Abtak Media Google News

કાર, વિદેશી દારૂ મળી રૂ૨.૩૩ લાખના મુદામાલ સાથે બે ઝડપાયા

પંચાયતનગર ચોકમાં અને મોરબી રોડ પરથી પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતી કાર ઝડપી રૂ.૨.૩૩ લાખના મુદામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધા છે.

પોલીસસુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ યુનિવર્સિટી રોડ પર આવેલા પંચાયત ચોકમાં ઉમીયા મોબાઈલ વાળી શેરીમાં ગાર્ડનની પાસેથી બાતમીનાં આધારે રૂ.૨૯ હજારની કિંમતની ૩૨ બોટલ વિદેશી દારૂ સાથે યુનિવર્સિટી પોલીસ મથકના પી.એસ.આઈ. એમ.વી. રબારી સહિતના સ્ટાફે માધાપર ચોકડી નજીક આવેલા ગોલ્ડન પોર્ટીકો એપાર્ટમેન્ટમાં ફલેટ નં. ૮૦૨માં રહેતા જયદીપ મનસુખભાઈ વરસાણી નામના શખ્સો ઝડપી લીધો છે.

જયારે બીજો દરોડો મોરબી રોડ પર આવેલી સીતારામ સોસાયટી શેરી નં.૬માં બાતમી પરથી જી.જે.૩ જે.સી. ૨૦૬૬ નંબરની કારમાંથી ૧૨ બોટલ વિદેશી દારૂ બી.ડીવી. પી.એસ.આઈ. એમ.એમ.ઝાલા સહિતના સ્ટાફે ઝડપી કાર અને વિદેશી દારૂ મળી રૂ૨.૦૪ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. જયારે કારન નંબરના આધારે તપાસ કરતા કાર અને દારૂ મયુરનગર મફતીયાપરામાં રહેતા પ્રવિણ દેવશીભાઈ ગાબુનો હોવાનું ખુલતા તેની ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.