Abtak Media Google News

પશ્ચિમ વિધાનસભા વિસ્તારના ૨૯ જેટલા ઝોનલ ઓફિસરોને અપાયું માર્ગદર્શન

મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની અધ્યક્ષતામાં પશ્ર્ચિમ વિધાનસભા વિસ્તારમાં ૨૯ જેટલા ઝોનલ ઓફિસરોની તાલીમ યોજાઈ હતી. જેમાં અધિકારીઓ દ્વારા ઝોનલ ઓફિસરને તમામ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ચૂંટણીપંચ દ્વારા મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારા કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત તા.૨૨ અને ૨૯ નવેમ્બર તેમજ તા.૬ અને ૧૩ ડિસેમ્બર એમ ૪ રવિવારના રોજ ખાસ ઝુંબેશ પણ ચલાવવામાં આવનાર છે. આ ઝુંબેશ તમામ મતદાન મથક ઉપર ૧૦ થી સાંજના ૫ વાગ્યા સુધી ચાલવાની છે. આ મતદાન મથક પર બીએલઓ હાજર રહી મતદાર યાદી સુધારણાની કામગીરી કરવાના છે. તેમની ઉપર પ્રાંત અધિકારી, મામલતદાર અને ઝોનલ ઓફિસર સુપર વિઝન કરવાના છે. તમામ કામગીરી કોઈપણ ક્ષતિ વિના થાય તેવા ઉદ્દેશ સાથે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની અધ્યક્ષતામાં ઝોનલ ઓફિસરો માટે તાલીમ યોજાઈ હતી. આ તાલીમમાં ૨૯ જેટલા ઝોનલ ઓફિસરોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારીએ ખાસ જોગવાઈ અંગે જણાવ્યું હતું કે, મતદાતા ફોર્મ લઈ જાય અને પછી પરત કરવા ન આવે તો બીએલઓ દ્વારા તેમને ફોન કરી ફોર્મ પરત મેળવવાના પ્રયાસો કરવામાં આવશે.

વધુમાં પ્રાંત અધિકારીએ જાહેર જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે, મહત્તમ લોકો મતદાર યાદી સુધારણામાં ભાગ લઈ એક તંદુરસ્ત મતદાર યાદી તૈયાર થવામાં મદદ‚પ થાય તેવી અપીલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.