Abtak Media Google News

નર્મદા ડેમમાં જળ સપાટી ઘટી જતા મેઈન કેનાલના પાવર જનરેટર ઠપ્પ: ચોમાસા સુધી ૧૪૫૦ મેગાવોટનો પાવર પ્લાન્ટ બંધ રહેશે

એક તરફ રાજય ઉપર તોળાઈ રહેલા જળ સંકટને ખાળવા માટે સરકાર મામણ કરી રહી છે. ત્યારે બીજી તરફ વીજ કટોકટી ઉભી થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. સરદાર સરોવર નર્મદા નિગમ લીમીટેડના કવાડીયા ડેમ સાઈટ ખાતે પાવર પ્લાન્ટમાં વીજ ઉત્પાદન બંધ ઈ ગયું છે.

ડેમ ખાતે વીજ ઉત્પાદન માટે ૨૦૦ મેગા વોટના છ પમ્પ ટર્બાઈન મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત મેઈન કેનાલમાં પણ ૫૦ મેગા વોટના ૫ કપ્લાન ટર્બાઈન જનરેટર મુકવામાં આવ્યા છે. કાવડીયા ડેમ સાઈટના પાવર પ્લાન્ટની કુલ કેપેસીટી ૧૪૫૦ મેગા વોટની છે. અલબત કેનાલમાં મુકાયેલા ૨ પાવર જનરેટર સદંતર બંધ ઈ જતા પાવર પ્લાન્ટમાં વીજ ઉત્પાદન બંધ ઈ ગયું છે.

સૂત્રો પાસેી મળતી વિગતોનુસાર પાણીની સપાટી ઘટી જવાના કારણે સરકાર ડેડ સ્ટોક વાપરવા માટે મજબૂર ઈ ગઈ છે. મેઈન કેનાલમાં પાણી ભરવા બાયપાસ કેનાલનો ઉપયોગ યો છે. પાણીની સપાટી ૧૧૦ મીટરી ઘટી જવાના કારણે વીજ ઉત્પાદન શકય ની. પરિણામે વીજળી બનાવવાની કામગીરી ચોમાસા સુધી બંધ ઈ છે.

નર્મદાના કેચમેન્ટ એરીયામાં વરસાદનું પ્રમાણ ઓછુ રહેતા ચાલુ વર્ષે ડેમમાં પાણીનો પુરતો જથ્થો ઠલવાયો ન હોવાનું જણાવાય રહ્યું છે. નર્મદામાં પાણીની સપાટી ઘટી જવાથી ગુજરાતમાં અનેક પ્રાંતોમાં પુરતુ પાણી મળી શકશે નહીં તેવી દહેશત છે. સરકારે નર્મદા કંટ્રોલ ઓોરીટીને વધુ પાણી આપવા અરજી કરી હતી.

ત્યારબાદ નર્મદામાંથી પાણીનો વધારાનો જથ્થો આપવાની તૈયારી નર્મદા કંટ્રોલ ઓોરીટીએ બતાવી હતી. જો કે, આ પાણીના બદલામાં મધ્યપ્રદેશને ઉંચુ વળતર ચૂકવવાનું રહેશે. બીજી તરફ પાણીની તંગીની સાથે થસા હવે વીજ કટોકટી પણ ઘેરી બને તેવી દહેશત છે.

સરદાર સરોવર ડેમના કવાડીયા પાવર પ્લાન્ટમાં પાણીની સપાટી નીચી હોવાના કારણે જનરેટર બંધ થઈ જવાથી વીજ ઉત્પાદન બંધ ઈ ગયું છે. આ પાવર પ્લાન્ટ ૧૪૫૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. જેમાંથી ઉત્પન્ન તી વીજળી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતને ૫૭-૨૭-૧૬ના સરેરાશે વહેંચવામાં આવે છે.

અહીં ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારને નર્મદા પ્રોજેકટ પાર્ટનર મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસન પાસેથી રૂ.૬૧૦૦ વસુલવાના બાકી છે. ડિસેમ્બર ૨૦૧૭ સુધીમાં સરકારે મધ્યપ્રદેશ પાસેી ૪૧૧૫ મહારાષ્ટ્ર પાસેી ૧૩૯૧ અને રાજસન પાસેથી ૫૯૪ કરોડ વસુલ્યા હતા. ૨ વર્ષોથી આ રાજયો પાસે લેખીતમાં નાણા વસુલવા નોટીસ અપાઈ હતી. જો કે, હજુ ૬૧૦૦ કરોડ વસુલવાના બાકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.