Abtak Media Google News

વિશ્ર્વ ભાઈચારા દિન નિમિતે અનેક લોકો જોડાશે: આયોજકો ‘અબતક’ની મુલાકાતે

નવરંગ નેચર કલબ તથા સત્યપ્રકાશ પરિવારના સંયુકત ઉપક્રમે વિશ્ર્વ ભાઈચારા દિવસ નિમિતે રવિવારે પાંચ કિમીની અનેરી પ્રકૃતિ યાત્રા યોજાશે. યાત્રા ઈશ્ર્વરીયા મહાદેવ મંદિરેથી સવારે ૭ કલાકે નિકળશે અને બપોરે ૧ કલાકે પરત ફરશે. આ કાર્યક્રમની વિગતો આપવા નવરંગ નેચર કલબના વી.ડી.બાલા તેમજ અર્જુનભાઈ ડાંગર, પિયુષભાઈ રાઠોડ, નરેશભાઈ નકુમ, હર્ષદભાઈ પટેલ અને દિવ્યાંશભાઈ કુગશિયા ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.

પ્રકૃતિનો અનેરો આનંદ માણવા તા.૬ને રવિવારે એક ૫ કિ.મીની પદયાત્રાનું આયોજન કરેલ છે. આ પ્રકૃતિ પદ યાત્રા ૨૦૧૪થી દર વર્ષે ઓગસ્ટના પહેલા રવિવારે વિશ્ર્વ ભાઈચારા દિને યોજાય છે. રાજકોટના પ્રબુદ્ધ અને પર્યાવરણ પ્રેમી તથા યુવા ભાઈ-બહેનો તેમાં હોંશેહોંશે જોડાય છે. આ પદયાત્રા શહેરી જીવનથી કંટાળેલા લોકો માટે અને પ્રકૃતિને આત્મસાત કરવા ઈચ્છતા જાગૃત પર્યાવરણ પ્રેમી લોકો માટે અનેરી તક છે.  આ પદયાત્રા દુર્લભ વનસ્પતિઓ-વિવિધ પ્રજાતિના વૃક્ષો- ઉભરાતા કુવાઓ-હરણની જાત-કંટકવનના મધુર અવાજવાળા પક્ષીઓ તથા જળકાઠાના ઘોઘરા અવાજવાળા પક્ષીઓ જોવા મળશે. સત્યપ્રકાશ ઉપવન ખાતે ભાઈઓ અને બહેનો માટે અલગ-અલગ સ્વિમીંગની વ્યવસ્થા કરેલ છે. ઉપરાંત વિવિધ રમતો અને રાસ-ગરબા તથા પોતાના ઘરેથી જ‚રીયાત મુજબ સાથે લાવેલ સાત્વીક અને પૌષ્ટીક વનભોજનો લ્હાવ માણી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.