Abtak Media Google News

બોર્ડની બેઠક મળ્યા બાદ પ્રશ્નનો આવી શકે નિવેડો !

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં કપાસની ખરીદી કરતા વેપારીઓને નવો મજુરી દર વધુ લાગી રહ્યો હોય જેના વિરોધમાં યાર્ડનાં તમામ વેપારીઓએ કપાસની ખરીદી બંધ કરી છે તેમજ ખેડુતોને પણ હવે નવો કપાસ નહીં લાવવા સુચના આપવામાં આવી છે. દર ત્રણ વર્ષે મજુરીનાં વિવિધ દરોમાં ૧૦ ટકા જેટલો વધારો કરવામાં આવતો તે મુજબ આ વર્ષે પણ વધારો કરાયો હતો ત્યારે આ વર્ષે કપાસ ખરીદનાર વેપારીઓને આ મજુરી દર ઉંચો લાગતો હોય જેની સામે વેપારીઓએ કપાસની ખરીદી બંધ કરી વિરોધ નોંધાવ્યો છે.

આ અંગે સૌરાષ્ટ્ર કમિશન એજન્ટસ એસોસિએશનનાં પ્રમુખ અતુલભાઈ કમાણીનાં જણાવ્યા મુજબ બોર્ડની બેઠક બાદ આ પ્રશ્ર્નનો નિવેડો આવી શકે તેમ છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં દરરોજ મોટા પ્રમાણમાં કપાસની આવક આવે છે ત્યારે યાર્ડનાં વેપારીઓએ કપાસની ખરીદી અચાનક બંધ કરી દીધી છે જેનું કારણ મજુરી દર વધુ લાગી રહ્યો હોવાનું જણાવાયું છે. દર ત્રણ વર્ષે વિવિધ મજુરી દરોમાં વધારો કરવામાં આવતો હોય જે મુજબ આ વર્ષે દિવાળી પછી મજુરી દરમાં ૧૦ ટકાનો વધારો કરાયો છે. વેપારીઓને મજુરી દર ઉંચો લાગી રહ્યો હતો જેનો આજથી કપાસની ખરીદી બંધ કરી વિરોધ નોંધાવ્યો છે.

7537D2F3 12

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ૧૦ થી ૧૨ જેટલા કપાસ ખરીદનાર વેપારીઓ છે તેના પ્રશ્ર્નનો નિવેડો બોર્ડની બેઠક બાદ આવી શકે તેમ છે. વેપારીઓએ ભોગવવી પડતી મજુરીમાં મણે રૂા.૨.૮૬, તોલાઈ રૂા.૨.૩૦ અને ફરી ભરવાની મજુરી રૂા.૨.૪૫ છે આ મજુરી વેપારીઓને પરવડે તેમ ન હોય જેથી ખરીદી બંધ કરી છે. હરરાજી બંધ કરતા પૂર્વે યાર્ડમાં કપાસનાં તમામ સ્ટોકનો નિકાલ કરવામાં આવ્યો છે અને ખેડુતોને પોતાનો માલ નહીં લાવવા સુચના અપાઈ છે. આ અંગેની બેઠક મળ્યા બાદ વેપારીઓનો પ્રશ્ન હલ થઈ શકે તેમ અતુલભાઈ કમાણી દ્વારા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.