Abtak Media Google News

સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા તાલીકાના ચાચકા ગામે જમીન વાવતા ભાગીયા સહીત પાંચ શખ્સોએ ખેડુતને ધમકી આપી જમીન જોતી હોય તો  રૂ સાત લાખની ખંડણી વસુલવાનો પ્રયાસ કર્યાની ફરીયાદ નોંધાવી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચુડાના ચાચકા ગામે જમીન ધરાવતા હાલ અમદાવાદ રહેતા હંસાબેન જીવનભાઇ નામના પરિણીતાએ ચાચકાના રમેશ મગન પટેલ અને ચોકડીના ‚તુ રબારી, પાર્થિક રબારી, પ્રવિણ પરમાર તથા ચુડાના જયેશ રબારી એ ધમકી આપી જમીન સંદર્ભે ખંડણી માંગી હોવાની પોલીસ ફરીયાદ નોંધાવી છે.

પોલીસની પ્રાથમીક તપાસમાં હંસાબેનની ચાચકા ગામે આવેલી જમીન ગામના રમેશ પટેલ વાવેતર કરતો હોય જે અંગે ગત વર્ષના રમેશ પટેલ પાસે પૈસાની ઉઘરાણી કરતા રમેશ પટેલ સહીત પાંચ શખ્સોએ ફરીયાદી મહીલાને કહું કે જમીન જોતી હોય તો રૂ સાત લાખ આવપા જોશે નહી તો જમીનમાં પગ નહી મુકતા તેમ કહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.