Abtak Media Google News

આજે રાજયના મંત્રીઓ આત્મારામ પરમાર, રાજેન્દ્રપ્રસાદ ત્રિવેદી અને જયંતિભાઇ કવડીયા મેળાની મુલાકાત લેશ

સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે ભાદરવા સુદ ત્રીજના દિવસથી આરંભાયેલા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત તરણેતરના ભાતીગળ લોકમેળાના બીજા દિવસેે ત્રિનેત્રેશ્વર મંદિર ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ પાળિયાદના પૂ. વિસામણ બાપુની જગ્યાના મહંત પ. પૂ. નિર્મળાબાએ ધ્વજાજીનું પૂજન- અર્ચન કર્યા બાદ ધ્વજારોહણ કર્યુ હતું.

T3આ પ્રસંગે મહંત પ.પૂ. નિર્મળાબાએ વર્ષોથી ચાલી આવતી ધ્વજારોહણની પરંપરા અંગે જાણકારી આપી આશિવર્ચન પાઠવ્યા હતાં. ધ્વજારોહણના પ્રસંગે અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતોના સંસદીય સચિવ સામજીભાઇ ચૌહાણ, નાયબ કલેકટર વી.ઝેડ ચૌહાણ, મહંત છગનગીરી બાપુ, અગ્રણી સર્વ નરેશભાઇ મારૂ, રામકુભાઇ ખાચર, કરમશીભાઇ રંગપરા, જિલ્લા પંચાયત પ્રમુખ ચેતનભાઇ ખાચર, મેરૂભાઇ ખાચર, હામાભાઇ બલ્યા, નગરપાલિકાના પ્રમુખ  રાણીબેન, સરપંચ  વનિતાબેન ખમાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. જયારે આજે તરણેતરના લોકમેળામાં રાજ્યના મંત્રીઓ આત્મારામભાઈ પરમાર, જયંતીભાઈ કવાડીયા, રાજેન્દ્રપ્રસાદ ત્રિવેદી સહીત સાંસદો દેવજીભાઈ ફતેપરા, શંકરભાઇ વેગડ, સંસદીય સચિવ શામજીભાઈ ચૌહાણ સહીત મહાનુભાવોની ઉપસ્થિત રહશે અને પ્રવાસન નિગમ લી ના ટુરિસ્ટ વિલેજની મુલાકાત લેશે તેમજ શિવપૂજન, ગ્રામીણ રમતોત્સવની મુલાકાત સહીત અભિવાદન સમારોહ યોજાશે અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષો થી પરંપરા મુજબ રાજ્યના મુખ્યમંત્રી ઋષિપાંચમને દિવસે તરણેતર મેળાની મુલાકાતે આવે છે ત્યારે ચાલુ વર્ષે મુખ્યમંત્રી ઉપસ્થિત રહેવાના ન હોય લોકોમાં અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.