દિગ્ગજ નેતાઓએ કર્યો મતાધિકારનો ઉપયોગ

Amit Shah
Amit Shah

આજરોજ વિધાનસભાની સામાન્ય ચૂંટણીના બીજા તબકકાના મતદાનમાં દિગ્ગજ નેતાઓ તેમજ કેન્દ્ર અને રાજયના મંત્રીઓએ મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહી પર્વની ઉજવણી કરી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદના નારણપુરામાં પુત્ર જય શાહ અને પત્ની સાથે મતદાન કર્યું હતું.

તેમજ નડિયાદમાં પંકજ દેસાઈ, દિનશા પટેલે મતદાન કર્યું હતું. ઉપરાંત ઈલેકશન કમિશનર બી.બી.સ્વેન, વડાપ્રધાનના માતા હિરાબા તેમજ સિલજમાં આનંદીબેન પટેલ, અમદાવાદમાં ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા, ગાંધીનગરના વાસંદામાં શંકરસિંહ વાઘેલા, બોરસદમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી, ઘાટલોડીયામાં ભુપેન્દ્ર પટેલ, વેજલપુરમાં નાણામંત્રી અ‚ણ જેટલીએ મતદાન કર્યું હતું.

Loading...