Abtak Media Google News

સાબરિયા, પટેલ અને મકવાણા વચ્ચે સિધી ટકકર

ધ્રાંગધ્રા વિધાનસભાની પેટાચુંટણી માટે ફોર્મ ખેચવાના છેલ્લા દિવસે ૧૧ ઉમેદવારો મેદાનમાં છે ત્યારે દલવાડી સમાજના અગ્રણીએ ફોર્મ પરત ન ખેચતા ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભાની ચુંટણી ભારે રસાકસી ભરી બની જતા ભાજપ-કોન્ગ્રેસની છાવણીમાં દોડધામ મચી ગઇ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ૨૦૧૭માં ભાજપમાં દલવાડી અને કોંગ્રેસમાં કોળી ઉમેદવાર લડયા હતા જેમાં દલવાડીની હાર થઇ હતી.એવામાં કોંગ્રેસના સાબરીયા સિંચાઇ કૌભાંડમાં જેલમાંથી આવ્યા બાદ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં આવતા પેટાચુંટણીમાં કોળી ઉમેદવારને જ ટીકીટ ફાળવાઇ છે.સામે કોંગ્રેસમાં પાટીદાર ઉમેદવાર મેદાનમાં છે અને હિન્દુસ્તાન નિર્માણ દળમાં દલવાડી અગ્રણી લડે છે અને બીજા અપણ ઉમેદવારો હતા.ત્યારે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે બંન્ને પક્ષ તરફથી બીજા ઉમેદવારોને ફોર્મ ખેંચવા માટે દોડધામ ચાલી રહી હતી.

એવામાં પાંચ ફોર્મ પરત ખેચાયા અને ૧૧ ઉમેદવારો મેદાનમાં છે.જેમાં ૩૦ હજાર જેટલા ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભામાં દલવાડી સમાજના મતદારો છે અને ગત ૨૦૧૭ની ચુંટણીમાં ભાજપના દલવાડી ઉમેદવારને ૮૩૦૦૦ જેટલા મતો મળ્યા હતા.ત્યારે દલવાડી સમાજે ટેકો આપેલા ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભાના હિન્દુસ્તાન નિર્માણ દળના ઉમેદવાર ચંદુલાલ મકવાણાએ છેલ્લે ઘડી સુધી ફોર્મ પરત ન ખેચતા ભાજપની છાવણીમાં ભારે દોડધામ મચી ગઇ છે.હાલ ભાજપના સાબરીયા,કોંગ્રેસના દિનેશભાઇ અને હિન્દુસ્તાન દળના ચંદુભાઇ આમ મુખ્ય ત્રણ મુખ્ય જ્ઞાાતીના ઉમેદવારો મેદાનમાં આવતા ત્રિપાંખીયો જંગ ખેલાયો છે.ત્રણ માંથી કોણ મેદાન મારી જાય છે એની સામે સૌની મીટ મંડાયેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.