તપસમ્રાટ પૂ.ગુરુદેવ મ.સા.ની ર૧મી પુણ્યતિથિ પવાનોત્સવ તરીકે ઉજવાશે: જૈન સમાજમાં ઉત્સાહ

155

પૂ. ગીરીશમુનિ, પૂ. સુશાંતમુનિ અને પૂ. નમ્રમુનિ તથા સતીવૃંદની પાવન નિશ્રા: ૮મીએ સવારે ગુરુભકિત દર્શન યાત્રા: જય સાધના સામાયિક સ્તવનો તથા નાટિકાના વિવિધ કાર્યક્રમો

 

પૂ. ગુરુદેવ રતિલાલજી મ.સા. ની ર૧મી વાર્ષિક  પુણ્યતિથિ ના પાવન ભિના અવસરે ગાદીપતિ પૂજય ગીરીકમુનિ મ.સા.ના શિષ્ય આત્મદિવાકર પૂ. સુશાંતમુનિ મ.સા. તપસમ્રાટ પૂ. ગુરુદેવ રતિલાલજી મ.સા.ના કૃપાપાત્ર શિષ્ય રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા. એવમ સંપ્રદાય સાઘ્વી સંગમ વરિષ્ઠા પૂ. ગુલાબબાઇ મ. વિશાળ પરિવાર ધારક પૂ. લીલમ ગુરુણીના સુશિષ્યા એવ લધુભગિની આદર્શ યોગીની પૂ. પ્રભાબાઇ મ. તથા રાજકોટના બિરાજતા સર્વે સાઘ્વી રત્નાઓશ્રીની ઉ૫સ્થિતિમાં રતિગુરુ ફાઉન્ડેશન  આયોજીત બૃહદ રાજકોટના સંઘોના ઉપક્રમે તા.૮ ફેબ્રુઆરી શુક્રવારના તપસમ્રાટ તીર્થધામ સમાધી મઘ્યે પાવનોત્સવ તપ જપ ની સાધના આરાધનાથી ઉજવાશે.

પાવનોત્સવ ઉપલક્ષે તા.૮ શુક્રવારના સવારે શાર્પ ૬.૩૦ કલાકે ચૌધરી હાઇસ્કુલના પટાંગણની તપસ્વી ગુરુદેવ અમર રહોના દિવ્ય નાદ સાથે દર્શન પદયાત્રા શરુ થશે જે હોસ્પિટલ ચોક કેસરી હિંદુ પુલ ગીન લેન્ડ ચોકડી થઇ સાત હનુમાન સામે મહાનગર રાજકોટની ભાગોળે આવેલ પાવન અને પવિત્ર તીર્થધામ સમાધી મઘ્યે પહોંચશે. આ પદયાત્રામાં જોડાવવા ઇચ્છુક શ્રઘ્ધાવંત ગુરુભકત ભાઇ-બહેનો એ સવારે ૬.૩૦ પહેલા ચૌધરી હાઇસ્કુલે આવવાનું રહેશે. જેઓ આ પદયાત્રામાં જોડાશે. આ રુટમાં આવતા ગમે તે સ્થળે ૯ સુવર્ણ ગીની અનસુયાબેન નટુભાઇ શેઠ પરિવાર ૯ રજનતી ગીની, વિજયતાબેન માણેકચંદ શેઠ પરિવાર અને ૯ રૂદ્રાક્ષની માળા પારસ પાવન પરમધામ પ્રેરિત લકકી ડ્રોનું કાર્ડ અને બહુમાનનું કવર તથા પલ્લવીબેન લાખાણી તરફથી હુંફાળ દુધ ચા આપવામાં આવે.

વિશેષ માહીતી તથા પાસની જરુરીયાત માટે ચંદ્રકાન્તભાઇ શેઠ મો. ૯૪૨૪૦૪૩૭૬૯ ડોલરભાઇ કોઠારી મો. ૯૮૨૫૩ ૧૭૩૩૩ નો સંપર્ક કરવો.

Loading...