Abtak Media Google News

૩૦૦થી વધુ ખેલાડીઓ ભાગ લેવા ઉમટી પડશે: આયોજકો ‘અબતક’ની મુલાકાતે

હનુમાન જયંતિ નિમિતે તા.૩૧ને શનિવારે ઓપન સૌરાષ્ટ્ર બોડી બિલ્ડીંગ અને દંડ-બેઠક સ્પર્ધાનું સમગ્ર સૌરાષ્ટ્રના જિલ્લાના ખેલાડીઓ માટે આયોજન કરેલ છે. આ સ્પર્ધા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મસલ્સ એન્ડ ફિટનેશ જીમ રાજકોટ ડિસ્ટ્રીકટ બોડી બિલ્ડીંગ એશો. દ્વારા આયોજીત કરવામાં આવશે. આ સ્પર્ધામાં સમગ્ર સૌરાષ્ટ્રના ૩૦૦ થી ૪૦૦ પ્રતિસ્પર્ધી ભાગ લેતા હોય છે ને રાજકોટની રમતપ્રેમી જનતા ઉમકળાથી ખુબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેતી હોય છે.

આજના આ વ્યસની યુગમાં યુવામાં વ્યસન મુકત જીવન બનાવી શરીર સૌષ્ઠવ (બોડી બિલ્ડીંગ) જેવી કસરત કરી અને શરીર ઉતમ બનાવી દેશ માટે સશકત બને તેવો ઉદેશ્ય રહેલ છે. તેવી જ રીતે સૌરાષ્ટ્રના દંડના ખેલાડીઓ કે જે ૩૦ મીનીટમાં ૧૦૦૦ દંડ લગાવે છે અને ૩૦ મીનીટમાં ૧૮૦૦ જેટલી બેઠક લગાવનારા ખેલાડીઓ ભાગ લેવા ઉમટી પડશે. મુખ્ય મહેમાન તરીકે ભાવનગર સ્ટેટ યુવરાજ તથા એમ.કે.શર્મા અને સચિન સાવંત ઉપસ્થિત રહેશે. આ સ્પર્ધામાં મસલ્સ અને ફિટનેશ જીમ દ્વારા અતિશય મોંઘા એવા પ્રોટીન અને તેની કીટ, શીલ્ડ, મેડલ, સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે. સૌ.યુનિ.છેલ્લા ૧૪ વર્ષથી આ સ્પર્ધા રમાડતી આવી છે અને રાજકોટ ડિસ્ટ્રીકટ બોડી બિલ્ડીંગ એસો. સમગ્ર જવાબદારી ઉપાડતું આવ્યું છે.  અહીં ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં માત્ર રાજકોટમાં જ આ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્પર્ધા સવારે ૯:૦૦ કલાકે ઉદઘાટન કાર્યક્રમ દ્વારા શરૂ કરવામાં આવશે. સવારે દંડ-બેઠકની સ્પર્ધા યોજાશે અને સાંજે ૪:૦૦ વાગ્યે બોડી બિલ્ડરોના વેઈટ લેવામાં આવશે. ત્યારબાદ તેમના ડ્રો પાડી સાંજે ૬:૦૦ કલાકે બોડી બિલ્ડીંગ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવશે. જે રાત્રીના ૧૦:૦૦ વાગ્યે સમાપ્ત સમારંભ યોજાશે. જેમાં મી.સૌરાષ્ટ્ર અને મી.સૌરાષ્ટ્ર રનરઅપ ઘોષિત કરવામાં આવશે અને મહેમાનો દ્વારા ઈનામ વિતરણ કરવામાં આવશે તેવું ‘અબતક’ની મુલાકાત દરમિયાન આયોજકોએ કહ્યું હતું.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ૧૮ વર્ષથી ઉપરની કોઈપણ વ્યકિત ભાગ લઈ શકશે. સૌ.યુનિ. ખાતે સરદાર પટેલ સ્પોર્ટસ સ્ટેડીયમના જીમ ખાતે સવારે ૬ થી ૯ અને સાંજે ૬ થી ૮ સમય દરમિયાન ફોર્મ ભરી દેવાનું રહેશે. આ સ્પર્ધાને સફળ બનાવવા માટે સૌ.યુનિ.મસલ્સ એન્ડ ફીટનેશ જીમ, રાજકોટ ડીસ્ટ્રીકટ બોડી બિલ્ડીંગ એસો, સૌ.યુનિ.ના કુલપતિ કમલ ડોડીયા, ઉમેશભાઈ રાજયગુરુ (પૂર્વ મંત્રી), ડો.કેતન ત્રિવેદી, રીતેશભાઈ પટેલ, પાર્થ અરોરા, કેવલ રાઠોડ, જીજ્ઞેશ રામાવત, અનિલભાઈ રંગપરીયા, દર્શન જોષી, જનક ઘોરેચા, અલ્પેશ ગોરી, દિલીપ સેરવા, જયદીપ સોની, જીવણ પરમાર, ભાવીન જરીયા, પીનટોલા પીનનટ બટરના ડિસ્ટ્રીબ્યુટર નિકુંજ કણસાગરા, પ્રમુખ દિલુભા વાળા, અશ્ર્વિનભાઈ દેસાઈ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.