Abtak Media Google News

ટ્રમ્પના પ્રવાસને લઇ સરકારની વ્યસ્તતાને ઘ્યાને લઇને નાણામંત્રી નીતિન પટેલ ર૪મીના બદલે ર૬મીએ વિધાનસભામાં બજેટ રજુ કરશે

અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદની મુલાકાતના પગલે ગુજરાત સરકારે મંગળવારે જાહેરાત કરી હતી કે સરકારની વ્યસ્તતાને લઇને રાજય સરકાર બજેટ ૨૦૨૦-૨૧ રજુ કરવાના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે.

હવે સરકાર વિધાનસભામાં ર૬મી ફેબ્રુઆરી બજેટ રજુ કરશે. અગાઉના કાર્યક્રમમાં ગૃહમાં ર૪મી ફેબ્રુઆરીએ બજેટ રજુ કરવાનું નકકી કરવામાં આવ્યું હતું. અમેરીકાના ટ્રમ્પે પ્રસાસને મંગળવારે અમેરીકન પ્રમુખના અમદાવાદ અને નવી દિલ્હીના કાર્યક્રમ માટે ર૪ અને રપ તારીખો  નકકી કરી છે. જેથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતીનભાઇ પટેલ હવે રાજયની વિધાનસભામાં ર૬મી ફેબ્રુઆરીએ બજેટ રજુ કરશે તેમ રાજયકક્ષાના સંસદીય બાબતોના અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

ગુજરાત સરકારે અમેરિકાના રાષ્ટ્રીય પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદની મુલાકાત દરમિયાન શહેરમાં જે જે રસ્તાઓ પરથી ડોનાલ્ડ ટ્રમ્પનો કાફલો રવાના થશે ત્યાં જડબેસલાક સુરક્ષા કવચ તૈનાત કરી દેવામાં આવશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નવી દિલ્હી ખાતે જે નિર્દેશ આપી દીધો હતો કે ભારતની મુલાકાત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ સાબરમતિ રીવર ફ્રન્ટની મુલાકાત લેશે વર્તમાન વૈશ્ર્વિક રાજદ્વારી પરિસ્થિતિને લઇને ડોનાલ્ડ ટ્રમ્પની આ મુલાકાતને ભારે મહત્વની ગણવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.