Abtak Media Google News

પિપરિયા વિસ્તારની એક કંપનીમાંથી કોપર ચોરી મામલામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર પિપરિયા સ્થિત નેકસજેન ફાઈબર પ્રાઈવેટ લીમીટેડ કંપની લગભગ એક મહિનાથી બંધ પડી છે. બંધ કંપનીમાંથી મોટરના કોપરની ચોરી થઈ હતી. જેની કિંમત એક લાખ રૂપિયા જણાવવામાં આવી હતી.

આ સંદર્ભમાં ૪ એપ્રિલે કંપનીના સુધીર પ્રેમચંદ શર્માને પિપરિયા આઉટ પોસ્ટમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પર પોલીસે આઈપીસીની કલમ ૪૫૪, ૪૫૭ તથા ૩૮૦ અંતર્ગત આ કેસ નોંધીને આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી. મામલાની તપાસ કરતા પીએસઆઈ શશીકુમાર સિંહે બાલી અય્યપ્પા (ઉ.વ.૨૫) અને માલિક શિવાજી સિંદે (ઉ.વ.૨૫)ની ધરપકડ કરી છે. આ બંને મૂળ કર્ણાટક અને મહારાષ્ટ્રના નિવાસી છે અને હાલના સમયમાં સેલવાસના આંબેડકરનગરમાં રહે છે. આ બંન્ને આરોપીઓને પોલીસ ૬ એપ્રિલે કોર્ટમાં રજૂ કરશે.

આ મામલે આગળની તપાસ પીએસઆઈ શશીસિંહ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, શશિસિંહ કર્મનિષ્ઠ અને ઈમાનદાર છબી ધરાવે છે તેના પહેલા તેની પસંદગી દાદરા આઉટ પોસ્ટ પર હતી. જયાં તેઓનું નામ સાંભળતા જ અપરાધીઓને પરસેવો છૂટી જતો હતો. રાશિ સિંહે કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું છે કે તેના વિસ્તારમાં અપરાધના રસ્તા પર ચાલનાર પ્રત્યેક અપરાધીની સફર જેલની કાલકોઠરીમાં પૂરી થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.