Abtak Media Google News

ટ્રમ્પે બ્રિટેનમાં પૂર્વ રૂસી જાસુસ પર કેમિકલ એટેક કર્યાનો મામલો

જર્મનીના વિદેશ મંત્રાલયે ચાર રૂસી રાજનૈતિકોની સેટલ કરવાની વાત પર સ્પષ્ટતા કરી કે આ મામલે અન્ય યુરોપીયન દેશોએ પણ રૂસી રાજનૈતિકો પર કાર્યવાહી કરવાની વાત કરી છે.તેને શીત યુધ્ધ અને સોવિયત સંઘની ટકરાર બાદ રશિયાના વિરોધમાંઅમેરિકાએ સૌથી મોટી કાર્યવાહી કહેવાય છે. રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું કે અમેરિકાના આ નિર્ણય પર સ્પષ્ટ થાય છે કે, ઘર્ષણની સ્થિતિ હજુ પણ બંધ થઈ નથી અને બ્રિટેનના વિદેશ મંત્રી બોરિસ જોનસને ટવીટ કરી જણાવ્યું કે આ એક અસાધારણ આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા છે.

યુરોપીયન યુનિયનના નેતાએ ગત સપ્તાહમાં સ્વીકાર્યું હતુ કે દક્ષિણી ઈગ્લેન્ડમાં પૂર્વ રૂસી જાસૂસ સર્ગેઈ સ્ક્રિપલ અને તેની દિકરી પુલિયા પર નર્વ એજન્ટથી હુમલો કરવા પાછળ રશિયાનો હાથ હતો. જોકે રશિયાએ આરોપો સ્વિકારવાથી ઈનકાર કર્યો હતો. આ પૂર્વે અમેરિકાએ કહ્યું હતુકે ૪ માર્ચના રોજ રૂસે ઈગ્લેન્ડમાં એક બ્રિટીશક નાગરીક અને તેની દિકરીને મારવા માટે સૈન્યની શ્રેણીના નર્વ એજન્ટની મદદ લીધી હતી બ્રિટેને આરોપ લગાડયો હતો કે તેને મારવા માટે રૂસે જ નર્વ એજન્ટ બનાવ્યા હતા.

ત્યારબાદ રશિયાએ પોતાના ૨૩ રાજનૈતિકોને હાંકી કાઢયા હતા રૂસ પોતાના પર લાગી રહેલા સતત આક્ષેપો વચ્ચે બ્રિટેનને સબુત હાજર કરવા દબાણ કરી રહ્યું છે. જોકે એમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના ખાનગી સંબંધોને કારણે ૬૦ ડિપ્લોમેટસનો ભોગ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.