Abtak Media Google News

પોકેટ એપની મદદથી પોલીસે વાહનચોરીનો ભેદ ઉકેલ્યો ટીવીએસ શોરૂમમાં ચોરીની કોશિશની કબૂલાત

હળવદ પોલીસે આજે એક સાથે ચાર – ચાર મોટર સાયકલની ચોરી અને ટીવીએસ શોરૂમમાં ચોરીની કોશિશના ગુન્હાનો ભેદ પોકેટ એપની મદદથી ઉકેલી નાખી બટેકો અને ઈંદર નામના બે પરપ્રાંતિયોની અટકાયત કરી છે.

હળવદમાં બનતા વાહનચોરીના બનાવો અટકાવવા તથા બનેલ ગુના શોધી કાઢવો થઇ આજે પોલીસ ઇન્સપેકટર એમ. આર.સોલંકી દ્વારા  વાહનચોરી થતી હોય તેવા વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા સુચના આપતા કરતા પીએસઆઇ પી.જી. પનારા તથા પો. હેડ કોન્સ. વિજયભાઇ છાચીયા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો ચરાડવા ઓપી વિસ્તારમાં પેટ્રોલીગ હતા તે દરમ્યાન કડીયાણા ત્રણ રસ્તા પાસે આવતા બે ઈસમો મોટર સાયકલ લઈને આવતા અટકાવી પૂછપરછ કરતા સુખરામ ઉર્ફે બટેકો ઉર્ફે ભકરો ધુલશીંગભાઈ ભાવલાભાઈ બામનીયા ઉ.૨૦ રહે.હાલ ચરાડવા ગામની સીમ લાલજીભાઈ પરષોતમભાઈ દલવાડીની વાડીએ તા. હળવદ, મૂળ. રહે. ગરમપાડોલા, અલીરાજપુર, મધ્યપ્રદેશ અને ઈંદર ઉર્ફે અરવિંદ પાનશીંગભાઈ ઉકેલીયાભાઈ પસાયા, ઉ.રર,રહે. કડીયાણા ત્રણ રસ્તાથી માથક જવાના રસ્તા પર બાપા સીતારામની મઢુંલી પાસે આવેલ હસમુખભાઇ દલવાડીની વાડીએ, તા.હળવદ જી.મોરબી મૂળ ૨હે.ગામ અગ્રણ તા.જી.અલીરાપુર મધ્યપ્રદેશ વાળા હોવાનું જણાવેલ અને મો.સા.ના કાગળો બાબતે પૂછતા ગલ્લા તલ્લા કરતા પીએસઆઇ  પી.જી.પનારાએ પોકેટ કોપ એપ્લીકેશનની મદદ સર્ચ કરતા મો.સા. હળવદના ઢવાણાથી ચોરી થયાનું બહાર આવ્યું હતું.

બાદમાં બન્ને શખ્સોની  કડકાઇથી પૂછપરછ કરતા ચરાડવા ગામમાંથી ત્રણ મો.સા. તથા ઢવાણા ગામમાથી એક મોટરસાયકલ ચોરી કરેલ તેમજ હળવદ મા ટીવીએસ શો રૂમમાં ચોરીની કોશિશ કરેલ હોવાની કબુલાત આપતા ચાર મોટર સાયકલ કબજે લેવામાં આવેલ અને હળવદ પોલીસ મથકમાં ગુન્હો નોંધી બન્ને આરોપીઓ અગાઉ અન્ય કોઈ ગુન્હામાં સંડોવાયેલ છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.