Abtak Media Google News

રાજકોટમાં ત્રિકોણબાગ ખાતે પ૦૦થી વધુ ટ્રાન્સપોર્ટરો ભેગા થયા: મૌન રેલી કાઢી કલેકટરને આવેદન

રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ટ્રક ટ્રાન્સપોર્ટરનો આજે ચોથા દિવસે પણ સજજડ હડતાલ રહી છે. આજરોજ ૧૧ વાગ્યે ગાંધી ચિંઘ્યા માર્ગે ત્રિકોણબાગથી જીલ્લા કલેકટર કચેરી સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ૦૦ થી વધુ ટ્રાન્સપોર્ટરો જોડાશે રેલી બાદ જીલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આથી ડીઝલના ભાવમાં ઉતરોતર થઇ રહેલો ભાવ વધારો નિયંત્રિત કરવા સહિતના મુદા રજુ કરવામાં આવશે. આજે જો નિરાકરણ નહી આવે તો આવતીકાલથી રાજકોટ સહીત સૌરાષ્ટભરમાં રસ્તા રોકો આંદોલન કરી ચકકાજામ કરવામાં આવશે.

સમગ્ર દેશમાં ટ્રક ટ્રાન્સપોર્ટ ઉઘોગની હડતાલનો ર૦મી જુલાઇથી પ્રારંભ થયો છે. ગઇકાલે રાજકોટમાં ટ્રક હડતાલ સંદર્ભે જુદા જુદા સ્થળો  પર ચકકાજામ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

રવિવારના હિસાબે રાજકોટને જોડતા હાઇ-વે ઉપર આંદોલનકારીઓ દ્વારા છાવણી ઉભી કરવામાં આવી હતી અને હાઇ-વે પર નહીવત ટ્રકો જોવા મળ્યા હતા.

ટ્રક  હડતાલ શરુ થતાં રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની હરરાજી બંધ કરવામાં આવી છે અને જો હડતાલ આગામી દિવસોમાં પણ યથાવત રહેશે તો દુર તેમજ લીલા શાકભાજીની પણ હરાજી બંધ કરી દેવામાં આવશે તેવો સંકેતો મળી રહ્યાં છે.

રાજકોટ ગુડસ ટ્રાન્સપોર્ટ એસોસીએશનના જણાવ્યા મુજબ આજરોજ સવારે ૧૧ વાગ્યે ટ્રાન્સપોર્ટના ધંધાથીઓ માંગણીઓ દર્શાવતા બેનર અને પ્લે કાર્ડ સાથે ત્રિકોણબાગથી મૌન રેલી કાઢશે આ રેલી જીલ્લા કલેકટર કચેરીએ પહોંચી આવેદન પત્ર આપશે જેમાં ડીઝલના ભાવ સમાંતર રાખવા, ટોલટેકસ રદ કરવા સહીતના પ્રશ્ર્નોને ઉકેલવા માંગણી કરાશે. અલબત ઉકેલ નહી આવે તો આવતીકાલથી રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં રસ્તા રોકો ચકકાજામ સહીતના કાર્યક્રમો યોજવામાં આવશે.

હડતાલ સજજડ બનશે તો દુધ અને લીલા શાકભાજીની આવક ઘટશે

ટ્રક હડતાલ ચોથા દિવસે પ્રવેશી છે. વરસાદ ઉપરાંત ટ્રક હડતાલને લીધે ફળો, શાકભાજી સહિત જીવન જ‚રીયાતની ચીજ વસ્તુઓની હેરાફેરી પર વ્યાપક અસર પહોચી છે. હડતાલને કારણે દક્ષિણ ગુજરાત સહિત અન્ય રાજયોમાંથી આવેલ શાકભાજી અને ફળોનો જથ્થો અટકી પડયો છે. જૈને લઈ શાકભાજીના ભાવોમાં ૨૦ ટકાનો વધારો નોંધાયો છે. જો હજુય હડતાલ સજજડ રહેશે તો આગામી દિવસોમાં દુધ શાકભાજી, ફળા તેમજ જીવન જરૂરીયાતની વસ્તુઓનો ભાવ વધવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની હરરાજી ગઈકાલથી જ બંધ કરવામાં આવી છે. જયાં સુધી હડતાલ ચાલુ રહેશે ત્યાં સુધી મગફળીની હરરાજી બંધ રહેશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.