Abtak Media Google News

Table of Contents

ચીમનકાકા એટલે એક ઋજુ વ્યકિતત્વ: નીતિનભાઈ

001 2

Advertisement

ભાજપ પક્ષનાં આગેવાન નીતિનભાઈ ભારદ્વાજે ચીમનભાઈ શુકલની પુણ્યતિથિ પ્રસંગે અબતક સાથે ઘણીખરી વાતો વાગોળી હતી અને તેમના સાથે જોડાયેલા સંસ્મરણોને પણ વાગોળ્યા હતા. નીતિનભાઈ ભારદ્વાજે જણાવતા કહ્યું હતું કે, ચીમનકાકા એક રૂજુ વ્યકિતત્વ ધરાવતા વ્યકિત હતા. તેઓએ આખું જીવન વકિલાત કરી તેમાંથી મળેલા નાણા રાષ્ટ્ર નિર્માણ અને પક્ષ માટે જ વાપર્યા હતા. હાલ પક્ષનાં નામાંકિત લોકો અને નામાંકિત આગેવાનો પણ ચીમનભાઈ શુકલને પોતાના ગુરૂ માને છે. નીતિનભાઈ ભારદ્વાજનાં જણાવ્યા મુજબ તેઓ કોઈપણ કાર્યકરને પારાવાર મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે દિશામાં હરહંમેશ કાર્યશીલ રહ્યા છે. તેમની નીચે તૈયાર થયેલા રાજકિય આગેવાનો અત્યારનાં ઉચ્ચ ફલક ઉપર તેમનું નામ રોશન કરી રહ્યા છે.

રાષ્ટ્રભાવનાથી નિતરતું વ્યકિતત્વ એટલે સ્વ. ચિમનભાઈ શુકલ: કલ્પકભાઈ  મણિયાર

002

આરએસએસ અને જનસઘના પાયાનું અગ્રગણ્ય નામ એટલે ચેમનભાઈ શુકલ હોવાનું કલ્પકભાઈ મણિયાર સૌરાષ્ટ્રના સાવજ અને રાષ્ટ્રભાવનાથી નિતરતું વ્યકિતત્વા નિડરતાનો પર્યાય અત્યારના કેટલાય આગેવાનોનાં માર્ગદર્શક, મારા પિતાતૂલ્ય ચીમનભાઈને હૃદયથી શ્રધ્ધાંજલી આજના દિવસે તેઓના ઉતમ ગુણોને આપણે જીવનમાં ઉતારીએ તે જ સાચી શ્રદ્ધાંજલી.

જનસંઘની ‘જમાવટ’ ભાઇની એકગ્રતાને આભારી: વિજયભાઇ ભટ્ટ

004

ચીમનભાઇ શુકલની પુણ્ય તિથિ નીમીતે વિજયભાઇ ભટ્ટે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જનસંઘની જમાવટ જે થઇ છે તે ભાઇની એકગ્રતાને કારણે છે તેઓ આરએસએસ અને જનસંઘ માટે એક સાથે કાર્ય કરતા હતા. કોલેજ કાળમાં તેમના ગ્રુપે ગુંડા અને આવારાતત્વનો હાંકી કાઢવાનું કાર્ય કરેલું હતું. વધુંમાં તેઓ જણાવ્યું હતું તેમને નીસ્થા તેમની એકાગ્રતા અને તેમનું પ્રભુત્વ રાજકોટના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબીત થયું હતું. ગુજરાત જે ભાજપનું વર્ચસ્વ સ્થાપીત થયું છે તે માત્રને માત્ર ચીમનભાઇ શુકલને આધીન છે, તથા તેમનું યોગ્ય દાન અનેરું છે. જેની તુલના થઇ શકે તેમ નથી.

ખોટી વાત કરવાની નહીં, સાચી વાત મુકવાની નહીં એવા હતા ચીમનભાઈ : હસુભાઈ દવે

003 3

આ વિશે સ્વ.ચીમનભાઇ શુકલના સાક્ષી એડવોકેટ હસુભાઇ દવેએ અબતક સાથેના વાતચીતમાં જણાવ્યું હતું કે ચીમનભાઇ વિશે જેટલુ બોલીએ તેટલું ઓછું છે. પરંતુ તેમની પરિભાષા આપવી હોય તો કહી શકાય કે સ્પષ્ટ વકતા નીડરતાનું ર્સ્વ શ્રેષ્ઠ ઉદા. ખોટી વાત કરવાની નહીં અને સાચી વાત મુકવાની નહી તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચીમનભાઇ ખુબ લાંબા સમય સુધી રાજકીય ક્ષેત્રમાં રહ્યા પરતુ કયારેય આર્થિક લાભ લેવાની વિચાર માત્ર પણ કર્યો નથી તેનું સર્વશ્રેષ્ઠ ઉદા. છે કે પ્રથમ તેઓ સંઘમાં હતા ત્યારબાદ જનસંઘમાં જોડાયા એ સમય દરમિયાન જો અમદાવાદ સુધીને પ્રવાસ ખેડવાની હોય ત્યારે તેમના સહયોગીને પુછતા કે તમારા ખીસ્સામાં કેટલા રૂપિયા છે તે પ્રમાણે સમજી શકાય કે એ વ્યકિતએ કયારેય પૈસાનો મોહ રાખ્યો નથી. આ ઉપરાંત હસુભાઇએ અનેક વિધ ઉદાહરણ આવ્યા હતા જેમાં તેમણે કહ્યું હતું કે એકવાર એક વ્યકિતએ ચીમનભાઇનો વિરોધ કર્યો હતો તેમજ તેમના વિરુઘ્ધ કાવતરુ રચ્યું હતું. ત્યારે ચીમનભાઇ એ જાહેરમાં કહ્યું હતું કે તમે કહેશો તે સ્થળ પર અને એ સમયે આવવા તૈયાર છું  તમે તૈયાર રહેજો એટલે એ બાબતની તેમની નીડરતા પુરવાર થાય છે. હસુભાઇ દવેએ ચીમનભાઇ સાથેનો હ્રદયસ્પર્શી કિસ્સા વર્ણવતા કહ્યુ હતું કે શ્રીકાંત શ્રીમાળી નામની વ્યકિતને મારી જોડે કોઇપણ લેવા દેવા ન હતા છતા તેમના મામલામાં મનદુખ રાખી તેમણે મારા પિતા નાનાભાઇના પત્ની અને તેમની પુત્રીને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધા હતા. જે સમયે ચીમનભાઇએ કહ્યું હતું કે આરોપીને ફાંસીના માંચડે ચડાવીને જ રહેશું અને સતત પ્રયત્નશીલ રહી આરોપીને ફાંસીની સજા અપાવી હતી. એટલે ટુંકમાં કહ્યું તો નીડરતા, સ્પષ્ટતા અને ખુમારી સભર જીવત જીવનાર વ્યકિત એટલે ચીમનભાઇ શુકલ

દુર્વાસા ઋષિ જેવો ગુસ્સો ધરાવતાકાકાને મારા પ્રત્યે વિશેષ લાગણીહતી: ઉમેશભાઈ

Umesh Rajyaguru

સ્વ. ચીમનભાઈ રાજકીય શિષ્ય એવા પૂર્વ બંદર મંત્રી ઉમેશભાઈ રાજયગૂરૂએ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતુ કે ૧૯૫૧માં ભારતીય મઝદૂર સંઘની સ્થાપના, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્થાપના હોય કે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના પ્રચારક તરીકે કામ કરવાનું હોય ચીમન કાકાએ જ સૌરાષ્ટ્રમાં શરૂઆત કરી હતી. જનસંઘનું કામ તેમને સોપવામાં આવ્યુંં ત્યારે એ સમયના મોટા ગજજાના નેતા ઢેબરભાઈ સામે ખૂબજ સંઘર્ષ કરીને પાર્ટીને ઉભી કરવા મહેનત કરી હતી. ચીમનકાકા એક સાચ્ચા દેશભકત હતા. ભારત માતા માટે જ જીવવાનું અને તેના માટે જ કામ કરવાનું લોખંડી મનોબળ વાળા હતા ૬૭માં જનસંઘમાં પહેલા ધારાસભ્ય તરીકે રાજકોટમાંથી ચૂંટાયા હતા. તેઓ સાચા અર્થમાં ચાણકય હતા એમને મારા જેવા લાખો કાર્યકરોનું ઘડતર કર્યું હતુ.ચીમનકાકાને ગુસ્સો દુર્વાસા ઋષિ જેવો હતો. કાકા કાર્યકર્તાઓને ઓળખતા હતા કાકાના નેતૃત્વમાં ભાજપે ઘણી ચૂંટણીઓ જીતી છે. ચીમનભાઈ શુકલ ન ભૂતો ન ભવિષ્યતી સમાન છે તેમ જણાવીને રાજયગૂરૂએ ઉમેર્યું હતુ કે કુંભાર ઘડો બનાવે તેમ અંદરથી પંપાસે અને બહારથી ટાપલા મારતા હતા એમ તે સૌથી વધારે ગુસ્સો કરતા હતા તેટલી મારા પર લાગણી હતી. કાકાથી બધા ડરતા તો હતા સાથે સાથે આદર પણ કરતા હતા નારી સુરક્ષા સમિતિ ખેડુત હીત રક્ષક સમિતિ એ પણ કાકાનો વિચાર. ચિમન કાકા જયારે ધારાસભા લડયા ત્યારે એક શ્ર્લોગન હતુ ‘અમારો ભાઈ’ કારણ કે બહેનો ને કોઈપણ પ્રશ્ર્ન હોય કાકા હંમેશા લડત લડતા જૂની પેઢીના રાજકીય આગેવાનો સંઘના જૂના સ્વંય સેવકો અમે બધા કાકાને ખૂબજ યાદ કરીએ છીએ.

સામે પક્ષે હોવા છતાં દાદા અને કાકાનાં સંબંધો અતિ સહદયી રહેલા : અશોકભાઈ

Vlcsnap 2020 04 21 11H55M00S278

શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની એ સમયનાં રાજકારણમાં મનોહરસિંહ જાડેજા અને ચિમનભાઈ શુકલ જેવી તાસીર તેઓએ કોઈ પાસે જોયેલ નથી. તેવો નિષ્ઠા અને ખુમારી સાથે કાર્ય કરતા આ બંને નેતાઓની પાર્ટી અલગ છતાં પણ તેવોના સંબંધો પારિવારીક હતા. ૧૯૮૬-૧૯૮૭માં તેવો સામસામે ધારાસભા લડતા હતા ત્યારે ડોર ટુ ડોર પ્રચાર કરતા અને તે સમયે દાદા પોતે કાકાના ઘરે ગયેલા અને મધુકાકીએ તેમને તિલક કરીને પણ વધાવ્યા હતા. આ ગરિમા હતી. તે સમયનાં રાજકારણની આ ઉપરાંત દાદાબાપુ અને ચિમનકાકાનાં વ્યકિતત્વની સામ્યતા એ હતી કે બંને નિષ્ઠાવાન અને લડાયક નેતાઓ હતા. સાથો સાથ તેઓએ ચિમનકાકાની યાદગીરી વાગોળતા જણાવ્યું હતું કે, કાકાએ કયારેય પણ પ્રાઈવેટ ઉદઘાટન નથી કર્યા પરંતુ અશોકભાઈનાં આમંત્રણને માન આપી તેઓએ તેમની હોટેલનું ઉદઘાટન કરેલું. આ ઉપરાંત ૧૯૯૩-૧૯૯૪માં કોંગ્રેસની એક માત્ર સીટ લાધાભાઈ પટેલ, કોંગ્રેસનાં કોઈ સંસદ સભ્યો પણ ન હતા તેવા સમયે ભગવતીપરાની ગાંધી સ્મૃતિ સોસાયટીમાં પાણીનો પ્રશ્ર્ન ઉદભવ્યો ત્યારે તે વિસ્તાર સુચિત હતો તેથી ૮૦-૨૦ હતું અને તે સમયે કોર્પોરેશન ૮૦-૨૦ સિવાય કામ ન કરતું તેથી લોકોને પૈસા એકત્ર કરવા કહ્યું ત્યારે જોગાનું જોગ ગાંધી સ્મૃતિનાં લોકો પૈસા એકત્ર કરી લાધાભાઈની ઓફિસ ગયા અને અશોકભાઈ પણ ત્યાં પહોંચ્યા ત્યારે તે લોકોની વાત સાંભળીને અશોકભાઈ ચિમનકાકા પાસે ગયા અને ચિમનકાકાએ એ પાણી પ્રશ્ર્ન મુદ્દે તેઓએ કોરો કાગળ લખી કહ્યું કે, જેટલી ગ્રાન્ટ જોઈએ તે લઈ લેજે. હું આયોજન અધિકારીને ફોન કરી દવ છું ત્યારબાદ અશોકભાઈએ ગાંધી સ્મૃતિની ત્રણેય શેરીમાં પાણીની પાઈપલાઈન નખાવી જેનો ખર્ચ ૩,૭૫,૦૦૦ થયો ત્યારે પાઈપલાઈનનાં ખાતમુહૂર્ત માટે કાકાને કહ્યું પરંતુ તેમને ના પાડી અને અશોકભાઈને જ મુહૂર્ત કરવા માટે કહ્યું. કાકા ભાજપમાં અશોકભાઈ કોંગ્રેસમાં છતાં તેમની ગ્રાન્ટનું ખાતમુહૂર્ત અશોકભાઈએ કહ્યું કાકા હાલ શારીરિક આપણી વચ્ચે નથી પરંતુ તેમની કામ કરવાની છટા અને તેમના જેવું વ્યકિતત્વ હાલમાં જોવા નહીં મળે. કાકાએ નિસ્વાર્થભાવે પરોપકારી જીવન વિતાવ્યું છે.

આજે  હું જે કઈ છું તે ત્રિપુટી ચીમનકાકા, પ્રવિણકાકા અને વજુભાઈને લઈને: ગુણવંતભાઈ

Vlcsnap 2020 04 21 13H18M03S161

ગુણવંતભાઇ ડેલાવાળાએ અબતક સાથેની વાતચિંતમાં જણાવ્યુ કે, ચિમનભાઇ તેવો માટે માર્ગદર્શન હતા. ૧૯૬૦થી ડેલાવાળા પરિવાર, ભદયપરિવાર, મણીયાર પરિવાર અને શુકલ પરિવાર, દોશી પરિવારોનો જનસંઘ સાથેનો નાતો રહ્યો છે. ચિમનભચાઇ શુકલ, કેશુભાઇ પટેલ,  પ્રવિણભાઇ મણીયાર અને વજુભાઇ વાળાની ટિમ હતી. જેવો સમગ્ર ગુજરાતને નેત્રત્વ પુરૂ પાડતા. ખાસતો રાજકોટમાં જયંતીભાઇ ગોંડલીયાનો દબદબો હતો. તેની સામે કોઇ ચુંટણી જીતતું નહિ..

તે સમયે ચિમનભાઇએ ગુણવંતભાઇને ચુંટણી લાડવા કહ્યું. ૧૯૭૯માં જનસંઘે તેમને ટિકીટ આપી. ત્યારે ગુણવંતભાઇના પપ્પાએ વિરૂધ્ધ કર્યો રાજકારણમાં જવા અંગે ત્યારે ચિંમનભાઇ અને પ્રવિણભાઇએ તેમના પિતાને સમજવા પરંતુ તેવો ન માન્યા અને ટિકીટ પાછી આપી દીધી. હંમેશા જનસંઘના કોઇપણ વ્યકિત હોય તે ડેલાવાળા પરિવારના ઘરે જ જમાવાનું રાખતા. ખાસતો કાકાની ઢેબરચોકમાં સભા થતી ત્યારે લોકો કાકાને સાંભળવા તલ પાપડ થતા કારણ કે તેવો બે ઘડક સત્ય બોલતા. તેવોના કોઇપણ કાર્યમાં કાકા પુરા સહકારી રહેતા સરગમ કલબનો આગળ વધારવા કાકાની મોટી ભુમિકા છે. વજુભાઇ વાળા, પ્રવિણભાળ મણિયાર અને ચિમનભાઇ શુકલની એક ત્રિપુટી હતી જે સમગ્ર ગુજરાતના વહીવટ કરતા આજે જો કાકા હયાત હોત તો તેમનું માર્ગદર્શન આપણને ઘણુ આગળ લઇ જાત. ખાસતો કાકાનો એક સંદેશો કાકાને હતો કે હંમેશા સત્ય નિષ્ઠા સાથે કામ કરવુ અને કયાંય પણ કોઇ વસ્તુ અટકે તો તું મને કહે જે. ઉપરાંત આપણે પાર્ટીમાં કામ કરવા આવીએ છીએ હોદા લેવા નહી. આજે પણ તેવો કાકાનાં સિધ્ધાંત પર ચાલી રહ્યા છે. સાથે ગુણવંતભાઇને જયારે આખર પકા આવેલા ત્યારે તેવો બધુ જ મુકી તેમનાં ખબર અંતર પુછતા ઉપરાંત વજુભાઇ વિશે જણાવ્યુ કે ગુણવંતભાઇને તમામ લોકો વજુભાઇના હનુમાન તરીકે ઓળખતા વજુભાઇ પણ નિષ્ઠાવાન હતા. કાકા અને વજુભાઇ બન્ને સિધ્ધાંતવાદી છે. પાર્ટી માટે કાર્ય કરવા તેવો હંમેશા તત્પર રહેતા. તેવા હજુ આપણી વચ્ચે સિધ્ધાંતોથી હયાત છે.

કાકાના જાહેર જીવનનો અંક અંશ હાલના નેતાઓ અપનાવે તો પણ પ્રગતિ કરી શકે: કમલેશભાઇ શાહ

Kamlesh Shah

શહેરના જાણીતા એડવોકેટ કમલેશભાઇ શાહે અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે ફકત કાકા શબ્દ કહેવાય એટલે નાનામાં નાના બાળકને ખ્યાલ આવે કે આ ચીમનભાઇ માટેની વાત છે. એમની કારકીર્દી એકદમ મઘ્યાહને હતી ત્યારે અમે બાળકો હતા. કાકાના મારા એડવોકેટ પિતા સાથે ખુબ સારો સંબધો હતા. વર્ષ ૭૬માં જયારે કટોકટી આવી ત્યારે કાકા મીસા હેઠળ જેલમાં ગયા હતા તે યાદ છે કોર્પોરેશનના એક કોર્પોરેટરના પક્ષપલટા પ્રશ્ર્ને કાકા ર૧ દિવસ ત્રિકોણબાગ ખાતે ઉપવાસમાં બેઠા હતા. જેનાથી કાકા પ્રતિભાની અંગેની માહીતી મળે છે. સાંસદ ધારાસભ્ય તરીકે પણ ખુબ સારા કામ કર્યા છે જેઓ સ્પષ્ટ વકતા, શિસ્તના આગ્રહી અને નિડર વ્યકિતત્વ ધરાવતા હતા. કાકાના પુત્રોમાં એમના આજ ગુણો આવ્યા છે.

કાકાને ખબર પડે કે કોઇ વકીલને પ્રશ્ર્ન ઉદભવ્યો છે તો કોઇને કહ્યા વગર એકલા લડયા છે.  એક વ્યકિતને પોલીસ દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવ્યો હતો. ત્યારે કાકા પોલીસ કમિશ્નર સમક્ષ રજુઆત લઇને ગયા હતા. વકીલ સાથે ખરાબ વર્તન કરનારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાવ્યા હતા.

કાકામાં નિડરતા અને બધા માટે પોતાના પણું હતું. આ વ્યકિતને કોઇ દિવસ કોઇ ભુલી ના શકે પક્ષ માટે એમણે ખુબ ભોગ આપ્યો છે.આર.એસ.એસ. ના સ્વયંસેવક એમાંથી નેતા બન્યા નથી. એમનો એક અંશ પણ આજના કોઇ રાજકારણી સ્વીકારે તો આપણે ખુબ પ્રગતિ કરી શકીએ.

રાજનીતિની પાઠશાલા એટલે ચીમન કાકા: કમલેશ જોષીપૂરા

Vlcsnap 2020 04 21 13H17M54S82

અબતક સાથેની વાતચિત દરમિયાન કમલેશભાઇ જોશીપૂરાએ જણાવ્યું હતું કે અમારા મુરબી ચીમનભાઇ શુકલ ગુજરાતમાં જનસંઘના સ્થાપકો પૈકીના એક અત્યંત આદરણીય વડીલ માત્ર રાજકોટ કે ગુજરાત જ નહી પરંતુ રાષ્ટીય સ્તરે સ્વ. અટલજી, અડવાણીજી આ બધાને માટે ખુબ જ સન્માન, આદર સ્નેહભાવ હતો. એવું કહેવાય છે કે ગુજરાત જનસંઘના પ્રથમ ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભામાં જે પ્રવેશ થયો. ૧૯૬૭ની સાલમાં રાજકોટ વિધાનસભા બેઠક પર અને જનસંઘનો પ્રથમ પ્રવેશ થયો. તેઓ જનસંઘના અત્યંત પ્રતિશનીત સ્વંયસેવક હતા. સાચી વાતમાં સાથે ઝાંટકીને વિનાવિલંબ કહી દેનાર વ્યક્તિ રાજનૈતિક ક્ષેત્રમાં લોખંડી મનોબળ સાથે સંપૂર્ણ આત્મવિશ્ર્વાસથી ભરપૂર અને કોઇપણ અમરબંધીને સાચુ કહેવામાં શેક શરમ નહી રાખનાર ચીમનભાઇ જાહેર જીવનનું જનસંઘ પરિવારનું અને રાજનૈતિક ક્ષેત્રનું મહામુલ્ય રત્ન આપણે કહી શકાય. મારા જેવા અનેક કાર્યકતાઓના ઘડતરમાં તેમનો સિંહ ફાળો રહેલો છે. ખાસ કરીને યુવાવયમાં  જાહેરજીવનમાં પ્રવેશનાર વ્યક્તિની પરેકજ કયા પ્રકારના હોય શકે. આચાર વિચાર વાણી વ્યવહાર વર્તન કેવા હોવા જોઇએ. તેઓ ખુબ જ સારી રીતે સમજતા.

તેઓનો એક પૂચલિત શખ્દ અને તેઓ કહેતા કે છાપાવાળા સાથે સંબંધો રાખો ખૂબ જ સારી વાત છાપાવાળાને પોતાના ગમા-અણગમાનો આપણે ધ્યાન રાખવું જોઇએ. મુશ્કેલીને પણ સમજાવી જોઇએ.

કયારેક તેઓ કડવી વાત કહી દે તેઓને સ્હેન, પ્રેમ, આદરને ભૂલી શકાય નહી. કાર્યકર્તાઓ માટે અત્યંત ચીંતીત એમનું કહી શકાય કે કાળી રાત્રેપણ કાર્યકર્તાને જરૂર પડે તો સ્કૂટર લઇને નીકળી જનાર કોઇને સાથે લીધા વગર.

ચીમનભાઇ એક વિરલ રાજનૈતિક વ્યકિત હતા. શુકલ પરિવારના એક મોભી ચીમનભાઇ એક બાહોશ ધારાશાસ્ત્રી હતો ફોજદારી ન્યાયના ક્ષેત્રે તેમની પ્રતિષ્ઠા, આવડત, સુઝબુઝ હતી પરંતુ પ્રેકટીસ સાથે પણ સંગઠનને જનસંઘ, ભાજપને પ્રાધાન્ય આપેલું.

ચીમનભાઇ પાસે એક સમૂધ્ધ વાંચન લાઇબ્રેરી હતી. ઔતિહાસીક વાંચન, રાજકીય સુઝબુઝ અને રાજનૈતિક વ્યુકરચનાના સંદર્ભમાં કદાચ આ પ્રકારના વ્યક્તિ ઓછા જોવા મળે છે.

શિખ્યાં છે જાહેર સમારોહમાં કેમ પેસ આવવું વાણી પિવહાર, વિનામૃતા કેવી હોવી. તે બધુ તેમની પાસેથી શિખ્યો છું. દેશના કેટલા ભાગોમાં તેમની આગેવાનીમાં વિવિધ રાજયની ચૂંટણીમાં કામ કરવા જવાની તક મળી વિકટ પરિસ્થિતીમાં તમે વિચલિત કેમ ન થાવ બધી જ વસ્તુઓ તમારી સામે હોય. મુશ્કેલી, તકલીફમાં હોય શું થશે ત્યારે ચેહરાને એક ભાવ વિમલીન ન થવો. આ બાબત તેમણે મને શિખવાડી છે. અને મારા જેવા કાર્યકર્તાઓને પણ શિખવી છે. અમારા જેવા ઘણા કાર્યકર્તાઓને તેમણે પ્રેરણા આપી છે. મેં કયારેય તેમની પાસે નિરાસાભરી વાતો સાંભળી નથી તેમનો જુસ્સો, ઉમંગ, ઉત્સાહ નૈતિક હિંમત ઉદાહરણ છે.

વધુમાં વાત કરું તો વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા તરીકેની જવાબદારી પૂર્ણ થયા બાદ રાજકોટમાં ખાસ કરીને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી, તત્કાલીન જનતા મોરચો, જનસંઘમાં નિવસત થયા તો વિદ્યાર્થી પરિષદનો જવાબદારીમાંથી પૂર્ણ સમગ થયો પછી કદાચ આ ક્ષેત્રમાં કામ કરવાની તફ મળી અને હું ચોકકસ કહી શકીશ. કે સાર્વજીનીક જીવનમાં વ્યકિતએ કેવી રીતે રહેવું તેના પાઠ મેં વ્યક્તિગત રીતે તેમની પાસેથી તેઓ જયારે રાજકોટ સૌરાષ્ટ્રનું નેતૃત્વ કરતાં ત્યારે તેઓએ મને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે ૧૯૯૦ની સાલમાં તક આપવામાં આવી. તેથી તેમની પાસેથી મને શિખવાનું ખૂબ જ મળ્યું છે. તેઓ મારા માર્ગદર્શન જ નહી પરંતુ પથ પ્રદર્શક રહેલા છે. હું ઘણી જગ્યાએ વ્યક્તિગત રીતે સાક્ષી રહ્યો છું કે જયાં સમાધાન નથી કરવાનું પધ્યતિ સાથે સમાધાન નથી કરવાનું કોઇ વ્યક્તિ પક્ષમાં પ્રવેશ ટીકીટ વગેરે બાબત માટે આવે ત્યારે સોય ઝાટકીને અભીપ્રાય આપે.

બાંધછોડ નહી જ કરવી જોઇએ તેનો હઠાગ્રહ દુરગ્રહ કદાચ એમ કહી શકાય. કે આ તેમની એક સિધ્યાંત પ્રિયતા હતી. અને પાર્ટી માટેની પ્રતિબંધતા હતી.

કદાચ વાત કોઇક ને કડવી લાગે આકરી લાગે તેઓને સ્વભાવ તે જ, પરંતુ સત્ય અને સાચી વાત કહેવી અને સિધ્યાંતો સાથે બાંધછોડ નહી કરવી અને તેઓએ જનસંઘની ક્ષેણી બનાવી વટવૃક્ષ બનાવી ભારતીય જનતા પાર્ટી માટે અને રાજકોટનું તેઓ ગૌરવ રહ્યા છે અને આજે પણ લોકો તેમને યાદ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.