Abtak Media Google News

જાણીતા નેફોલોજીસ્ટ ડો. સંજય પંડ્યાની ‘અબતક’ સાથે ચાય પે ચર્ચા

હાલના સમયમાં દિનપ્રતિદિન કિડનીના રોગોનું પ્રમાણ વધી રહ્યું છે જેની પાછળ વર્તમાન સમયની જીવનશૈલી જવાબદાર હોવાનુ ‘અબતક’ ચાય પે ચર્ચા દરમિયાન જાણીતા નેફોલોજીસ્ટ ડો.સંજય પંડ્યાએ કહ્યું હતું. તેમણે કિડનીના રોગોની નિદાન સારવાર અંગે કેટલાક સૂચનો આપ્યા હતા.

પ્રશ્ર્ન: કિડની ડે શા માટે ઉજવાય છે?

જવાબ: કિડનીના રોગ ખૂબ જ વધતા જાય છે. કે જેને સંપૂર્ણ પણે મટાળી સકાતા નથી. આવ પરિસ્થિતિમા  ડાયાલિસિસ અને ટ્રાન્સટલાન્ટ જેવી સારવાર કરવામાં આવે છે કે જે અતિ મોંધી અને કપરી છે.

પ્રશ્ર્ન: કિટની શુ છે? તેનુ કાર્ય શુ છે?

જવાબ: દરેક વ્યકિતમાં બે કિડની આવેલી હોય છે. શરીરનું સંતુલન જેમ કે શરીરમાં પાણીનું સંતુલન શરીર શુધ્ધ કરવાનું કામ લોહીના દબાણનું નિયમન ક્ષારને યોગ્ય માત્રામા રાખવાનુ કામ, હાડકને તંદુરસ્તી રાખવાનું કામ, લોહીમાં હિમોગ્રોમીન બનાવવા, યોગ્ય રાખવા માટેનાં કિડનીના કાર્યો છે.

પ્રશ્ર્ન: કિડનીના રોગો કયા કયા?

જવાબ: કિડનીમાં મુખ્ય રોગો છે જેમાનો એક કોનિક કિડની ડિસીઝ કે જે ડાયાબીટીસ, બ્લડપ્રેસર જેવા રોગોના કારણે થાય છે. આ ઉપરાંત કિડનીના ઘણા નાના મોટા રોગો પણ છે.

3.Banna For Site 1

પ્રશ્ર્ન: કિડની રોગોના લક્ષણો કયા ?

જવાબ: કોઇપણ વ્યકતીને આંખ નીચે પગ ઉપર અને શરીર ઉપર સોજા થાય ત્યારે કિડની બગડવાને કારણે સોજા આવે છે. આ ઉપરાંત કોઇપણ વ્યક્તિનો ખોરાક ઘટતો જાય, ઉલ્ટી ઉબકા નબડાઇ એ કિડની રોગના લક્ષણો છે. ખાસતો બ્લડપ્રેશર અને ડાયાબિટીશ જ મુખ્ય કારણ કિડની ફેલીયર માટેનું ગણવામાં આવે છે. આ ઉપરાંત નિયમિત પણે બોડી ચેકઅપ કરાવવુ જોઇએ.

પ્રશ્ર્ન: હાલતુ જીવન ધોરણ કિડનીને કંઇ રીતે અસરકર્તા છે?

જવાબ: ખાસતો હાલનો ખોરાક વધારે પડતુ અસરકર્તા સૌ પ્રથમ ફિટ રહેવુ ખુબજ જરૂરી છે. ખોરાકમાં લિલા શાકભાજી ફળો લેવા જોઇએ. જેથી શરીરની જાળવણી થઇ શકે. આ ઉપરાંત વ્યાયામ પણ એટલુ જ જરૂરી છે. આ ઉપરાંત વ્યસન એ હાલમા ફેશન બની ગયુ છે તો તેનાથી પણ દુર રહેવુ જોઇએ.

નોંધનીય છે કે, હેલ્થ ઇઝ વેલ્થએ ઉક્તિ સ્વાસ્થ્ય માટે આલેખવામાં આવે છે. તંદુરસ્ત સમાજ એ તંદુરસ્ત રાષ્ટ્રની પુર્વ શરત છે. સ્વસ્થ આરોગ્યએ વ્યક્તિના પોતાના માટે જ નહીં પરંતુ તે તેના કુટુંબ સમાજ અને દેશ માટે પણ ખૂબ જ અગત્યની બાબત છે. માટે જરૂરી છે. પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર મોટા ભાગે ગંભીર રોગ માનવ શરીરમાં પ્રવેશી ચુકે ત્યાં સુધી આપણે તેના પ્રત્યે સજાગ હોતા નથી. જો યોગ્ય સમયે કોઈપણ રોગ અંગે સજાગતા કેળવવામાં આવે તો રોગને નિવારી અથવા યોગ્ય સારવાર દ્વારા સ્વસ્થ થઈ શકાઈ છે.  રોગ પ્રત્યે જન જાગૃતિ અર્થે સમગ્ર વિશ્વમાં ડાયાબિટીસ, કેન્સર, હાર્ટ અને કિડની સહિતના દિવસ ઉજવવામાં આવે છે. કિડનીનાં રોગો અંગે જનજાગૃતિ માટે વિશ્વનાં ૧૦૦થી વધુ દેશોમાં ૧૨ માર્ચ, ૨૦૨૦ વિશ્વ કિડની દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે  વિશ્વ કિડની દિવસનું સ્લોગન સાવચેતી, વહેલા નિદાન અને કાળજીથી, સર્વત્ર સર્વજનોમાં તંદુરસ્ત કિડની છે. યોગ્ય કાળજી દ્વારા કિડની રોગ થતાં અટકાવી શકાય છે. વહેલા નિદાન દ્વારા રોગ મટી શકે છે અથવા યોગ્ય સારવાર અને પરેજી દ્વારા લાંબા સમય સુધી તબિયત સારી રાખી શકાય છે. કિડનીના રોગોને અટકાવવા અને તેની કાળજી માટે વિશ્વભરના દરેક ભાગમાં રહેતા બધા જ લોકોને કિડની અંગે પ્રાથમિક માહિતી હોવી જરૂરી છે.

કિડનીના રોગોથી બચવા માટે શું કરશો?

કિડનીના રોગ અટકાવવાનાનિયમીત કસરત કરવી, શરીર તંદુરસ્ત રાખવું, પોષ્ટિક ખોરાક લેવો, યોગ્ય વજન જાળવવું, ખોરાકમાં નમક (મીઠું), ખાંડ, ઘી-તેલ અને ફાસ્ટફુડનો ઉપયોગ ઓછો કરવો. શાકભાજી, ફળો અને રેસાવાળા ખોરાકનું પ્રમાણ વધારે રાખવું. ડાયાબીટીસનો હંમેશા યોગ્ય કાબુ રાખવો, ડાયાબીટીસનાં પ૦% જેટલા દર્દીઓમાં કિડનીને નુકશાન થવાનો ભય રહે છે. ડાયાબીટીસનાં દરેક દર્દીએ વર્ષમાં એક વખત તો અચૂક કિડની ચેકઅપ કરાવવું જોઈએ.

લોહીના દબાણનો યોગ્ય કાબુ રાખવો. લોહીનું દબાણ ૧૩૦/૮૦ થી ઓછું રાખવું તે કિડનીની સુરક્ષા માટે અત્યંત મહત્વનું છે. લોહીનું

ઉંચું દબાણ હાઈબ્લડ પ્રેશર ક્રોનિક કિડની ફેલ્યરનું મહત્વનું કારણ છે. પાણી વધારે પીવું. તંદુરસ્ત વ્યકિતએ રોજ ર લીટર (૧૦-૧ર ગ્લાસ)થી વધુ પાણી પીવું. પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવાની ટેવ શરીરમાંથી બીન જરૂરી કચરો અને ક્ષારને દૂર કરવા જરૂરી છે. પથરીની તકલીફ થઈ હોય તેવી વ્યક્તિએ રોજ ૩ લીટરથી વધારે પ્રવાહી લેવું જોઈએ.ધુમ્રપાન, તમાકુ, ગુટકા, માવા, દારૂનો ત્યાગ કરવો. ડોકટરની સલાહ વગર દવાઓ (ખાસ કરીને દુખાવા માટેની દવાઓ) ન લેવી. રૂટીન હેલ્થ ચેક અપ જરુરી. બંને કિડની ૯૦% જેટલી બગડે ત્યાં સુધી ઘણા દર્દીઓમાં રોગના કોઈ ચિહ્નો જોવા મળતા નથી.

કિડની એજ્યુકેશન વેબસાઇટ એટલે સર્વ માટે, સર્વ માહિતી અને સર્વત્ર વિનામૂલ્યે

શુ તમે કિડનીના રોગથી બચવા માંગો છો?

www.KidneyEducation.com વિશ્ર્વમાં સૌથી વધુ-૩૭ ભાષામાં કિડની વિશે સંપૂર્ણ માહિતી નિ:શુલ્ક

વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ સન્માનીત કિડની એજયુકેશન વેબસાઇટમાં સૌથી વધુ ૩૭ ભાષામાં કિડની પુસ્તકની ઉપલબ્ધીનું અમુલ્ય યોગદાન.

૨૦૦ પાનાનું ‘તમારી કિડની બચાવો’ પુસ્તક ૨૫ આંતરરાષ્ટ્રીય અને ૧૨ ભારતીય ભાષામાં વિનામૂલ્યે વાંચો અને ડાઉનલોડ કરો.

૭ કરોડ હીટસ્ ફકત ૧૨૦ મહિનામાં વિશ્ર્વભરમાં કિડની અંગે માહિતી આપવામાં કિડની એજયુકેશન વેબાસાઇટ અગ્રેસર.

વિશ્ર્વના ૧૦૦થી વધુ કિડની નિષ્ણાંતો દ્વારા કિડની બચાવવા માટેની વિશ્ર્વનીય માહિતીનો ૩૭ ભાષામાં ખજાનો નિશુલ્ક.

હ અમેરીકન સાોસાયટી ઓફ નેફ્રોલોજી દ્વારા કિડની એજ્યુકેશન વેબસાઇટને મળેલ સમર્થન થકી આંતરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠામાં વધારો.

હ વિશ્ર્વમાં પ્રથમ વખત વ્હોટસએપ દ્વારા કિડની વિશે જનજાગૃતિ ૩૭ ભાષામાં સંપુર્ણ માહિતી વિનામલ્યે વ્હોટસએપ કરો: ૯૪૨૬૯ ૩૩૨૩૮.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.