Abtak Media Google News

ગુજરાતના ખ્યાતનામ બિલ્ડર્સ મુળજીભાઈ ભીમાણી પરીવાર દ્વારા સમાજનું ઋણ ચુકવવાના પ્રયાસ‚પે અનેકવિધ સેવાકીય, સાંસ્કૃતિક, શૈક્ષણિક, મેડિકલ, ધાર્મિક સંગઠનાત્મક સુપ્રવૃતિઓ કરવામાં આવે છે.

સમગ્ર ભીમાણી પરીવાર દ્વારા શ્રી ઉમા જ્ઞાનયજ્ઞ વિદ્યાપીઠ મોટા રામપર, તા.પડધરી ખાતે સરસ્વતી વંદનાનું અને‚ ધામનું નિર્માણ કરવામાં આવેલ છે જયાં ૨૫૦ જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ સરસ્વતી સાધના કરી રહેલ છે. જેમાંથી કોઈના માતા કે પિતા હૈયાત ન હોય તેને સંસ્થા તરફથી સંપૂર્ણપણે નિ:શુલ્ક વિદ્યાદાન અર્પણ કરવામાં આવે છે.

છેલ્લા ૨૨ વર્ષથી ભીમાણી પરીવાર દ્વારા ઉજવાતી અષાઢી બીજ પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વ.માતુશ્રી કાશીબાની સ્મૃતિમાં રકતદાન શિબિર અને વૃક્ષારોપણ તથા વૃક્ષ વિતરણ કાર્યક્રમો પણ યોજાયા હતા.

સમગ્ર પરીવાર દ્વારા યોજાનાર આ ત્રિવિધિ કાર્યક્રમમાં પરમ પૂજય દેવકૃષ્ણદાસજી સ્વામી તથા પૂ.મહંત હરિપ્રિયદાસજી સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ડો.ડાયાભાઈ ઉકાણી, જેરામભાઈ વાંસજાળીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમનું દિપ પ્રાગટય જયેશભાઈ રાદડિયા, બી.એચ.ઘોડાસરા, મોહનભાઈ કુંડારીયા, પુનમબેન માડમે કર્યું હતું. તેમજ રકતદાન શિબિરનું ઉદઘાટન જયંતીભાઈ કવાડીયા, ચીમનભાઈ સાપરીયા, લલીતભાઈ કગથરા, બ્રિજેશભાઈ મેરજા, હરીભાઈ પટેલે કર્યું હતું.

વૃક્ષારોપણ તથા વૃક્ષ વિતરણ કાર્યક્રમમાં પ્રવિણભાઈ માકડિયા, બાવનજીભાઈ મેતલીયા, કાંતિભાઈ અમૃતિયા, એમ.એસ. એરવાડીયા, એમ.એમ.મુની, અતિથિ વિશેષ તરીકે ગુજરાતના ખ્યાતનામ શિક્ષણવિદો પ્રો.મહેન્દ્રભાઈ પાડલીયા, પ્રો.વિજયભાઈ ભટાસણા, ડો.વલ્લભભાઈ ભેંસદડીયા ઉપસ્થિત રહ્યા હતા. પરમ પૂજય મહંત હરિપ્રિયદાસજી સ્વામીએ વિદ્યાદાનને સૌથી શ્રેષ્ઠ ગણાવી ઉમા જ્ઞાનયજ્ઞ વિદ્યાપીઠ દ્વારા જ‚રીયાતમંદ વિદ્યાર્થીઓને ઉતમ ગુણવતાનું શિક્ષણ મળે તે દિશામાં સતત કાર્યરત રહેવાનો કોલ આપ્યો હતો.

ઉમા જ્ઞાનયજ્ઞ વિદ્યાપીઠ ખાતે યોજાયેલ આ ત્રિવિધ કાર્યક્રમમાં વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ લોકગીત, ઢાલ તલવાર રાસ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કર્યા હતા. શ્રી સ્વામીનારાયણ ગુ‚કુલના વિદ્યાર્થીઓ દ્વારા મણીયારો રાસ કરાયો હતો. રાત્રે સુપ્રસિઘ્ધ સાહિત્યકાર પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત ભીખુદાનભાઈ ગઢવીના લોક ડાયરાનું ભવ્ય આયોજન કરાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.