Abtak Media Google News

આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સી, ચાઈલ્ડહુડ કેર એજયુકેશન અને યોગને છઠ્ઠા વિષય તરીકે સ્થાન આપવામાં આવશે 

સીબીએસઈ બોર્ડના અભ્યાસક્રમને પહેલાથી જ વિશેષ ઓળખ મળી છે. કારણકે તેમાં ભણાવવાની પઘ્ધતિ અને બાળકોને શિક્ષણ આપવાની તકનિક વિશિષ્ટ હોય છે. સીબીએસઈના અભ્યાસક્રમમાં સંગીત, સીસીએ એકટીવીટી, સ્પોર્ટસ જેવા વિષયો તો છેજ પરંતુ હવે સીબીએસઈ ભુલેલા બાળપણને અભ્યાસક્રમમાં શિખવશે. આ ઉપરાંત આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સી, અરલી ચાઈલ્ડહુડ કેર એજયુકેશન તેમજ યોગ જેવા વિષયોનો અભ્યાસક્રમમાં ઉમેરો કરવા જઈ રહ્યું છે.

સીબીએસઈએ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સીને ધો.૯થી લઈ ધો.૧૨ સુધીના વિદ્યાર્થીઓ માટે વિકલ્પનો વિષય એમ છઠ્ઠો વિષય રાખ્યો છે. તેથી આજની નવી પેઢીને અત્યાધુનિક શિક્ષણ પઘ્ધતિથી વાકેફ કરાવી શકાય જેના માટે શાળાઓમાં એઆઈ ઈન્સ્પાયર મોડયુલ તૈયાર કરવામાં આવશે.

આજે આપણે કયાંક બાળપણને માણતા ભુલીને ખુબ જ સમજદાર અને મોટા થવાની હરોળમાં ચાલી રહ્યા છીએ ત્યારે સીબીએસઈના અભ્યાસક્રમમાં ભુલેલા બાળપણના પાઠ શીખવવામાં આવશે. જીંદગી ખરેખર કઈ રીતે જીવી તેના કરતા કઈ રીતે માણવી તેની મહત્વતાને સાર્થક કરતા વિષયોને આ અભ્યાસક્રમમાં સ્થાન આપવામાં આવશે જેથી શાળામાં યોગ નિષ્ણાંત તેમજ ચાઈલ્ડહુડ એજયુકેશન માટે શિક્ષકોને પણ સીબીએસઈમાં નોકરીની તકો મળી રહેશે.

સીબીએસઈના નિયમો મુજબ પાંચ વિષયો ફરજીયાત રહેશે ત્યારે છઠ્ઠા વિષય તરીકે ઈલેકટીવ સબજેકટમાં સ્કીલ આધારીત વિષયો જેમ કે યોગ ટ્રેનીંગ, ચાઈલ્ડહુડ કેર એજયુકેશનનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે તેથી વિદ્યાર્થીઓ સ્કીલ આધારીત વિષયોને છઠ્ઠા વિષય તરીકે પસંદ કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.