ચીનથી આવતું રો-મટીરીયલ સરળતાથી મળતું ન હોય મુશ્કેલી: ડો. નીતીનભાઇ પટેલ

વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા અગમચેતીનાં પગલા રૂપે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનનાં કારણે ભારતમાં વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં કોરોનાથી ઓછી માનવ ખૂવારી થવા પામી છે. પરંતુ વિશાળ વિસ્તારનાં કારણે દેશભરમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન બહાર આવતા રહે છે. જેથી કેન્દ્ર સરકારને લોકડાઉનના સમયગાળામાં ત્રણ વખત વધારો કરવો પડયો છે. વધતા લોકડાઉનના સમયગાળાના કારણે પહેલેથી મંદ પડેલા દેશના અર્થતંત્રને ભારે નુકશાની વેઠવી પડી રહી છે. જેથી કેન્દ્ર સરકારે માંદગીના બિછાને પડેલા અર્થતંત્રને ધબકતુ કરવા શહેરી વિસ્તાર બહારનાં ઔદ્યોગિક એકમોને અમુક શરતોને આધીન ફરીથી પ્રારંભ કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરીના પગલે રાજકોટના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવનારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનના મોટાભાગના ઔદ્યોગિક એકમો ધમધમવા લાગ્યા છે. પરંતુ, લોકડાઉનના કારણે આ ઉદ્યોગોને અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જેની ‘અબતક’ની ટીમ દ્વારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનનું ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટીંગ કરીને સ્થિતિનો કયાસ મેળવ્યો હતો.

એન્ડોક લાઇફકેર પ્રા.લી. ના ડીરેકટર ડો. નીતીનભાઇ પટેલે અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે અત્યારે ફાર્મા ઉઘોગ મેન પાવરના અભાવે પ૦ ટકા સ્ટ્રેન્ગજીથી ચાલી રહ્યો છે. કુરીયર સર્વિસ ચાલુ ન હોવાના બહાર ટેસ્ટીંગ કરાવી શકતા નથી. ઉપરાંત મેનટેન્ટ સર્વિસની પણ સમસ્યા છે. લોકડાઉન પહેલા અમારા ઉઘોગ યોગ્ય રીતે ચાલતો હતો. લોકડાઉન બાદ ચીનથી જે રો-મટીરીયલ આવતા હતા તો આવતા હતા તે સરળતાથી મળતા ન હોય તેની કિંમત વધવાથી સમસ્યા ઉભી થવાની સંભાવના છે.

Loading...