ઉમિયા માતાજી સંસ્થાન-ઉંઝા દ્વારા ૨૦૩૦ સુધીમાં ૧૦૦૧ મંદિર બનાવવાનો સંકલ્પ

સૌ પ્રથમ પ્રાંતિજ તાલુકાના નનકપુર ગામે ફોટો મંદિર બનાવવાની જાહેરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ઝોનના ૧૦ જિલ્લા સંગઠનની મીટીંગ મળી

દરેક ગામ કે શહેરમાં માતાજીનો મોટો ફોટો તેમજ ૨૫ હજારનો સહયોગ સંસ્થા તરફથી આપવામાં આવશે

ઉમિયા માતાજી સંસ્થા-ઉંઝા દ્વારા ૨૦૩૦ સુધીમાં ઉમિયા માતાજીના ૧૦૦૧ મંદિર નિર્માણનાં સંકલ્પને પરિપૂર્ણ કરવા સહિતના આગામી આયોજનો અંગે ઉતર ગુજરાત તેમજ મધ્ય ગુજરાત ઝોનના ૧૦ જિલ્લાનાં સંગઠનની મીટીંગ તાજેતરમાં મળી હતી.

ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા દ્વારા ઉમિયા પરિવાર સંગઠનની ઉતર ગુજરાત તેમજ મધ્ય ગુજરાત ઝોનના ૧૦ જિલ્લાના સંગઠનની મીટીંગ તાજેતરમાં વિઝન ૨૦૩૦ અંતર્ગત ઉમિયા માતાજીના ૧૦૦૧ મંદિર નિર્માણનાં સંકલ્પને પરિપૂર્ણ કરવા તેમજ સાગર પટેલ ગાયક કલાકાર દ્વારા સમગ્ર ઉમિયા મંદિર પરિક્રમા યોજનાને મૂર્તિમંત કરવાનાં આયોજન માટે મીટીંગ સંસ્થાના ઉમેશ્ર્વર હોલ ઉંઝામાં મળી હતી. સ્વાગત પ્રવચન વસંતભાઈ કેપ્ટન સહમંત્રીએ કર્યું સંસ્થાના મંત્રી દિલીપભાઈનેતાજીએ મીટીંગનો હેતુ જણાવ્યો. લક્ષચંડી મહાયજ્ઞમાં સંગઠનના કાયર્કરોએ કરેલ કામગીરી પ્રત્યે કૃતજ્ઞ્તા વ્યકત કરી તથા. ઉમિયા ફોટો મંદિર બનાવનાર દરેક ગામ કે શહેરમાં માતાજીનો મોટે ફોટો તેમજ રૂા.૨૫૦૦૦નો આર્થિક સહયોગ સંસ્થા તરફથી આપવામાં આવશે ૧૧ સભ્યોની કમીટીં બનાવી ફોટો મંદિરની જાળવણી કરશે. સાગર પટેલ દ્વારા મંદિર પરિક્રમા કાર્યક્રમને સંગઠનના કાર્યકરોનો સહકાર લેવામાં આવશે. તેવી વિગતવાર માહિતી આપી ૧૦ જિલ્લાના જિલ્લા તાલુકા શહેરના સંગઠનના તમામ પદાધિકારીઓની ૧૦૦% હાજરી હતી. સંગઠન ચેરમેન પ્રવિણભાઈએ સંગઠનને મજબુત કરવાની હાંકલ કરી તમામ જિલ્લા તાલુકા ક્ધવીનરોએ ઉમિયા માતાજી ફોટો મંદિર બનાવવાની ખાત્રી આપી સૌ પ્રથમ સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતીજ તાલુકા નનકપૂર ગામમાં ફોટો મંદિર બનાવવાની જાહેરાત થઈ ત્યારબાદ અંદાજીત ૪૧૦ જેટલા ઉમિયા માતાજીના ફોટા મંદિર અને શિખર મંદિરોની જાહેરાતો કરવામાં આવી સંસ્થાના પ્રમુખ મણીભાઈ મમ્મીએ માતાજીમાં શ્રધ્ધા ભકિતમાં વધારો થાય તે માટે આપણે સૌ પ્રયત્ન કરીએ એવી વાત ભાવાત્મક રીતે કરી ત્યારે સૌ ભાવવિભોર થયા આગાર વિધિ ગોવિંદભાઈ પટેલ રાજભોગ કમિટીના ચેરમેને કરી પછી સૌ ભોજન પ્રસાદ લઈ વિખરાયા.

Loading...