Abtak Media Google News

કાશ્મીર મુદ્દે ભારત પર દબાણ લાવવાના

કાશ્મીર મુદ્દે મોદી સરકારના આકરા પગલા બાદ પહેલીવાર અમેરિકન પ્રમુખ ટ્રમ્પે વડાપ્રધાન મોદી સાથે ટેલીફોનિક ચર્ચા કરી

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫-એ હટાવ્યા બાદ ગઈકાલે પ્રમવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાનો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે અડધશે કલાક ટેલીફોનિક વાતચીત કરી હતી. ભારત-અમેરિકા વચ્ચે સહયોગ પર ચર્ચા કરી દરમિયાન પાકિસ્તાનનું નામ લીધા વીના વડાપ્રધાન મોદીએ ટ્રમ્પને સ્પષ્ટપણે જણાવી દીધુ હતું કે, દક્ષિણ એશિયાના કેટલાક નેતાઓ ભડકાઉ ભાષણ આપીને સમગ્ર વિસ્તારનું વાતાવરણ બગાડી રહ્યાં છે. કેટલાક નેતાઓની ભડકાઉ ભાષણબાજી અંગે મોદીની ટિપ્પણી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સામે સ્પષ્ટપણે ઈસારો સમાન હતી. છેલ્લા કેટલાંક દિવસોથી ઈમરાન ખાન મોદી સરકાર અને ભારતની કાર્યવાહી અંગે વાંધાજનક નિવેદનો કરી રહ્યાં છે. વડાપ્રધાન કાર્યાલયની યાદી અનુસાર મોદી અને ટ્રમ્પ વચ્ચે સતત અડધા કલાક સુધી વાતચીત ચાલી હતી. આ ચર્ચા ઉષ્મા અને સોહાર્દ પૂર્ણ વાતાવરણમાં થઈ હતી. જે બન્ને નેતાઓ વચ્ચેના ધનિષ્ઠ સંબંધો દર્શાવે છે. બન્ને નેતાઓએ દ્વિપક્ષીય અને વિવિધ ક્ષેત્રે અનેક મુદ્દાઓ પર વાતચીત થઈ હતી પરંતુ વાતચીતનો મુખ્ય મુદ્દો જમ્મુ-કાશ્મીરની સ્વાયતતાની સમાપ્તી અને પાકિસ્તાનની નેતાગીરીની અવળચંડાઈ પર મુખ્યત્વે રહ્યો હતો. કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબુદી બાદ પ્રમવાર બન્ને નેતાઓ વચ્ચે થથયેલી આ વાતચીત વિશ્વના રાજનૈતિક મંચ ઉપર મહત્વની બની છે. વડાપ્રધાને કાશ્મીરનો મુદ્દો ભારતની આંતરિક બાબત ગણાવીને કેટલાંક નેતાઓ ભડકાઉ ભાષણી વાતાવરણ પ્રદુષિત કરતા હોવાનું જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પ સોની વાતચીતમાં ભારતનો પક્ષ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, સમગ્ર વિસ્તારમાંથી આતંકવાદના ઓછાયા દૂર કરવા અને નિર્ભય વાતાવરણ ઉભુ કરવા માટે જ‚રી કાર્યવાહી કરવા માટે ભારત પ્રતિબદ્ધ છે. બીજી તરફ વ્હાઈટ હાઉસ દ્વારા પ્રસિધ્ધ કરાથયેલી યાદી મુજબ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત-પાકિસ્તાન વચ્ચે ઉભી થયેલી તનાવની પરિસ્થિતિ ઘટાડવા અને સમગ્ર પ્રદેશમાં શાંતિ માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને ઈમરાન ખાન વચ્ચે થયેલી ચર્ચા દરમિયાન ટ્રમ્પે નવીદિલ્હી અને ઈસ્લામા બાદ વચ્ચે વાતચીત થાય તેવો આગ્રહ રાખ્યો હતો. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમુદ કુરેશીએ જણાવ્યું હતું કે, કાશ્મીરના ઘટનાક્રમને લઈને સમગ્ર પ્રદેશમાં શાંતિની બહાલી પર વડાપ્રધાન ખાને ચર્ચા કરી હતી.

ગઈકાલે ઈમરાન ખાને ભારત સરકારને ફાસિસ્ટ, રેસિસ્ટ ગણાવીને અને અણુ હથિયારોના દૂરઉપયોગની આશંકા દર્શાવતી ટ્વીટ કરીને વાતાવરણમાં ચિંતાજનક રીતે તનાવ ઊભો કર્યો હતો. ગયા અઠવાડિયે પાકિસ્તાને કાશ્મીરના મુદ્દે યુનોમાં ઉઠાવવાની પેરવી કરી હતી. તેમાં પણ નિષ્ફળતા મળી હતી. તાજેતરમાં જ યુનોના પાંચ કાયમી સભ્યો, દસ પરાવર્તીત સભ્યો સહિત ૧૫ સભ્યો વચ્ચે થયેલી ચર્ચામાં ચીન અને પાકિસ્તાનના કાશ્મીરના મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત પર દબાણ વધારવાના પ્રયાસો નિર્રક પુરવાર થયા હતા.

જમ્મુ-કાશ્મીરની સ્વાયતતાની સમાપ્તી બાદ ઉભી થયેલી પરિસ્થિતિ અને બદલાયેલા પ્રાદેશિક સમીકરણો દરમિયાન કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાસિંઘ અણુ બોમ્બના પ્રમ ઉપયોગની સંધીની ફેરવિચારણાની જાહેરાત કરીને જણાવ્યું હતું કે, ભારત તેના સર્વભૌમત્વ અને રક્ષણ માટે પોતાના નિર્ણય માટે પોતે સ્વાયત છે. કાશ્મીરની સ્વાયતા પૂર્ણ કરવાની પ્રક્રિયા ભારતની આંતરિક બાબત છે. હવે પાકિસ્તાન સાથે જો વાતચીત શે તો તે માત્રને માત્ર પાક કબ્જાગ્રસ્ત કાશ્મીર અંગે શે. જેના પર ૧૯૪૭ થી પાકિસ્તાને ગેરકાયદેસર રીતે કબ્જો જમાવ્યો છે. વડાપ્રધાન સોની વાતચીતમાં ટ્રમ્પે જો ભારત અને પાકિસ્તાન સહમત થાય તો મધ્યસ્થી માટે તૈયારી દર્શાવી હતી.

ઈમરાન ખાન સોની ચર્ચા બાદ વ્હાઈટ હાઉસે કરેલા નિવેદનમાં કાશ્મીરના મુદ્દાને કેન્દ્રમાં રાખવાની હિમાયત કરી હતી. બીજા દિવસે ભારતે અમેરિકાના મધ્યસ્ની દરખાસ્ત નકારી કાઢી હોવાનું અમેરિકાના ભારતીય રાજદૂત હર્ષવર્ધન સિંઘે સ્પષ્ટ કરી દીધું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે જો બન્ને દેશો સંયુક્ત રીતે સહમત થાય તો અમેરિકા મધ્યસ્થી કરવા તૈયાર હોવાનું જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.