હાર-જીત વચ્ચે ટ્રમ્પકાર્ડ યથાવત

પરિણામો ગમે તે આવે ટ્રમ્પની બીજી ઈનિંગ માટે વ્હાઈટ હાઉસમાં તૈયારીઓનો શરૂ થયો ધમધમાટ

વિશ્ર્વના સૌથી મોટા લોકતાંત્રીક દેશ તરીકે વિશિષ્ટ આભા ધરાવતા અમેરિકાની ચૂંટણીના પરીણામોએ સર્જેલા વિવાદ દિવસે-દિવસે વધુને વધુ ગુંચવાતો જાય છે. સૌપ્રથમવાર અમેરિકાની ચૂંટણી વ્યવસ્થા સામે પ્રશ્ર્નો ઉભા થયા છે. ચૂંટણીની ગેરરીતિનો મામલો અદાલતમાં પહોંચ્યો છે અને પરીણામોના કારણે સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા વિભાજીત રાષ્ટ્ર બની જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. હાર જીત વચ્ચે હજુ અમેરિકામાં ટ્રમ્પ કાર્ડ યથાવત રહ્યું હોય તેમ પરીણામો જો બિડેન તરફ ઝુકાવ રાખી રહ્યાં છે તેમ છતાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન અને સત્તા હસ્તાંતરની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.  સત્તાવાર રીતે અમેરિકાના રાજભવન વ્હાઈટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પની બીજી ઈનીંગના વહીવટી વ્યવસ્થાની તૈયારીઓ શરૂ થઈ હોવાનું વ્હાઈટ હાઉસના સત્તાવાર માધ્યમોએ જાહેર કરી દીધું છે. એક તરફ ચૂંટણીના પરીણામો કાનૂની વિવાદનો મુદ્દો બની ગયો છે. જો બિડનની જીતને કોઈપણ સંજોગોમાં ડોનાલ્ડ ટ્રમ્પે ન સ્વીકારવાની જીદ પકડી રાખી છે. તે વચ્ચે ટ્રમ્પના વેપારીક બાબતોના સલાહકાર પિટર નેવેરોએ જણાવ્યું હતું કે, અમે ટ્રમ્પની બીજી ઈનીંગની વ્હાઈટ હાઉસમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો કે, ટ્રમ્પ અંગે અમેરિકાના માધ્યમોએ જો બિડન વચ્ચેની લડતમાં પરાજીત જાહેર કરી દીધા હતા. ત્રીજી નવેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં જો બિડનને ટ્રમ્પ સામે વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા હતા. અમેરિકામાં આ વખતની ચૂંટણીમાં મોટાપાયે ગેરરીતિ થઈ હોવાની ફરિયાદો હવે ૭ રાજ્યોમાં મતદાનમાં ગેરરીતિ થયાનો આક્ષેપ સમગ્ર વિશ્ર્વ માટે આશ્ર્ચર્યજનક બન્યો હતો.  ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરમાં ૭ રાજ્યોમાં ચૂંટણી ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો કર્યા હતા પરંતુ તેના હજુ કોઈ પુરાવાઓ મળ્યા નથી. ટ્રમ્પ કાર્ડ હજુ યથાવત રહ્યું હોય તેમ પરીણામ ગમે તે આવે હારજીત વચ્ચે પણ ટ્રમ્પ કાર્ડનું વર્ચસ્વ દેખાઈ રહ્યું છે. અમેરિકાના વરિષ્ઠ ફેડરલ અને ચૂંટણી અધિકારીએ ગુરૂવારે સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે, પરીણામોમાં ગેરરીતિ અને મત ગણતરીમાં કોઈ હેકરે ઘાલમેલ કરી હોય તેવા પુરાવાઓ મળ્યા નથી અને બિડનની જીત પર કોઈ સંદેહ નથી.  સત્તાવાર રીતે જાહેર થયેલી આ પરિસ્થિતિ વચ્ચે પણ હજુ ટ્રમ્પ કાર્ડ યથાવત રહ્યું હોય તેમ વ્હાઈટ હાઉસે તો ડોનાલ્ડ ટ્રમ્પી બીજી ઈનીંગની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

Loading...