Abtak Media Google News

રોગચાળો વધે એ પહેલા સંચાલકો, સરકાર જાગે : એન.એસ.યુ.આઇ

સુરેન્દ્રનગર શહેરમાં લોકડાઉન વચ્ચે સરકારના નિયમો વિરુઘ્ધ ટયુશન કલાસ ચાલુ હોવાની જાણ એન.એસ.યુ.આઇ. ને થતાં આ સંગઠને તપાસ કરી અને સંચાલકને નિયમો વિરુઘ્ધ ટયુશન કલાસ ચાલુ ન રાખવા તાકિદ કરી છે.

કોરોના ના લીધે સમગ્ર દેશ માં લોકડાઉન છે અને હવે સુરેન્દ્રનગર જિલ્લા માં પણ કોરોના ની એન્ટ્રી થઈ ગઈ છે તો પણ અમુક ટ્યૂશન વાળા આવા સમયે ક્લાસીસ ચલાવે છે.આની માહિતી સુરેન્દ્રનગર ગજઞઈં મળતા સત્ય શુ છે..? તે જોવા ક્લાસીસ પર ગયેલા ત્યારે ક્લાસીસ શરૂ હતા.કોઈ માસ્ક,ગ્લવસ કે સોશ્યસલ ડિસ્ટિંગ નું પાલન નોહતું થઈ રહ્યું, ત્યારે સવાલ ઉભો થાઈ કે કઈ રીતે આવા ક્લાસીસ ચાલુ છે..? વાલીઓ પણ શુ કરવા પોતાના સંતાનો ને ક્લાસીસ માં મોકલે છે…? અત્યારે કોરોના ના લીધે ધંધા રોજગાર બંધ છે એટલે થોડી આર્થિકમુશ્કેલીઓ પડતી હશે એ વાત સમજીએ છીએ પણ આ યોગ્ય નથી ગજઞઈં નું સંગઠન કોઈ ને હેરાન કરવા નથી માંગતું પણ વિધાર્થીઓ ને હિત ની વાત ઉઠાવની જ હોઈ છે. આથી સંચાલક ને ચેતવણી આપી છે કે હવે સરકાર ના નિયમ બહાર જઈ ને કલાસીસ શરૂ રાખ્યા તો તમારા પર કાર્યવાહી કરવા કલેક્ટરશ્રી ને પોલીસ વિભાગ ને નામ જોગ ફરિયાદ કરશું આ સાથે બીજા કલાસીસ સંચાલકો ને અપીલ કરી છે કે કોરોના બાબતે જાગૃતા દાખવો અને સરકાર ના નિયમો નું પાલન કરો નહીતર તમારી વિરુદ્ધ કાર્યવાહી કરવા ગજઞઈં માંગ કરશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.