Abtak Media Google News

ભારતીય બંધારણના ઘડવૈયા, અસ્પૃશ્યોના ઉઘ્ધારક અને મહિલાઓના મુકિતદાતા ‘ભારત રત્ન’ ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની ૧૨૭મી જન્મ જયંતિની ધામધૂમે ઉજવણી કરાશે: સેમિનારનું પણ આયોજન

ભારતીય બંધારણના ઘડવૈયા, અસ્પૃશ્યોના ઉઘ્ધારક અને મહિલાઓના મુકિતદાતા ભારત રત્ન બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરજીની ૧૨૭મી જન્યજયંતિની ધામધુમથી ઉજવણીના ભાગરુપે સુરક્ષા સેતુ સોસાયટી અને તથાગત ગ્રુપ રાજકોટના સંયુકત યજમાનપદે આવતીકાલે. સાંજે ૬ કલાકે હોટલ ગાર્ડન ફેરિલેન્ડ (કરણાભાઇ માલધારી) ગ્રીન લેન્ડ ચોકડી, રાજકોટ ખાતે જાણીતા લેખક પત્રકાર અને કાલાવડ કોલેજના પ્રાઘ્યાપક એવા ડો. સુનીલ જાદવના પંદરના પુસ્તક ‘સિમ્બોલ ઓફ નોલેજ ડો. બાબા સાહેબ આંબેડકર’નું વિમોચન  થશે. લગભગ સાડા ત્રણસો પાનાના આ પુસ્તકમાં ડો. જાદવના પંદર જેટલા સંશોધન લેખો ઉપરાંત સમગ્ર ગુજરાતના ટોચના લેખકો અભ્યાસુઓના બાબાસાહેબના જીવન કાર્યોને મુલવતા સાઇઠ જેટલા બીજા લેખો પણ સંપાદિત કરીને મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત બાબાસાહેબના સુવાકયો કરીને મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત બાબાસાહેબના સુવાકયો વિવિધ વિદ્વાનોના અભિપ્રાય અને બાબાસાહેબ વિષયક કાવ્યોે… વગેરે વિગતો એક જ પુસ્તકમાં સમાવવામાં આવ્યા છે. આ પ્રકારનું ગુજરાતી ભાષામાં બાબાસાહેબ વિષયક આ કદાચ પ્રથમ પુસ્તક બની રહેશે.આ કાર્યક્રમમાં અઘ્યક્ષ તરીકે રાજકોટના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, ઉદધાટક તરીકે રાજકોટ કલેકટર રાહુલ ગુપ્તા, મુખ્ય અતિથિ તરીકે રાજકોટના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાની ઉ૫સ્થિત રહી બાબાસાહેબને શબ્દાંજલી અર્પણ કરશે. સ્વાગત કરણાભાઇ માલધારી કરશે અને ભૂમિકા તથા લેખકનો પ્રતિભાવ ડો. સુનીલ જાદવ આપશે.

આ તકે પ્રજ્ઞા પુુરૂષ ડો. ભીમરાવ આંબેડકર સેમીનાર પણ યોજાશે. જેમાં ગુજરાતના જાણીતા લેખક ચિંતક પત્રકાર હરિ દેસાઇ, બાબા સાહેબની કલ્પનાનું ભારત એ વિષય ઉપર વ્યાખ્યાન આપશે. બીજા વકતા જાણીતા દલીત કર્મશીલ અને કટાર લેખક ચંદુ મહેરિયા બાબા સાહેબના વિચારો વર્તમાન સંદર્ભે વિષય પર વાત કરશે. અને ત્રીજા વકતા ડો. ગૌરાંગ જાની (જાણીતા સમાજશાસ્ત્રી અને ગુજરાત યુનિવસીર્ટીના સમાજ શાસ્ત્ર ભવનના વડા) વર્તમાન ગુજરાતમાં એસ.સી./એસ.સી. વર્ગોની સ્થિતિ અને અનામત એટ્રોસીટીની જરુરીયાત વિષય પર અભ્યાસ પૂર્ણ વિગતો આપશે. આ પ્રસંગે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આમંત્રિતો હાજર રહેશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો. સુનીલભાઇ જાદવ, કરણાભાઇ માલધારી, દિલીપભાઇ સિંગરખીયા, પી.યુ. મકવાણાવ, એલ. બી. ભાષા, આર. એમ. સોસા, ચંદુભાઇ પરમાર, વજુભાઇ સિંગરખીયા, કે.જી.કનર, બિપીનભાઇ સોલંકી, નરેશભાઇ પરમાર, વગેરે મિત્રો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. અને આજરોજ અબતક મીડીયા હાઉસની શુભેચ્છા મુલાકાત પણ લીધી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.