Abtak Media Google News

સમર વેકેશન હોય કે હનીમુન ટ્રીપ સંખ્યાબંધ ઓફરો સાથે ફલાઈટ બુકીંગ, ક્રુઝ ટુર, વિઝાથી લઈ હોટેલની સુવિધા માત્ર એક છત્ર નીચે

ડોમેસ્ટીક તેમજ ઈન્ટરનેશનલ ફલાઈટ બુકિંગ, આકર્ષક ટ્રાવેલ પેકેજીસ, ડેસ્ટીનેશન વેડીંગ, હનીમુન પેકેજીસ, ક્રુઝ મેનેજમેન્ટ, હોસ્પિટાલીટી, હોટેલ બુકિંગ, ટ્રાવેલીંગ જેવી સુવિધાઓ એક સ્થળે

ઉનાળુ વેકેશન નજીક હોવાથી કેટલાક લોકો પર્યટન માટે પ્લાનીંગ કરી ફરવા જવાનું પસંદ કરતા હોય છે ત્યારે પ્રવાસનમાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ટ્રાવેલ એજન્ટોનો સંપર્ક કરતા હોય છે. ત્યારે પર્યટનપ્રેમીઓ માટે ૫૬ ભોગની થાળ સમાન આયોજન એટલે ટીટીએચ એકસ્પોનું ફર્ન ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે શહેરીજનો મોટી સંખ્યામાં આ એક્સ્પોનો લહાવો લઈ રહ્યાં છે.Vlcsnap 2019 02 16 11H03M35S253 1

ટ્રાવેલ્સ ટુરીઝમ એન્ડ હોટલ એક્ઝિબીશનમાં વિવિધ કંપનીઓ, ડોમેસ્ટીક તેમજ ઈન્ટરનેશનલ ફલાઈટ બુકિંગ, આકર્ષક ટ્રાવેલ પેકેજીસ, ડેસ્ટીનેશન વેડીંગ, હનીમુન પેકેજીસ, ક્રુઝ મેનેજમેન્ટ, હોસ્પિટાલીટી, હોટેલ બુકિંગ, ટ્રાવેલીંગ જેવી સુવિધાઓ એક જ છત નીચે મળી રહે તેવું અદ્ભૂત આયોજન કરવામાં આવ્યું છે. આ ટીટીએચ એકસ્પોમાં સી હોલીડે, જર્ની ફલાય, નેકસ્ટ વર્લ્ડ હોલીડે, સ્માઈલ હોલીડે, પ્રભાવ ટ્રાવેલ્સ, અક્ષર હોલીડે, ટ્રાવેલો હોલીક જેવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીઓએ એકસ્પોમાં ભાગ લીધો છે.Vlcsnap 2019 02 16 13H28M48S176

ટ્રાવેલ ભારત ગુજરાત ટુરીઝમ અને ટ્રાવેલ ટુરીઝમ એન્ડ હોટેલ એક્ઝિબીશન આયોજીત ટીટીએચ એકસ્પો રાજકોટની પર્યટનપ્રેમી જનતા માટે આકર્ષક ઓફરો તેમજ ટ્રાવેલ પેકેજીસ માટે વન સ્ટોપ સોલ્યુશન લઈને આવી છે. જેમાં ચેઈન મુજબ રાજકોટ, અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાં ટ્રાવેલ મહાકુંભમાં ૨૦૦થી વધુ એક્ઝિબીટરો અને ૨૫૦૦૦થી વધુ મુલાકાતીઓ જોડાય તેવી શકયતાઓ છે. ટ્રાવેલ ટુરીઝમને લગતી લેવીશ અને લકઝરીયર્સ સર્વિસની લઈ વિઝા અને ક્રુઝ, પ્રથમ વખત વિદેશ જનારા માટે સંપૂર્ણ ગાઈડન્સ અને પર્યટકને મુંઝવતા પ્રશ્ર્નો અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

સમગ્ર આયોજનમાં હોલીડે મેકર્સ, ટુરીઝમ વિભાગ, હોસ્પિટાલીટી ઈન્ડસ્ટ્રીઝ, રોકાણકારો, વિમા કંપનીઓ, મેડીકલ, ટ્રાવેલ એજન્ટો, ટ્રાન્સપોર્ટ એન્ડ એડવેન્ચર, ક્રુઝ ઓર્ગેનાઈઝર, ફલાઈટો એમાં ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ જેવી તમામ પ્રકારની સુવિધાઓ બુકિંગ ટીકીટથી લઈ રિટર્ન ટીકીટ સુધીની વ્યવસ્થા માટે એક જ સ્થળે તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા હેતુથી ટીટીએચ એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉનાળુ વેકેશન માટે પ્લાનીંગ કરી રહેલા પર્યટકો માટે ટીટીએચ એકસ્પો ખુબજ આકર્ષક ઓફરો લઈને આવી રહ્યું છે એક જ સ્થળે આટલી મોટી સંખ્યામાં ટ્રાવેલ એજન્ટો અને કંપનીઓનો મેળાવડો થતાં લોકોને ડિસ્કાઉન્ટ યોજના સાથે પરવડે તેવા બજેટમાં પેકેજીસ અને ડેસ્ટીનેશનલ ટ્રાવેલીંગની તક મળી રહેશે. જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યાં છે.

લોકોના વેકેશનને આનંદમય બનાવાનો હેતુ: કલ્પેશ સાવલીયાVlcsnap 2019 02 16 13H10M55S466

કલ્પેશભાઈ સાવલીયા (સ્ટેલે ટુર્સ એન્ડ ફોરેકસ) આ તકે સ્ટેલે ટુર્સ એન્ડ ફોરેક્ષના ડિરેકટર કલ્પેશભાઈ સાવલીયાએ જણાવ્યું હતુ કે તેઓની કંપની છેલ્લા આઠ વર્ષથી રાજકોટમાં કાર્યરત છે. અને તેઓની એકમાત્ર એવી કંપની છે કે તેમની ઓફીસ થાઈલેન્ડમાં પણ સ્થિત છે. અને આવનારા સમયમાં દુબઈ અને સીંગાપોરમાં પણ ઓફીસ બનાવવા જઈ રહ્યા છે. અને અમારો મુખ્ય ધ્યેય સારા પેકેજીંસની સાથે સાથે લોકોનું વેકેશન આનંદમય બને અને તેઓએ પેકેજના જે પણ ‚પીયા આપ્યા છે. તેનું પૂરતું વળતર મળે તે છે. અત્યારના જયારે ઉનાળુ વેકેશન આવી રહ્યું છે. ત્યારે થાઈલેન્ડ ઉપરાંત સીંગાપુર મલેશિયા વીથ ક્રુઝ લોકોને પેકેજ આપીએ છીએ.

ટ્રાવેલ પેકેજીસ સાથે ફ્રી એસ્યોર ગીફટ: દિપકભાઈ કારિયાVlcsnap 2019 02 16 13H09M28S949

આ તકે બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્ષ પ્રાઈવેટ લિમિટેડના ડિરેકટર દિપકભાઈ કારિયાએ જણાવ્યું હતુ કે અત્યારે જે ટીટીએચ એકસ્પો ફર્ન હોટલ ખાતે ચાલી રહ્યો છે તે એક લોકો માટે એડવાન્ટેજ છે કે અત્યારે જે સમર વેકેશન નજીક આવતું જાય છે. ત્યારે લોકોને કયાં ફરવા જવું અને પોતાના બજેટમાં જવું ત્યારે એક જ જગ્યાએ અનેક ટ્રાવેલ એજન્ટો સાથેના બધા જ ડેસ્ટિનેશન ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ એ જગ્યા એટલે ટીટીએચ એકસ્પો અત્યારે બેસ્ટ ટુર્સ તરફથી ઘણી બધી બેસ્ટ ઓફરો અમે લઈને આવ્યા છીએ ત્યારે અમે લોકોને અત્યારના પેકેજ ટુર બુક કરાવે છે.

ત્રે બેસ્ટ ટુર્સ સારામાં સારા પેકેજ તો આપે જ છે. અને સાથે સાથે લોકોને ફ્રી એસ્યોર ગીફટ પણ આપીએ છીએ જેમાં ૨૫૦૦ રૂપીયાથી લઈને ૧૫ હજાર રૂપીયા સુધીના ઓનલાઈન શોપીંગ વાઉચર આપીએ છીએ જેમાં ૩૦ હજારથી લઈને સવા ત્રણ લાખ સુધીના પેકેજ બુક કરાવે ત્યારે તેમને એસ્યોર ગીફટ આપીએ છીએ એટલે કે તમે ચાર લોકોનું પેકેજ લેશોતો ૬૦ હજારના વાઉચર કે જેમાં ટ્રાવેલને લગતી બધી જ વસ્તુઓ મળે એવી એક વેબસાઈટ છે. તેના અમે વાઉચર આપીએ છીએ સાથે સાથે બેસ્ટની બેસ્ટ ડીલ્સની વાત આવી છે. ત્યારે અત્યારે દુબઈનું પેકેજ કે જે ૪૬ હજારમાં ૭ દિવસ અમે લોકોને આપીએ છીએ અને યુરોપના પણ અમારી પાસે સારા પેકેજ છે.

ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની દરેક સુવિધાનું વન સ્ટોપ સોલ્યુશન ટીટીએચ : કમલભાઈ શાહVlcsnap 2019 02 16 11H03M26S157

શ્રી લક્ષ્મી ઓર્ગેનાઈઝર તથા ટીટીએચ એકસ્પોના ડાયરેકટર કમલભાઈ શાહે જણાવ્યું હતુ કે ટીટીએચ એકસ્પો છેલ્લા ઘણા વર્ષોથી ખૂબજ સફળ થઈ રહ્યું છે. અને લોકોનો પણ તેમાં ખૂબજ સારો પ્રતિસાદ મળીરહ્યો છે. આ એક એવી જગ્યા છે. કે જયાં લોકો એક જ જગ્યાએ આવીને પેકેજ બુક કરાવી શકે છે. અને કયાં ટ્રાવેલ એજન્ટ સાથે જોડાવાથી તેઓને સસ્તા અને સારા પેકેજ મળી શકે તેવી એક માત્ર જગ્યા એટલે ટીટીએચ એકસ્પો. જયારે લોકોને અને ટ્રાવેલ્સ એજન્ટોનો ખૂબજ સારો પ્રતિસાદ મળીરહ્યો છે. ત્યારે અમે લોકો અમદાવાદમાં પણ એકસ્પો કરવા જઈ રહ્યા છીએ ત્યારે ત્યાંના લોકોને પણ સારા પેકેજીસ મળી રહે.

ઉનાળુ વેકેશન માટે જબરદસ્ત પેકેજીસ: અમેષભાઈ દફતરીVlcsnap 2019 02 16 12H34M44S137

પ્રભાવ ટુર્સના ડિરેકટર અમેષભાઈ દફતરીએ જણાવ્યું હતુ કે આ વખતે ઉનાળુ વેકેશન માટે અમે સારા પેકેજીંસ જેવા કે સીંગાપુર , મલેશિયા, થાઈલેન્ડ જેવા પેકેજીસ છે. અને છેલ્લા ૨૩ વર્ષથી હું પોતે ટ્રાવેલ સાથે સંકળાયેલો છું કોઈપણ જગ્યા હોય ત્યાં લોકો સાથે હું પણ જાવ છું જેથી કરીને મારે જેવું વાતાવરણ જોઈએ છે તેવું જ વાતાવરણા હું લોકોને આપી શકું તે અમારો મુખ્ય ધ્યેય છે. અમે અમા‚ સ્લોગન છે.

કેસીંગાપુરમાં શિખંડ અને મલેશિયામાં મગની દાળનો શીરો, લોકોને ત્યાં આ વસ્તુ ખવડાવીએ પણ છીએ કેમકેગુજરાતી લોકોને જમવાનું ખૂબજ સા‚ જોઈતું હોય છે. અને ખાસ તો કાઠીયાવાડી ટેસ્ટ અમે લોકોને આપીએ છીએ. અમા‚ પોતાનું પણ સાઈટ સીન ડેવલોપ કરેલું છે. જેમાં ડિસ્કો, પબ, વગેરે પણ રાખ્યું છે. જેથી લોકો એન્જોય પણ કરી શકે આ સાથે સાથે ઘણી બધી હોટલો સાથે પણ અમા‚ ટાઈઅપ છે અને આ વખત અમે યુરોપ ટુર પણ લોન્ચ કરી છે અને ટુરમાં હું ફેમિલી સાથે જવાનો છું.

જેથી અમારી સાથે આવનારા તમામ લોકોને હું સારી હોસ્પિટાલીટી આપી શકું રાજકોટમાં જે ટીટીએચ એકસ્પો થયો છે. તેમાં રવિવારના રોજ સાંજે ૪.૩૦ થી ૭.૫૦ સુધી લાઈવ પ્રેઝન્ટેશન ડેસ્ટિનેશનનું રાખવામાં આવ્યું છે. જેમાં અઝહરબાઈજાન, બાકુ જેવા પણ ડેસ્ટિનેશન અમે રાખવાના છે. જેમાં હું લોકોને આવવા અપીલ ક‚ છું.

માલદીવ્સ, મોરેશિયસ અને બાલી જેવા સ્થળો સહેલાણીઓની પસંદ: ચિરાગભાઈVlcsnap 2019 02 16 11H02M31S104C

આ તકે જર્નીફાઈ ટ્રાવેલ્સના ચિરાગભાઈએ જણાવ્યું હતુ કે અમે કસ્ટમાઈઝ ટુર ઓર્ગેનાઈઝ કરીએ છીએ અને અમે લોકો સૌથી વધારે ફેમેલી પેકેજીસ અને હનીમુન પેકેજીસ ઓર્ગેનાઈઝ કરીએ છીએ. અમે અત્યારે મોરેશિયસ, બાલી, કાબી, જેવા ઈન્ટરનેશનલ પેક્જ પર સૌથી વધારે ફોકસ કરીએ છીએ. અત્યારે લોકો માલદીવ્સ પણ જવાનું પસંદ કરતા હોય છે ત્યારે અમારી પાસે તેને લઈને પણ સારા પેકેજ છે. આ ઉપરાંત લેહ-લદાખ કેરેલા જેવા પેકેજને પણ પ્રમોટ કરીએ છીએ અને ટીટીએચ એકસ્પોમાં પણ અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

પર્યટકો ઈન્ટરનેશનલ ટ્રાવેલીંગ તરફ વળ્યા: યશભાઈ રાઠોડVlcsnap 2019 02 16 13H11M45S242

આ તકે કેશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના યશભાઈ રાઠોડે જણાવ્યું હતુ કે અમારી કંપની ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક પેકેજો લોકોને આપે છે અને હાલના સમયની જો વાત કરીએ તો લોકો ઈન્ટરનેશનલ પેકેજને સૌથી વધારે પસંદ કરે છે.જેમાં અમે અત્યારે યુરોપ, મલેશિયા, થાઈલેન્ડ અને સીંગપોર સૌથી વધારે આ પેકેજની ડિમાન્ડ છે. અને ટીટીએચ એકસ્પોથી અમને ઘણો બધો લાભ થાય છે. અને લોકો પણ સારામાં સારા પેકેજ એક જ જગ્યાએ રહીને પસંદ કરે છે.

પરવડે તેવી કિંમતોમાં આકર્ષક ટ્રીપ: વિશાલભાઈ શર્માVlcsnap 2019 02 16 13H43M43S73

શિવ ટ્રાવેલ્સના વિશાલભાઈ શર્મા અને ચદ્રેશભાઇ મોદી જણાવ્યું હતુકે રાજકોટમાં છેલ્લા ૧૦ વર્ષથી અમે લોકો કાર્યરત છીએ અમારી કંપનીની મુખ્ય ઓફીસ અમદાવાદ સ્થિત છે. અમારી કંપની ડોમેસ્ટિક પેકેજો આપે છે. જેવા કે હિમાચલ પ્રદેશ, કેરેલા, સિકકીમ, દાર્જીલીંગ, ગોવા, કાશ્મીર, જેસલમેર અને હરિદ્વાર જેવા પેકેજો અમારી પાસે છે. અમે લોકોને ખૂબ સારા પેકેજો ઓછી કિંમતે આપીએ છીએ આ ટીટીએચ એકસ્પોમાં અમને લોકોનો ખૂબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.