Abtak Media Google News

શાપર-વેરાવળમાં એસ.આર.ડી.સી.રોડ પર આવેલા ગણેશનગરમાં રહેતો દલપત ભીખાભાઈ ડોડીયા અને મહિપતસિંહ અશોકસિંહ ઝાલા નામના શખ્સોએ તેની ઓરડીમાંવિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમી શાપર પોલીસને મળતા ઓરડીમા દરોડો પાડી વિદેશી દારૂની ૪૧ બોટલ અને એક મોબાઈલ મળી રૂા. ૨૫ હજારના મુદામાલ સાથે દલપત ડોડીયા અને મહિપતસિંહ ઝાલાને શાપર પી.એસ.આઈ. કે.એ.ગોહિલ, હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા, કોન્સ્ટેબલ દુષ્યંતસિંહ રાણા અને યોગીરાજસિંહ જાડેજાએ ઝડપી લીધા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.