Abtak Media Google News

કેશોદ નજીક આવેલા જેતપુર-સોમનાથ ફોરલાઈન હાઈવે રોડનો ટોલટેક્ષ ઉઘરાવવા ગાદોઈ ટોલનાકા આવેલું છે. કેશોદ શહેર તાલુકાના ફોરવ્હીલ વાહન ચાલકોને લોકલ વાહન વ્યવહાર માટે ટોલટેક્ષમાં રાહત આપવામાં આવી હતી જે છેલ્લા સાતેક દિવસથી રાતોરાત વધારો કરી બમણાં ભાવ ઉઘરાણી કરતા વાહનચાલકો હેરાન-પરેશાન થઈ ગયા કેશોદ કોંગ્રેસ દ્વારા ટોલ પ્લાઝાના મુખ્ય અધિકારીને આવેદન પત્ર આપ્યું. વધુમાં કેશોદથી વંથલી વચ્ચે બે-બે પુલના કામ અધુરા હોય ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે. ઓવરબ્રીજ પર લાઈટો જતી રહે છે. ડ્રાઈવર્ઝનથી અકસ્માતો પણ સર્જાઈ છે. વાહન ચાલકો પાસેથી ટોલટેક્ષ લેવો એ ગેરકાયદેસર છે. કેશોદ શહેર તાલુકાના વાહનચાલકો માત્રને માત્ર ૩૩ કિલોમીટર કેશોદથી કોયલી ફાટક સુધીનો ટોલ રોડ ઉપયોગ કરતા હોય કેશોદ પાસેના ગાદોઈ ટોલનાકા પર હથિયારધારી સિકયુરીટી ગાર્ડ રાખી ટોલટેક્ષ કંપની દ્વારા ભય અને ડરનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. કેશોદ શહેર તાલુકાના લોકલ ફોર વ્હીલ વાહન ચાલકો વધારાનો ટોલટેક્ષ આપવા આનાકાની કે વિરોધ કરે તો ફીટ કરી આપવાની ધમકીઓ આપવામાં આવે છે. દસ દિવસમાં ગેરકાયદેસર વધારો રદ કરી ફરીથી જુની પ્રણાલી મુજબ કેશોદ શહેર તાલુકાના ફોરવ્હીલ વાહનચાલકો પાસેથી ટોલટેક્ષ લેવામાં આવશે નહીં તો ઉગ્ર આંદોલન અને ટોલ પ્લાઝા પર ધારણાની ચીમકી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.