Abtak Media Google News

હડતાલ બાદ રવિવારની રજા હોય સળંગ ત્રણ દિવસ વહીવટ ઠપ્પ; એટીએમ સહિતની કામગીરી પર અસર થવાથી વેપાર-ઉદ્યોગ ઉપરાંત ગ્રાહકોની મુશ્કેલી વધશે

ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન દ્વારા હડતાલ મુદ્દે જાહેરહિતની કરી હતી અરજી

બેંકીંગ સેવા જીવન જરૂરી વ્યવહાર હોવાથી બેંકના કર્મચારી હડતાલ પાડી ન શકે: ગુજરાત હાઈકાર્ટ

સરકાર અને કેટલીક ખાનગી બેંકોનાં કર્મચારીઓએ પગાર વધારા સહિતની પડતર માંગણીઓ મુદે આજથી બે દિવસ હડતાલ પાડી છે. બે દિવસ બેંકોની હડતાલ ત્યારબાદ રવિવાર આવતો હોય સળંગ ત્રણ દિવસ બંધને પગલે કરોડોનો આર્થિક વ્યવહાર ઠપ્પ થઈ જશે. હડતાલથી એટીએમ સહિતની કામગીરી પર અસર પડવાની હોય અનેક વેપારીઓનો વહીવટ ખોરવાશે.

૯ બેંકોના કર્મચારી યુનિયનના ગ્રુપ યુનાઈટેડ ફોરમ દ્વારા પગાર સહિતની અન્ય માંગણીને લઈને હડતાલનું અલેન અપાયું છે. બેંક કર્મચારીઓ નવેમ્બર ૨૦૧૭ થી પગાર વધારવાની માગણી કરી રહ્યા છે. પરંતુ અત્યાર સુધીમાં ૧૨.૨૫ ટકા વેતન વધારવાની ઓફર કરવામાં આવી છે. જે યુનિયનોને મંજૂર નથી જેન લઈને ૧૦ લાખ જેટલા બેંક કર્મચારીઓ અને અધિકારીઓ આજ અને કાલ એમ બે દિવસ હડતાલ પર રહેશે. હડતાલ બાદ ફરી સરકાર સાથે વાતચીત કરવામાં આવશે. જો ત્યારબાદ પણ કોઈ ઉકેલ નહી આવે તો માર્ચમાં ફરીથી ૩ દિવસ હડતાલ પાડીશું તેવી યુનિયન દ્વારા ચીમકી અપાઈ છે.

બેંકોની હડતાળ મુદે ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન દ્વારા હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટના બે જજની પેનલે આ કેસની સુનાવણી કરી હતી તેમણે જણાવ્યું હતુ કે, હડતાલ અયોગ્ય છે. જાહેર સેવા સાથે સંકળાયેલા બેંકના કર્મચારીઓ હડતાલ પર જઈ ન શકે. તેનાથી ૧૨૦૦ કરોડ જેટલું નુકશાન થાય છે. ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના વકીલ રશ્મિન જાનીએ બેંકના નિયમો અંગે હાઈકોર્ટમાં માહિતી આપી હતી. અને દલીલ કરી હતી કે, બેંકની સેવા ખોરવાતા વેપાર ઉદ્યોગોને નુકશાન થઈ શકે છે.

7537D2F3 18

આ દલીલને ધ્યાનમાં લઈને હાઈકોર્ટ બેંક યુનિયન સામે નારાજગી દર્શાવી છે. અને આ હડતાલ સરકારની પોલીસી વિરૂધ્ધ હોવાનું ગણાવ્યું છે. બેંક સેવા જીવન જરૂરીયાત વ્યવહાર હોવાથી જવાબદાર વ્યકિતઓ સામે શિક્ષાત્મક પગલા લેવાશે તેવું જણાવ્યું હતુ.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે અને કાલે અમે બે દિવસ બેંક કર્મીઓ અગાઉ આપેલા એલાન મુજબ હડતાલ પર ઉતરશે. શુક્ર-શનિ બેંકો બંધ રહેશે તેમજ ત્યારબાદ રવિવાર આવતો હોય કુલ ત્રણ દિવસ બેંકો બંધ રહેતા લાખો કરોડોના વ્યવહારો ખોરવાશે અને ગ્રાહકોને અનેક મુશ્કેલીઓ પડશે.

રાજકોટમાં હડતાલના બંને દિવસ બેંક કર્મચારીઓ એકત્ર થઈ બેંક ઓફ ઈન્ડીયા પાસે દેખાવો અને ઉગ્ર સુત્રોચ્ચારો કરશે. ૧લી ફેબ્રુ. શનિવાર ધરણાની સાથે રેલી પણ યોજાશે અને કલેકટર કચેરીએ જઈને આવેદન પત્ર પણ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.