ર૦ ટકા દર્દીઓ હોસ્પિટલના બિલ ચૂકવવા લોન લે છે

hospital
hospital

ગુજરાતમાં દવા – દારૂનો ખર્ચ સૌથી વધુ: રિપોર્ટ

રોગચારો અને બિમારીઓનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે હોસ્પિટલોનાચ ખર્ચા પણ લોકોના ખિસ્સા ખાલી કરી રહ્યા છે. જેમાં ર૦ ટકા દર્દીઓને દવા-દા‚ના ખર્ચ માટે લોન લેવી પડે છે. કેન્દ્રીય આરોગ્ય બ્યુરોના અભ્યાસ મુજબ ૬૫.૬ ટકા ગરીબો અને ૬૮ ટકા અમીરો પોતાની બચત, અને ઘરવખરી પર દવાના બીલ ચુકવવાં આધારભૂત રહે છે. ત્યારે ર૭ ટકા લોકો દવાના ખર્ચ માટે ઘરની આવક પર આધારીત રહે છે અને ૨૩ ટકા અમીરો દવાખાનાના ખર્ચ માટે લોન ઉપાડે છે. જેમ જેમ તેઓ અમીર થતા જાય છે. તેમનો ઉપાડ ઘટીજાય છે જયારે શહેરી વિસ્તારમાં ગરીબ કે અમીર હોસ્પિટલ માટે ૧ ટકા લોકો દેવું લઇ રહ્યા છે.

ત્યારે પ ટકા લોકોને તેમના મિત્ર અને સગાસંબંધીઓ પાસેથી નકદ મળી રહે છે. તેમના અભ્યાસ પ્રમાણે ગુજરાતમાં સૌથી વધુ હોસ્પિટલ ખર્ચો નોંધાયા છે. આ ઉપરાંત આસામના શહેરોમાં પણ દવા-દા‚ મોંઘાડાટ છે. ગુજરાતમાં કેસ દીઠ અંદાજે ‚ા ૩૨,૫૦૦ નો ખર્ચ થાય છે. ત્યારે આસામમાં કેસ દીઠ ‚ા ૫૨,૩૬૮ નો ખર્ચ થાય તો દિલ્હીમાં તે આંકડો ૭ ગણો વધુ છે. આસામ બાદ ગોવા તેમજ હિમાચલ પ્રદેશમાં પણ દર્દીઓની સારવાર મોંધીડાંટ છે.ફ રસપ્રદ વાત તો એ છે કે આરોગ્ય માટે સૌથી વધુ માથાદીઠ આવક ખર્ચતા રાજયો જેમ કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કેરલ અને જમ્મુ કાશ્મીરમાં દવાનો ખર્ચો સરેરાશ વધુ નથી માટે લોકોને તેમની આવક પ્રમાણે હોસ્પિટલ ખર્ચ પરવડી રહ્યો છે. ત્યારે અમુક રાજયોમાં લોકોને દવાના ખર્ચ માટે ફાંફા પડી રહ્યા છે.

Loading...