Abtak Media Google News

રૂપલલનાને ભગાડી એક્ટિવા પર આવેલા બે અજાણ્યા શખ્સોએ બળજબરીથી સોનાનો ચેઇન, બે મોબાઇલ અને રોકડ પડાવ્યા

મોરબી મહેન્દ્રનગર વિસ્તારના બે યુવાનને રૂપલલનાએ રાજકોટ બોલાવી હનીટ્રેપમાં ફસાવી રૂ.૯૬ હજારની મત્તા બળજબરીથી પડાવી લીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીના મહેન્દ્રનગર વિસ્તરમાં રહેતા કૌશિક વેલજીભાઇ પાલરીયાએ રાજકોટની નજમા ઉર્ફે નજુ, ધરતી અને બે અજાણ્યા શખ્સ સામે રૂ.૯૬ હજારની મત્તા પડાવ્યાની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છ.

કૌશિક પાલરીયાની પત્ની ગાયત્રીબેનનું બે વર્ષ પહેલાં અવસાન થયું હોવાથી આઠેક માસ પહેલાં રાજકોટની નજમાંના પરિચયમાં આવ્યો હતો. નજમાંને અવાર મળતા ગત તા.૧૯મી માર્ચે નઝમાનો ફોન આવતા પોતાના મિત્ર વિરલ કાંતીલાલ મકવાણાની સાથે જી.જે.૩૬એફ ૨૫૧૪ નંબરની અલ્ટ્રો કાર લઇને રાજકોટ સેકસ માણવા આવ્યા હતા. નઝમાએ ધરતી નામની યુવતીને મોરબી રોડ પર મોકલી હતી તેને કારમાં બેસાડી ભગવતીપરા તરફ બંને યુવાનને લઇ જવામાં આવ્યા હતા.

ભગવતીપરા વોકળા પાસે કાર પહોચી ત્યારે એક્ટિવા પર આવેલા બે અજાણ્યા શખ્સો ઘસી આવ્યા હતા. ધરતીને ભગાડી મુકયા બાદ અહીં શુ કરો છો તેમ કહી અમારી પાણીની મોટર ચોરાઇ છે. તેમાં તમારી સંડોવણી હોવાનું ડરાવી ધમકાવી રૂ.૧.૨૦ લાખ ફોન કરી મગાવવા જણાવ્યું હતી. બંને અજાણ્યા શખ્સોએ બે મોબાઇલ, સોનાનો ચેન અને રોકડ મળી રૂ.૯૬ હજારની મત્તા બળજબરીથી પડાવી લીધાનું ફરિયાદમાં જણાવ્યું છે.બી ડિવિઝન પોલીસ મથકના પી.એસ.આઇ. કૌશિકભાઇ પટેલની ફરિયાદ પરથી નઝમા, ધરતી અને બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.