દેશના ૪ મહાનગરોમાં ટ્રાફિક જામના કારણે વાર્ષિક રૂ.૧.૪૦ લાખ કરોડની નુકશાની

165
national
national

દિલ્હી, મુંબઈ, બેંગ્લુરુ અને કલકત્તામાં એશિયાના અન્ય દેશોની સરખામણીએ ૧૪૯ ટકા વધુ ગીચતા

દિલ્હી, મુંબઈ, બેંગ્લુરુ અને કલકત્તા સહિતના દેશના મુખ્ય ચાર મહાનગરોમાં પીક અવર્સ એટલે કે કામના કલાકો દરમિયાન ટ્રાફિકજામ વાના કારણે દર વર્ષે અધધધ રૂ.૧.૪૦ લાખ કરોડનું તું હોવાનો આંકડો એક સર્વેમાં ફલીત થયો છે.

જાણીતી કંપની ઉબેર દ્વારા તાજેતરમાં એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે, ભારતના ચાર મુખ્ય નગરો એસીયાના અન્ય કોઈપણ શહેરો કરતા ૧૪૯ ટકા વધુ ભરચક્ક છે. દિલ્હી, મુંબઈ અને બેંગ્લુરુ તથા કલકત્તામાં અન્ય શહેરોની સરખામણીએ ગંતવ્ય સન સુધી પહોંચવા માટે દોઢો સમય લાગતો હોય છે. આ સમસ્યાનો ઉકેલ શેરીંગ વાહનો એટલે કે, રીક્ષા કે કારમાં એક સાથે  વધારે પેસેન્જરે પહોંચવું છે. ઘરનું વાહન વસાવવાની જગ્યાએ પબ્લીક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધારવાી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ થઈ શકે છે.

ટ્રાફિકની સમસ્યા શહેરોને ભરડો લઈ રહી છે ત્યારે સર્વેમાં ચોંકાવનારો ખુલાસો એ પણ થયો છે કે, દેશમાં ૮૯ ટકા લોકો આગામી પાંચ વર્ષમાં નવી કાર ખરીદવાનું વિચારી રહ્યાં છે. જો આવી જ રીતે વ્યક્તિગત કાર ખરીદવાની પ્રણાલી બરકરાર રહેશે તો ટ્રાફિકની સમસ્યા વધુ વિકરાળ બની જશે તેવો દાવો પણ સંસ દ્વારા કરવામાં આવ્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

Loading...