Abtak Media Google News

રૂ.૨૨,૭૨૦ની રોકડ જપ્ત

શહેરની ભાગોળે આવેલા નવાગામમાં આવેલી શકિત સોસાયટી અને હુડકો ચોકી પાછળ જુગાર રમતી પાંચ મહિલા સહિત ૧૬ પતાપ્રેમીઓને પોલીસે ઝડપી, જુગાર પટમાંથી રૂા.૨૨,૭૨૦ની રોકડ કબ્જે કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ નવાગામમાં આવેલી શકિત સોસાયટી શેરી નં.૪માં રહેતા ધાર્મિક રાજેશભાઈ જોષી નામનો શખ્સ તેના મકાનમા જુગાર રમાડતો હોવાની બાતમી બી.ડીવીઝન પોલીસને મળતા જુગાર દરોડો પાડી જુગાર રમતા ધાર્મિક જોષી સહિત અજય મુળુભાઈ ગાંધી જેકી કાંતીલાલ મહેતા, સાગર અરૂણભાઈ ટાંક, હાર્દિક રાજુભાઈ રાઠોડ, દિવ્યેશ સંજયભાઈ ટાંક, હેમાત્રી જીવણભાઈ પરમાર, દિપાલીબેન પરેશભાઈ બ્રહ્માણી, સાધનાબેન ભનુભાઈ ગઢીયા, આરતીબેન પ્રશાંતભાઈ સીમેજીયા અને પૂજાબેન જીવણભાઈ પરમાર નામના પતાપ્રેમીઓને ઝડપી લઈ જુગારના પટમાંથી રૂા.૧૨,૫૦૦ની રોકડ જપ્ત કરી છે. જયારે બીજો જુગારનો દરોડો હુડકો ચોકી પાછળ નાળોદાનગરમાં રહેતો જયરાજસિહ ઘનશ્યામસિંહ પરમારના મકાનમાં પાડી જુગટુ રમતા જયરાજસિંહ સહિત સુરપાલસિંહ અશોકસિંહ સરવૈયા જમન બાબુભાઈ મકવાણા અજીત કેશુભાઈ સાગર અને રમેશ માવજીભાઈબોદર નામના શખ્સોને ભકિતનગર પોલીસે રૂા.૧૦,૨૨૦ની રોકડ સાથે ઝડપીલીધા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.