Abtak Media Google News

સરપંચની ચૂંટણીના મનદુ:ખનો ખાર રાખી બે પ્રૌઢનું તિક્ષણ હથિયાર વડે ઢીમ ઢાળી દીધુ હતું

કેસની સુનાવણી દરમિયાન એકનું મોત નિપજયુંતુ : ૧૨ શખ્સોનો નિર્દોષ છુટકારો

ઉના તાલુકાનાં સૈયદ રાજપરા ગામે સાડા પાંચ વર્ષ પહેલા સરપંચની ચૂંટણીનાં મનદુ:ખનાં ઝગડઢામાં થયેલી ડબલ મર્ડર કેસમાં બે આરોપીઓને આજીવન કેદ તથા  દંડ એડીશ્નલ સેશન્સ કોર્ટના જજ ત્રિવેદીએ ફટકારતો હુકમ કર્યો છે.

જાણવા મળતી વિગત મુજબ ઉના તાલુકાનાં સૈયદ રાજપરા ગામે ગત તા.૨૧/૬/૨૦૧૫ના રોજ ગ્રામ પંચાયતની  સરપંચની ચૂંટણીમાં દેવીબેન કરશન બાંભણીયા વિજેતા બનેલા તે બાબતના મનદુ:ખ રાખી સૈયદ રાજપરા ગામના રમેશ રણસી રાઠોડ, ભીમારણશી રાઠોડ, નાનુરણશી રાઠોડ સહિત ૧૫ લોકોએ તલવાર, છરી, લોખંડના પાઇપ, લાકડી વતી હુમલો કરી ગંભીર ઇજા કર્યાની ઉના પોલીસમાં દિનેશ કિશનભાઇ બાંભણીએ નોંધાવી હતી. ખૂની હૂમલામાં કિશનભાઇ લાખાભાઇ બાંભણીયા અને ગભરૂભાઇ લાખા બાંભણીયાનું મોત નિપજતાં હત્યાની કલમ લગાડી આરોપીઓની ધરપકડ કરી હતી. આ હુમલામાં દેવીબેન બાંભણીયાને પણ ઇજા થઇ હતી.

ચાજર્શીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી અને કેસ ઉનાની એડીશ્નલ સેશન્સ કોર્ટમાં ચાલેલ હતો. ફરિયાદ પક્ષે સરકારી વકીલ મોહનભાઇ ગોહેલએ ફરિયાદી, સાહેદ, પોલીસ અધિકારી, ડોકટરોની જુબાની લઇ અને એફએસએલ રીપોર્ટ તથા પુરાવા રજુ કરી આરોપીઓને સજા કરવા ધારદાર દલીલો કરી હાઇકોર્ટના ચુકાદા રજુ કર્યા હતાં.

આ કેસ ચાલ્યો તે દરમ્યાન એક આરોપી નાનુ રણશી રાઠોડનું મૃત્યુ થયું હતું. એક આરોપી ની સામે પોલીસે તપાસ દરમ્યાન નામ કમી થયું હતું.

એડીશ્નલ સેશન્સ કોર્ટના જજ ડી.એસ.ત્રિવેદીએ ફરિયાદ પક્ષ તથા આરોપી પક્ષના વકીલોની દલીલો, પુરાવા, ઘ્યાને લઇ રમેશ રણશી રાઠોડ, ભીમા રણશી રાઠોડને આજીવન કેદની સજા અને રૂા.પાંચ-પાંચ હજાર દંડની સજાનો હુકમ કર્યો છે.

જયારે ૧૧ આરોપી સામે ગુનો સાબિત થતો ન હોય શંકાનો લાભ લઇ નિદરેષ છોડી મુકવા હુકમ કરેલ છે. આરોપી પક્ષે વકીલ મધુભાઇ મહેતા, સંજયભાઇ એસ. સ્માર્ત અને એન.જી.વકીલ રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.