Abtak Media Google News

રમણિક કુંવરબા વૃદ્ધાશ્રમમાં તુલસીના રોપા વાવી તુલસી વન બનાવાયું: વૃધ્ધોને કપડા વિતરણ, મીઠાઈ સાથે ભોજન, સેનેટાઇઝર, માસ્ક, કોરોનાની હોમિયોપેથીક દવા ઘણા વર્ષોથી ઉમદા સેવાકીય પ્રવૃતિ કરતી જાણીતી સંસ્થા લાયન્સ સીલ્વર કલબ, લીયો કલબ પર્યાવરણ પ્રોજેકટ થકી પર્યાવરણની જાળવણી અંતર્ગત કાર્યક્રમો તથા સેવાકીય પ્રવૃતિ લાયન પ્રેસિડેન્ટ રેશમાબેન સોલંકી માર્ગદર્શન હેઠળ અને લીઓ પ્રેક્ષાબેન ગણાત્રાના સંયુકત ઉપક્રમે રમણિકકુવરબા વૃદ્ધાશ્રમમા રહેતા વૃદ્ધોના વરદ હસ્તે તુલસીના ૧૦૦ રોપા વાવી તુલસી વન બનાવવામાં આવ્યુ. આ તકે તમામ વૃધ્ધ વડીલોએ તુલસીના રોપ વાવ્યા. તથા તમામ વૃધ્ધોને કપડા વિતરણ અને પ્રેક્ષાબેન ગણાત્રાના સ્વજન હંસાબેન ધકાણની પુણ્યતિથિ નિમિતે ૭૦ વૃદ્ધાઓને મીસ્ટાન સાથે ભોજન કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૧૦૦ માસ્ક, ૧૦૦ સેનેટાઇઝર, તથા કોરોનાની હોમિયોપેથીક દવા તમામ સ્ટાફને પણ આપવામા આવી હતી. આ તકે વડીલોએ લાયન્સના મેમ્બર સાથે આનંદ કિલ્લોલ કર્યો હતો. અને તમામ મેમ્બરને આશીર્વાદ આપ્યા હતા. આ કાર્યક્રમ મા. લાયન મનમોહનસિંહ નંદા, લીઓ પ્રેસિડેન્ટ વિવેકભાઇ તન્ના, લાયન સિન્હાસાહેબ, લાયન ભાવનાબેન મહેતા, લીઓ પ્રેક્ષબેન ગણાત્ર, એએમએ સેક્રેટરી ત્રિલોચનાકૌર નંદા અને લાયન સોફિયાબેન ઠેબા અને લાયન સિલ્વર પરિવારના મેમ્બર ઉપસ્થિતિ રહ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.