ઉનામાં ટ્રાફિક જાગૃતી અભિયાન હાથ ધરાયું

107

ઉનામાં એ.આર.ભટ્ટ કોલેજ અને ઉના પોલીસ હોમગાર્ડ યુનિટ દ્વારા ટ્રાફીક જાગૃતિ અભિયાન કરવામા આવ્યું હતુ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉના પી.આઈ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ઉના પી.એસ.આઈ. જે.વી.ચુડાસમા ઉના હોમગાર્ડ કમાન્ડર કૈલાશ ભટ્ટ, ટ્રાફીક જમાદાર સોનિગ સિંગ, રસુલભાઈ હોમગાર્ડ સ્ટાફ દ્વારા કરાયું હતુ ત્રિકોણબાગ ખાતે વિથ આઉટ હેલ્મેટ અને વિથ આઉટ સીટ બેલ્ટ તેમજ બેફીકરાઈથી ડ્રાઈવીંગ કરતાં હોય તેઓને ટ્રાફીક નિયમોના પેમ્પલેટો અને ગુલાબો આપી એ સમજણ આપીકે તમારા પરિવારની જવાબદારી તમારા શિરે છે.જેના માટે પેમ્પલેટમાં દર્શાવેલા, નિયમોનું અવશ્ય પાલન કરો જેથી તમે અને તમારો પરિવાર સુરક્ષીત રહેશે. આ કાર્યક્રમને બિરદાવતા ઉના નગરપાલીકાના ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ જોષી અને ગાયત્રી ગરબી મંડળના પ્રમુખ અશ્ર્વીનભાઈ ડાભી એ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા એ.આર. ભટ્ટ કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સીપાલ સિધ્ધાર્થભાઈ ઓઝા અને કોલેજનો સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

Loading...