Abtak Media Google News

પાકિસ્તાનની ‘મજબૂરી’ કે ‘રામ વસ્યા’?

ભારત પ્રવાસ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ બન્ને દેશો વચ્ચે શાંતિ સંધીમાં ચાવીરૂપ ભૂમિકા ભજવવા ઉત્સાહિત : મહાભિયોગ પ્રક્રિયા અને એશિયન મત મેળવવા વિજય હાંસલ કરવા તખ્તો ગોઠવ્યો : સરહદે શાંતિ જાળવવા ઇમરાને મોદીના પાઠ ભણ્યા હોય તેવી ધારણા

ભારત-પાકિસ્તાન વચ્ચેના તનાવભર્યા સંબંધો વિશ્ર્વમાં અનેક વખત વખોડાઈ ચૂકયા છે. બન્ને દેશો વચ્ચે શાંતિ સ્પાય તેવા પ્રયત્નો અનેક વખત ઈ ચૂકયા છે. પરંતુ કાશ્મીર મુદ્દે રાગ આલોપવો અને સરહદ પારના આતંકવાદને પ્રોત્સાહન આપવું તે સહિતના અટકચાળા પાકિસ્તાને વારંવાર કરતા બન્ને દેશ વચ્ચેના સંબંધો ક્યારેય સુધર્યા ન હતા. પરંતુ છેલ્લા ત્રણ મહિનામાં ભારતમાં એક પણ મોટો આતંકી હુમલો યો ની.  બીજી તરફ સરહદ પારના આતંકવાદની નાપાક હરકતો પણ મહદઅંશે બંધ ઈ ગઈ છે. ભારત સો શાંતિ જળવાય તે માટે અમેરિકાને વચ્ચે રહેવાની અપીલ પણ પાકિસ્તાન કરી ચૂકયું છે. આ તમામ ઘટનાક્રમ બન્ને દેશો વચ્ચેની સંધીમાં ભારતના પ્રવાસે આવનાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અગત્યની ભૂમિકા ભજવશે તે તરફ ઈશારો કરી રહ્યો છે.

7537D2F3 9

છેલ્લા ઘણા સમયી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન વચ્ચે મૌન સમજૂતી થઈ હોય તેવુ જણાય રહ્યું છે. બન્ને દેશો વચ્ચે જે મુદ્દે તનાવ રહે છે તે મુદ્દો એટલે કે આતંકવાદનો ખાત્મો કરવા એક ડગલુ પાકિસ્તાન આગળ આવ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને થોડા સમય પહેલા જ કહ્યું હતું કે, ભારત-પાકિસ્તાન વચ્ચે સમાધાન માટે ડોનાલ્ટ ટ્રમ્પ સીવાય કોઈ સક્ષમ નથી. આ સાથે જ પાકિસ્તાને ભારત સોના સંબંધો સુધારવાના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુધારવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવવા માટે ટ્રમ્પને પણ તક સાંપડી છે. થોડા સમયમાં ટ્રમ્પ સામે ઈમ્પીચમેન્ટ હિયરીંગ એટલે કે મહાભિયોગની દરખાસ્ત મુદ્દે પ્રક્રિયા વાની છે. ત્યારે ભારત પ્રવાસ કરીને ટ્રમ્પ અમેરિકામાં પોતાના એશિયન મતદારોને રાજી કરવા માંગે છે. ડોનાલ્ડ ટ્રમ્પને હવે આતંકવાદ કે આઈએસ સામે લડાઈમાં પોતાના તરફી સારૂ પ્રદર્શન દેખાડવું પડે તેવો સમય પાકી ગયો છે. જેથી હવે ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત પ્રવાસ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં શાંતિ લાવે તેવી આશા વૈશ્ર્વિક નેતાઓ વ્યકત કરી રહ્યાં છે.

વર્તમાન સમયે પાકિસ્તાન સો વણસેલા સંબંધો ભારતીય રાજનીતિ માટે નવા સિમાચિન્હો સર કરવા સમાન છે. અત્યાર સુધી પાકિસ્તાન સામે દાખવવામાં આવેલી નરમાસ મુદ્દે ભારતીય રાજકારણીઓ ઉપર પ્રજાએ માછલા ધોયા છે. ભારતીય રાજકારણીઓને નબળા માનવામાં આવ્યા છે. પાકિસ્તાન દ્વારા તી વારંવાર અવળચંડાઈ મુદ્દે મૌન ધારણ કરી કોઈ પગલા ન લેનાર રાજકારણીઓને લોકોએ જાકારો આપ્યો છે. ભારત તરફી પાકિસ્તાન પ્રત્યે કુણુ વલણ દાખવાયું હોવાના દાખલા વારંવાર બન્યા છે પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે. કાશ્મીર કે આતંકવાદના મુદ્દે કોઈ પણ કચાસ પાકિસ્તાન તરફી રાખવામાં આવે તેવું ભારત સાખી શકે તેમ ની. કોઈપણ બાંધછોડ કરવા ભારતની તૈયારી નથી. ભૂતકાળમાં ભારતના તમામ વડાપ્રધાને શાંતિ રાખવા માટે સામેી હા લંબાવ્યો હતો પરંતુ હવે વડાપ્રધાન મોદીનું વલણ અલગ છે. જો પાકિસ્તાન આતંકવાદ બંધ ન કરે તો કોઈપણ જાતની ચર્ચા થશે નહીં તેવું અનેક વખત મોદી સરકાર કહી ચૂકી છે. પરિણામે સમયાંતરે તાં આતંકી હુમલા બંધ થાય છે. કાશ્મીરમાં છુટક આતંકી હુમલા થાય છે પરંતુ સરહદ પારનો આતંકવાદ એકંદરે બંધ થવા તરફ છે.

ફેબ્રુઆરી મહિનામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ભારતના મહેમાન બનવાના છે. ત્યારે તેઓ પાકિસ્તાન સોના સંબંધોની ચર્ચા કરશે તેવું તાજેતરમાં તેમણે આપેલા નિવેદન પરી ફલીત થાય છે. તાજેતરમાં તેમણે કહ્યું હતું કે, હું અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સરહદના પ્રશ્ર્નો અંગે ચર્ચા કરી રહ્યાં છીએ, કાશ્મીર મુદ્દે પણ ચર્ચા થઈ છે. આ મુદ્દે અમે ખુબજ નજીકી ધ્યાન આપી રહ્યાં છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.