Abtak Media Google News

માર્ચ૨૦૧૭માં ટ્રાય દ્વારા કેબલ ઓપરેટરો દ્વારા લેવામાં આવતી ફિ અંગે શેરીંગ રેશિયો નકકી કરવામાં આવ્યો હતો જેને લઈ ટ્રાયના વિરોધ માટે રાજયના કેબલ ઓપરેટરોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે

ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઈન્ડિયા દ્વારા ટીવી ચેનલોના દરોને લઈ ફોર્મ્યુલા બનાવવામાં આવી છે કે જે પણ ઉપભોકતા જેટલી ચેનલો જોવાની પસંદગી કરશે તેના માટે સબસ્ક્રિપ્શન કરાવવું પડશે. ટેલીવિઝન ઉપભોકતાઓ પહેલા ફુલ થાળી જમતા ત્યારે હવે તેમને દરેક ચેનલ માટે અલગ-અલગ પેકેજ લેવા પડશે જોકે આ ફોર્મ્યુલાની હજી વાતો જ થઈ છે અને તેની અમલવારી થવાથી લોકોને ફાયદો થશે કે નુકસાન આ અંગે સ્પષ્ટતા નથી છતાં લોકો તેમજ કેબલ ઓપરેટરો આ અંગે વિવાદ કરી રહ્યા છે.

કેટલીક ફરિયાદો અને અરજી બાદ રાજયના કેબલ ઓપરેટરો ગુજરાત હાઈકોર્ટે પહોંચ્યા છે. ટ્રાયે કેબલ ઓપરેટરો અને મલ્ટી સિસ્ટમ ઓપરેટરો વચ્ચે પ્રોફીટ શેરીંગ ફોર્મ્યુલાની જાહેરાત કરી હતી. માર્ચ-૨૦૧૭માં ટ્રાયની નોટીફીકેશન અંતર્ગત કેબલ ઓપરેટરો દ્વારા વસુલાતા ચાર્જ અંગે ૫૫:૪૫નો પ્રોફીટ શેરીંગ રેશિયો રાખવામાં આવ્યો હતો.

ત્યારે વિવિધ સ્ટેકહોલ્ડરો સાથે ખાતરી કર્યા બાદ કેન્દ્ર સરકારે આ નિયમની અમલવારી માટે મ્હોર લગાવી હતી. જેનો વિરોધ કરતા રાજયના કેબલ ઓપરેટરોએ ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે.કેબલ ઓપરેટરો કહેવું છે કે, જયારે તેઓ લોકો પાસેથી ફિ વસુલે છે ત્યારે બે ખાનગી પાર્ટીઓ વચ્ચે આપ-લે થાય છે. કેબલ ઓપરેટરોના મત મુજબ સરકાર તેમના પ્રોફીટ શેર અંગે જે ફેરફારો અને નિર્ણયો લઈ રહી છે તે યોગ્ય ન જણાતા તેમને વિરોધ દાખલ કર્યો. 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.