Abtak Media Google News

વાદળોની સંતાકુકડી સાથે ૩ કલાક અને ૫૫ મિનિટ સુધી ચંદ્રગ્રહણનું આહલાદક દ્રશ્ય

આજે મધ્યરાત્રીએ સમગ્ર ભારત સહિત વિશ્વના અમુક દેશો પ્રદેશોમાં સ્વચ્છ આકાશમાં ખગ્રાસ ચંદ્રગ્રહણનો અદભૂત નજારો બનવાનો છે.સમગ્ર ભારત સહિત અમુક દેશોમાં ગ્રહણ આશરે ૭ કલાકને ૫૫ મીનીટ સુધી જોવા મળશે. ગુજરાતમાં વરસાદી વાતાવરણના કારણે વાદળાની સંતાકુકડી વચ્ચે ગ્રહણનો નજરો જોવા મળશે. રાજયમાં ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી ગામડે ગામડે ગ્રહણ સંબંધી નિદર્શન સાથે ખગોળીય ઘટનાથી માહિતગાર કરશે.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે સદીનું સૌથી લાંબુ ખગ્રાસ ચંદ્રગ્રહણ હોય વિશ્વભરમાં જબરી ઉત્કંઠા છે.

આજે મધ્યરાત્રી ૧૧ કલાકને ૫૪ મીનીટથી ગ્રહણનો પ્રારંભ થશે. તે સવારના ૩ કલાકને ૪૯ મીનીઠ સુધી ચંદ્રની વિવિધ કળાના અદભૂત દ્રશ્યો જોવા મળશે. લોકો નરી આંખે જોઈ શકશે પોતાના ઘરેથી ગ્રહણનો નજારો કેમેરા , વીડીયોગ્રાફી કરી શકાશે. પરિવાર સાથે જીંદગીભરનો આનંદ લૂંટી શકાશે, પૃથ્વીવાસીઓ માટે અવકાશી ખગોળીય ઘટનાનો નજારો જોવા માટે આશરે ૪ કલાકનો સમય મળીરહેશે. આજે સમગ્ર ભારત સહિત યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, દક્ષિણ અને ઉત્તર અમેરિકા, પેસિફિક મહાસાગર, એટલાન્ટીક મહાસાગર, હિંદ મહાસાગર, એન્ટાર્કટિકામાં અદભૂત આલ્લાદક ચંદ્રગ્રહણ નિહાળી શકાશે.

ખગ્રાસ ચંદ્રગ્રહણ બ્લડ મૂન તેની વાતાવરણમાં લાલાશ અવકાશી આનંદ લૂંટવા જાથાએ અપીલ કરી છે. જાથાના પંડયાએ અમદાવાદમાં ત્રણ દિવસ રોકાઈને મધ્યગુજરાત, ઉતર દક્ષિણગુજરાત, કચ્છ, ગ્રહણ સંબંધી વ્યવસ્થા ગોઠવીને લોકોને માહિતગાર કરવામા આવશે.

જાથાના ઉમેશ રાવ, નિર્ભય જોશી, કિશોરગીરી ગોસાઈ, રાજુ યાદવ, દિનેશ હુંબલ, મનસુખ ગોહિલ, વિનોદ વામજા, એસ.એન.બાવા, હુસેનભા, ખલીફા, સહિત અનેક સદસ્યો કામગીરી સંભાળી રહ્યા છે. વિશેષ માહિતી માટે મો. ૯૫૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.