બે વાસણ ખખડે છે !

આજે સવારે ઉઠતાવેત આવ્યો અવાજ સેજ,

થયા મનમાં સવાલ અનેક ક્યાંથી આવ્યો અવાજ એજ,

બહાર જતાં જોયું પણ કઈ ખબર ક્યાં પડેજ?

રસોડામાં જઇ જોયું ત્યારે પડી ખબર સેજ,

લાગે છે હવે વાતો કરે છે થાળી અને ચમચી એજ,

કેમ વધી ગઈ આપણી યાદ મનુષ્યોને સેજ,

થાય તને પણ સવાલ મારી જેમ એજ,

હવે સમજાયું મને સમય જતાં સેજ,

આ લોકો અટવાય ગયા ઘરમાં એજ,

હવે દરેક બોલે છે આ ઘરમાં મારે બહાર જવું સેજ,

પણ કોરોનાથી ડરીને અટકી ગયા લોકો એજ,

ત્યારથી નાસ્તા અને આપણી સાથે મિત્રતા સેજ,

થોડી વાર થાય તને બોલાવે સેજ,

થોડી વાર જાય મને યાદ કરે એજ,

કરવું શું? આપણે સવાલ એજ,

પહેલા આપણે હતા કેવા નકામાં એજ,

કોઈ ક્યાં સમય સાથે યાદ કરતાં સેજ,

હવે વારંવાર બસ બોલાવ્યા કરે આપણનેજ,

આપણી કિમત થઈ તેનેજ,

જે કરતાં ક્યારેક આપણો તિરસ્કાર સેજ,

તેને થઈ આપણી મહત્વતા એજ,

કે નથી ચાલતું તેનું જીવન આપણા વગર સેજ,

કારણ વાનગીઓના છે સ્વાદ તેના આપણા થકી એજ,

આપણા વગર તેનું રસોડું લાગે અડધું સેજ,

સારું થયું કોરોનાએ વધારી આપણી ઉપયોગીતા સએજ,

ઘરમાં રહી દરેક વસ્તુની થઈ તેમને કિમત સેજ,

કરવા માંડ્યા લોકો આપણી સાથે સમય જતાં વાત એજ,

તારા વગર ક્યાં ચાલે આ અમારો સંસાર સેજ,

તારી વગર લાગે હવે અમારું ઘર સૂનું એજ,

તું છે તો આજે અમે ઘરે રહીએ માણીએ સ્વાદ અવનવા સેજ,

આભાર તું બન્યો અમારો સાથી એજ,

આજે અમે સમજી શકિયા જીવનમાં તારી મહત્વતા સેજ,

કરી આવી વાતો મે ઊંઘતા ચાલતા રસોડા સુધી અનેક એજ.

Loading...