Abtak Media Google News

કરિયાણાની દુકાને લોટ લેવા ગયેલા યુવાન સાથે ભટકાતા થયેલા ઝઘડાના કારણે છરીનો ઘા ઝીંકી ઢીમઢાળી દીધું’તું: નજરે જોનાર સાહેદે ફરિયાદને સમર્થન આપ્યું

શહેરના છોટુનગરમાં કરિયાણાની દુકાને ભટકાવવા જેવી નજીવી બાબતે પરપ્રાંતિય યુવાનની છાતીમાં છરીનો એક ઘા ઝીંકી હત્યાના ગુનામાં ઝડપાયેલા બે શખ્સો સામેના કેસની સુનાવણી પુરી થતા અદાલતે સાપરાધ મનુષ્ય વધના ગુનામાં તકસીરવાન ઠેરવી બંને શખ્સોને દસ વર્ષની સજા ફટકારી છે.

આ કેસની પ્રાપ્ત વિગત મુજબ ભોમેશ્વરવાડી પાસે શ્રમજીવી સોસાયટીમાં રહેતા સુરજમલ મલખાની અને તેના બનેવી રામનંદ ઉર્ફે નંદુ છોટેલાલ સહાની ગત તા.૨૨-૧૨-૧૩ના રોજ છોટુનગર શેરી નંબર ૧માં આવેલા રિધ્ધી જનરલ સ્ટોરમાં લોટ લેવા ગયા હતા .

ત્યારે સિકંદર ઉર્ફે જોની કાસમ અને ચંદ્રકાંત ઉર્ફે કાળુ નટવરલાલ સાથે ભટકાતા બંને વચ્ચે ઝઘડો થતા સિકંદર ઉર્ફે જોનીએ પોતાની પાસે રહેલી છરીનો એક ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યાની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી હતી.

સિકંદર ઉર્ફે જોની અને ચંદ્રકાંત ઉર્ફે કાળુ સામે કેસની સુનાવણી શ‚ થતા છરીનો એક ઘા માર્યો હોવાથી હત્યાનો ઇરાદો ન હોવાનો બચાવ રજુ કર્યો હતો જ્યારે સરકાર પક્ષે આરોપી પોતાની સાથે છરી રાખતો હોય તે ઝનુની સ્વભાવ ધરાવતો હોવાનું તેમજ બે નજરે જોનાર સાહેદોએ ફરિયાદને સમર્થન આપ્યું હોવાની દલિલ કરી હતી.

અધિક સેશન્શ જજ ડી.ડી.ઠક્કરે બંને સામે આઇપીસી ૩૦રના બદલે ૩૦૪(૨) મુજબ તકસીરવાન ઠેરવી બંને આરોપીને ‚ા.૩-૩ હજારનો દંડ અને દસ-દસ વર્ષની સજાનો હુકમ કર્યો છે. સરકાર પક્ષે બીનલબેન રવેશીયા રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.