Abtak Media Google News

વહીવટી તંત્ર દ્વારા બંને એમ્બ્યુલન્સ જીવદયા સંસ્થાને અર્પણ કરાશે

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેસકોર્સ મેદાન ખાતે ગોરસ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકમેળામાં થયેલી આવકમાંથી વહીવટી તંત્ર દ્વારા બે એનીમલ એમ્બ્યુલન્સ ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ એનીમલ એમ્બ્યુલન્સ ખરીદીને તેને જીવદયા સંસ્થાને સોંપવામાં આવશે.

રેસકોર્સ મેદાન ખાતે વહીવટી તંત્ર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પાંચ દિવસના ગોરસ લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના લોકોએ ઉમટી પડીને પાંચ દિવસ દરમિયાન મેળાની મોજ માણી હતી.

આ લોકમેળામાંથી અંદાજે રૂ.૨.૪૦ કરોડની આવક થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ આવકમાંથી દર વર્ષની જેમ આ વર્ષે પણ વહીવટી તંત્ર દ્વારા સેવાકાર્ય હાથ ધરવાનું અને‚ આયોજન કરવામાં આવ્યું છે.

રૂ.૨.૪૦ કરોડની જે આવક થઈ છે તેમાંથી વહીવટી તંત્ર આગામી દિવસોમાં બે એનીમલ એમ્બ્યુલન્સ ખરીદશે. બાદમાં આ એમ્બ્યુલન્સનો કબજો જીવદયા માટે કામ કરતી સંસ્થાને સોંપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.