Abtak Media Google News

બાઇક લઇને જતાં સુદામડાના વેપારીનું ડમ્પર અડફેટે અને સાયલા આવતા યુવાનના બાઇકને લક્ઝરીએ અડફેટે લીધું

સાયલાના મઢાદથી બે યુવાનો બાઇક લઇને સાયલા આવતા હતા. લઘુશંકા કરવા યુવાને હાઇવે ઉપર બાઇક સાઇડમાં રાખી એક ભાઇ બાઇક ઉપર બેસી રહયો હતો. આ દરમિયાન પુર ઝડપે આવેલા લકઝરીના ચાલકે બાઇક સહિત યુવાનને અડફેટે લેતાં યુવાનનું મોત થયુ હતું. જ્યારે બાઇક લઇને જતા સુદામડાના વેપારીનું પણ ડમ્પરની અડફેટે મોત થય હતું.

સાયલામાં કપચી, મેટલના ટ્રેડીંગના વ્યવસાયમાં સંકળાયેલા નરપતસિંહ ભીખુભા બારડ મઢાદ પાસેના સોમનાથ સ્ટોનમાં કપચીની ખરીદી માટે ગયા હતા. અને સાયલા પરત આવતા સમયે તેમના કાકાના દિકરા મહેન્દ્રસિંહ હેબતસંગભાઇએ સાયલા આવવાનું જણાવતા બન્ને ભાઇઓ બાઇક લઇને રવાના થયા હતા.

મઢાદના પાટીયા પાસે બાઇકચાલક નરપતસિંહે લઘુશંકા માટે બાઇક હાઇવેની સાઇડમાં રાખી ગયા હતા. અને મહેન્દ્રસિંહ બાઇક ઉપર બેસી રહયા હતા. આ દરમિયાન પુર ઝડપે આવેલા લકઝરીના ચાલકે બાઇક સહિત યુવાનને અડફેટે લઇ બાઇક સાથે મહેન્દ્રસિંહને ફંગોળી દઇ લકઝરી ચાલક નાસી છુટયો હતો.

જ્યારે ચોટીલાની સરકારી દવાખાને લઇ જવાતા મહેન્દ્રસિંહને મૃત જાહેર કરતા પરિવારજનો ઉપર આભ તુટી પડયું હતું.સુદામડા રહેતા પ્રભુદાસભાઇ કાશીરામભાઇ બરોલીયા સુરતથી સાડીઓ લાવીને ટીકી, ભરતકામ કરતા હતા. સુરતથી આવેલી સાડીઓ લઇને બાઇક પર પ્રભુદાસ સુદામડા જઇ રહયા હતા.

આ દરમિયાન કેરાળાના રસ્તા પાસે અજાણ્યા ડમ્પર ચાલકે પ્રભુદાસના બાઇકને અડફેટે લઇને રસ્તાની બહાર ફંગોળી નાસી છુટયો હતો. આ ઘટનામાં અમદાવાદ સારવાર દરમિયાન પ્રભુદાસનું મોત થયુ હતું. આ અકસ્માતોના બનાવો અંગે ગુનો નોંધી વધુ તપાસ સાયલા પોલીસ ચલાવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.