ત્રણવાર માપવું અને સૌથી ઓછા રીડીંગને ગ્રાહય રાખવું.અત્રે ઉલ્લેખનીય છે કે સવારે સ્નાન કરવાના ૩૦ મિનિટ પહેલા ૧ ગ્લાસ પાણી પીવાથી લોહીના ઉંચા દબાણને નિયંત્રણમાં રાખી શકાય છે.લોહીના ઉંચા દબાણને કારણે મગજના કોઈ ચોકકસ ભાગને લોહી પહોંચાડવામાં અવરોધ પેદા થતાં જે તે ભાગનાં કોષો નિર્જીવ થવા લાગે છે.જેને કારણે શરીરનું ડાબું  કે જમણું  અંગ કે કમર નીચેનું અંગ કે પછી તમામ અંગો લકવા ગ્રસ્ત બને છે.આ ઉપરાંત મુત્રપિંડની કામગીરી નિષ્ફળ થવી, હ્વદય બંધ પડી જવુ, હ્વદયને લોહી પહોંચાડતી નસોની અંદરની દિવાલમાં ચરબીની જમાવટ થતા નસો સાંકડી કે સખ્ત થઈ જાય છે. હ્વદયરોગનું જોખમમાં જમીન તત્વો, મેદસ્વિતા, તણાવ, મદ્યપાન-ધુમપાન, તમાકુ વ્યસન કાચા મીઠાનો વધુ ઉપયોગ કરનારાને વિશેષ જોવા મળે છે.

7537D2F3 5

ડાયાબીટીસ:-

શર્કરાના સ્તરનું નિયમન સ્વાદુપિંડમાં આવેલા કૂંજકોષ માંથી પેદા થતાં અંત:સ્ત્રાવ દ્વારા થાય છે.જેના બે પ્રકારો છે.

(૧) બીટાકોષમાં ઈન્સ્યુલિનો સ્ત્રાવ કરે છે.લોહીમાં ઉચા શર્કરાના સ્તરને ઘટાડે છે.

(૨) આલ્ફા કોષ લોહીમાં શર્કરાનું સ્તર નીચે ઉતરી ગયું હોય તો તેમાં વધારો કરે છે.આમ શરીરનો મુખ્ય સ્ત્રોત છે શર્કરા જેનું ઈન્સ્યુલિન અંત: સ્ત્રાવની મદદથી શરીરમાં શોષણ થાય છે.આ ક્રિયા બારાબર ન થાય તો તેને ડાયાબીટીસ કહેવામાં આવે છે.ડાયબીટીસનાં બે પ્રકારો છે. ટાઈપ-૧, ટાઈપ-૨ અને હા સગર્ભા વસ્થામાં ડાયાબીટીસ.

ટાઈપ-૧ :-

ડાયાબીટીસમાં વધુ તરસ લાગે, મોં સુકાય જાય, વધુ ખાવાની ઈચ્છા, વારંવાર પેશાબ જવું, થાક અને ચિડીયાપણું દષ્ટિ ઝાંખમ, વજનમાં તીવ્ર ઘટાડો કે ઘામાં રૂજ આવવામાં વિલંબ જેવા મુખ્ય લક્ષણો છે.આની સારવારમાં ઈન્સ્યુલીનના ઈન્જેકશનો, દવાઓ દ્વારા જીવનભર ઉપચાર, આહાર નિયમન કે રોજીંદા વ્યાયામમાં ચાલવું ,યોગા કે હળવી કસરત કરવાથી ફાયદો થાય છે.

ટાઈપ-૨:-

ડાયાબીટીસમાં સ્વાદુપિંડમાં ઈન્સ્યુલિન પેદા થતું હોવાથી છતાં શરીરના કોષો પર તેની અસર થતી નથી, આના લક્ષણોમા વારંવાર પેશાબ લાગવી, વધુ તરસ લાગવી, વધુ પડતો થાક લાગવો મુખ્ય છે.એની સારવારમાં ગોળી, ઈન્સ્યુલીનનાં ઈન્જેકશનો, આહાર નિયમન પોષક આહાર તથા નિયમિત કસરત જેવી કે ઝડપથી ચાલવું -ધીમેથી દોડવું -યોગા છે.

સગર્ભા વસ્થામાં ડાયાબીટીસ:-

માં સગર્ભા માતાનાં સ્વાદુપિંડમાં પેદા થતાં ઈન્સ્યુલીનનું પ્રમાણ ‘ ઓર ‘ ના અંત:સ્ત્રાવોનો સામનો કરવામાં આવ અપુરતું થઈ પડે છે.પરિણામે માતાના લોહીમાં સુગરનું પ્રમાણ ઉંચું જાય છે.જેના લક્ષણોમાં જલદી થાકી જવું -ખુબ તરસ લાગવી, વધુ પડતો મુત્રસ્ત્રાવ અને જો તેને આ અવસ્થામાં ડાયાબીટીસ નિયંત્રણન રખાય તો, ગર્ભ શિશુંનું કદ મોટું થાય છે.અને પ્રસુતિમાં તકલીફ પડે છે.

આના નિદાન માટે સગર્ભાસ્ત્રીએ લેબોરેટરીમાં લોહી તથા પેશાબની તપાસથી શર્કરાનું પ્રમાણ જાણી શકાય છે.આની સારવારમાં ઓછા શર્કરા વાળા ખોરાક લેવા અને સુગર નિયંત્રણ માટે ઈન્સ્યુલીનના ઈન્જેકશનો એક માત્ર ઉપાય છે.કેન્સર:- કોઈ પણ કારણસર શરીરમાં કોષોની વૃદ્ધી-વિભાજનની ક્રિયા નિયમાનુસર ન થતાં કોષોની અનિયંત્રીત વૃધ્ધી શરીરમાં ગાંઠ ઉત્પન્ન કરે છે, તો ઘણી વખત ગાંઠ ફાટી જાય તો ચાંદા રૂપે પણ દેખાય તેને કેન્સર કહેવાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.