Abtak Media Google News

ગ્રુપ સી અને ગ્રુપ ડીમાં ૮૯,૪૦૯ જગ્યાઓ પર બમ્પર ભરતી: વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં લેવાશે પરીક્ષા

દેશમાં અવનવી રોજગારીની તકો ઉભી કરવા તરફ સરકારે પ્રયાણ કર્યું હોય તેમ રેલવે વિભાગમાં એક સાથે ૮૯,૦૦૦ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથધરી છે. આજના સમયે રોજગારી વિનાના અને રેલવેમાં નોકરી મેળવવા ઈચ્છુક યુવાઓ માટે એક સુવર્ણ તક મળી છે તો આ સાથે રેલવે રીકવાયરમેન્ટ બોર્ડ આરઆરબીએ ભરતી પ્રક્રિયાના નિયમોમાં ઘણા ફેરફારો પણ કર્યા છે. જેમાં ઉમેદવારની વયમર્યાદામાં બે વર્ષનો વધારો કરી દેવાયો છે.

ભારતીય રેલવેમાં ગ્રુપ ડી અને ગ્રુપ સી માટે ૮૯૦૦૦ જેટલી જગ્યાઓ પર ભરતી બહાર પડાઈ છે. જેમાં ગ્રુપ સીમાં લેવલ ૧ અને ૨ની પોસ્ટ માટે બે વર્ષની વયમર્યાદા વધારી દેવાઈ છે. આ સાથે રીઝવડ કેટેગરી માટે પણ વયમર્યાદા વધારાઈ છે. આ ઉપરાંત, અન્ય એક મોટો નિર્ણય પણ કરાયો છે. જેમાં આ વખતે રેલવેની પરીક્ષા વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં લેવાશે. જેમાં મુલ્યાલમ, તમીલ, કન્નડ, ઓડિયો, તેલુગુ, બંગાળ અને અન્ય ભાષાઓનો સમાવેશ કરાયો છે.

વિવિધ ૮૯,૪૦૯ જગ્યાઓ માટે ઓનલાઈન ફોર્મની પ્રક્રિયા શ‚ થઈ ગઈ છે. ધોરણ ૧૦,૧૨ અથવા આઈટીઆઈ પાસ કરેલા વિદ્યાર્થીઓ રેલવે ભરતી માટે લાયકાત ધરાવે છે. લોકો પાયલોટ, ટેકનીસીયલ, ટ્રેક મેઈનટ્રેનર, પોઈન્ટસ મેન, હેલ્પર, ગેટમેન અને પોર્ટસ સહિતની જગ્યાઓ પર ભરતી થશે. ગ્રુપ સી માટે ધોરણ ૧૦ અને આઈટીઆઈ પાસ કરેલા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે. જયારે ગ્રુપ સીમાં બીજા લેવલની પરીક્ષા માટે ધોરણ ૧૦ પાસ અથવા ડીપ્લોમાં એન્જીનીયરીંગ કરેલું જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.