Abtak Media Google News

ડ્રેગન સાથે તણાવની વચ્ચે આગામી ૨૬-૨૭મીએ ભારત-અમેરિકાની દ્રીપક્ષીય બેઠક:સંરક્ષણ ક્ષેત્રે મહત્ત્વના કરારો પર હસ્તાક્ષર થશે

પોતાના દેશને સતત વિકાસના માર્ગે વેગવંતુ રાખવા આંતરિકની સાથે સાથે બાહ્ય પરિબળો પણ ખૂબ અગત્યના છે. વિશ્ર્વના તમામ દેશો સાર્વભૌમત્વ ધરાવતા દેશો છે. એટલે કે બધા દેશો આંતરિક સર્વોપરિતા અને બાહ્ય સ્વતંત્રતા ધરાવે છે. કોઈપણ દેશ પોતાના નિર્ણયો પર અન્ય દેશ કે તેના મત પર આધારિત નથી બધા દેશો પોત પોતાની રીતે સર્વોપરી અને સ્વતંત્ર છે. તેમ છતાં વિશ્ર્વના નકશા પર પોતાની આગવી ઓળખ માટે આંતરરાષ્ટ્રીય સંબંધો ખૂબ મહત્વના બન્યા છે. પોતાના દેશના સતત વિકાસ માટે વિશ્ર્વના અન્ય દેશો સાથેના મજબૂત સંબંધો અનિવાર્ય શરત છે. આજ પંથે ભારત આગળ વધી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીનેવિશ્ર્વની મહાસતા ગણાતા દેશ અમેરિકા સાથે ભારતનાં વ્યુહાત્મક સંબંધો છેલ્લા બે દાયકામાં ખૂબ વિકસ્યા છે. હજુ આગામી ૨૬ અને ૨૭મી ઓકટોબરે ભારત અને અમેરિકાની દ્વિપક્ષીય બેઠક મળવાની છે. જેમાં રક્ષા, ઉર્જા અને ટેકનોલોજીને લઈ અતિ મહત્વના કરારો પર હસ્તાંક્ષર થવાના છે. જે ભારત તેમજ યુએસ એમ બંને દેશો માટે લાભદાયી છે. ચીન સાથેનાં તણાવ વચ્ચે અમેરિકા સાથેના આ કરારો ભારત માટે વ્યુહાત્મક દ્રષ્ટિએ ખૂબ અગત્યતા ધરાવે છે. જે ભારતને એશિયાખંડમાં ‘બાહુબલી’ બનાવશે.

ઉલ્લેખનીય છે કે, જેમ ચૂંટણીઓ સમયે મત વિસ્તારોમાં રાજકારણ ગરમાય છે. તેમ આંતરરાષ્ટ્રીય સ્તરે પર દેશી દેશો વચ્ચે રાજકારણ રમાતું જોવા મળે છે. મહાસતા દેશ અમેરિકા અને ભારત વચ્ચે ઘણી સામ્યતા જોવા મળે છે. તો ઘણા દ્રષ્ટિકોણમાં અસમાનતા પણ જોવા મળે છે. આઝાદી સમયથી લઈ વર્ષ ૨૦૦૨ સુધી અમેરિકા સાથેના ભારતનાં સંબંધમાં કોઈ ખાસી એવી પ્રગતિ થઈ ન હતી. એશિયા ખંડમાં પોતાનો પગદંડો જમાવવા સૌપ્રથમ અમેરિકાએ અફઘાનિસ્તાને પોતાનો હાથો બનાવ્યો હતો. નોંધનીય છેકે, અફઘાનિસ્તાન પૂર્વ બાજુથી પાકિસ્તાન, ઉતર-પૂર્વ બાજુથી ભારત અને ચીન તો ઉતરમાં તજાકિસ્તાન, કજાકિસ્તાન જયોર પશ્ર્ચિમમાં ઈરાનથી ઘેરાયેલું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે એશિયાના મહત્વના દેશો સાથે સરહદી સીમાથી જોડાયેલું અફઘાનિસ્તાન એક સમયે અમેરિકા સાથે ઘનિષ્ટતાથી જોડાયેલું હતુ પરંતુ અહી ૧૯૯૬થી તાલીબાનોનું વર્ચસ્વ સ્થપાતા અમેરિકાએ પાછી પાની કરવી પડેલી અફઘાન બાદ અમેરિકાએ પાકિસ્તાન સાથે મળી એશિયામાં પ્રભુત્વ જમવવા પ્રયાસો હાથ ધરેલા તો બીજી બાજુ યુએસ પાકનાં સંબંધો વિરૂધ્ધ ભારતે રશિયા સાથે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવ્યા આ સમય દરમિયાન એશિયામાં ચીને અસાધ્ય પ્રગતિ કરી વિશ્ર્વ આખાને હતપ્રત કરી દીધું હતુ જે હજુ પણ એમ જ છે. ડ્રેગને પાછળ પાડવા અમેરિકા સાથે ભારતનાં સહારા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો આથી યુએસએ ભારત સાથેના સંબંધો વિકસાવી તેને વધુ મજબુતાઈ આપવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું ખાસ વર્ષ ૨૦૦૨થી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.